કિતને જર્નલિસ્ટ થે?:રોહિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારની સંખ્યા ગણવા લાગ્યો, મજાકના મૂડમાં કહ્યું- અરે આ ઓનલાઈન નથી! ઘણા સમય પછી મળ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેદાનમાં આક્રમક બેટિંગ કરવાની વાત હોય કે પછી હળવા મજાકિયા મૂડમાં મસ્તી કરવાની, આ દરેક પાસામાં રોહિત શર્માનું નામ સૌથી પહેલા સામે આવે છે. કાલે પણ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ જીતની ખુશીમાં પત્રકારો સાથે મસ્તી કરી હતી. તે જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્યો ત્યારે કેટલા પત્રકાર બેઠા છે તે ગણવા લાગ્યો હતો. રોહિતે આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વર્કલોડ સહિત અશ્વિનની બોલિંગ અંગે પણ ઘણા ઘટસ્ફોટ કર્યા હતા. તો ચલો આપણે રોહિતની મસ્તીથી લઈને અશ્વિન અંગે કરેલા ઘસ્ફોટ પર નજર ફેરવીએ....

ઘણ સમય પછી ઓફલાઈન મળ્યા- રોહિત
રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સવાલ પૂછે એ પહેલા જ એક હળવુ મજાક-મસ્તીવાળું વાતાવરણ ઊભું કરવા પહેલ કરી હતી. તે જેવો પત્રકાર સામે હાજર થયો કે તરત જ હિટમેન ગણતરી કરવા લાગ્યે કે અહીંયા કેટલા પત્રકાર હાજર છે. એટલું જ નહીં રોહિતે એમ પણ કહ્યું કે આજકાલ તો આપણે ઓનલાઈન જ પ્રેસ કોન્ફરન્સ કરતા આવ્યા છીએ. ઘણા સમય પછી આ પ્રમાણે આપણે એકબીજા સાથે ચર્ચા કરીશું. રોહિતનો મજાક કરતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

રોહિત શર્મા પત્રકારોને સંખ્યા ગણવા લાગ્યો
રોહિત શર્મા પત્રકારોને સંખ્યા ગણવા લાગ્યો

અશ્વિન અનુભવી સ્પિનર છે- હિટમેન
મેચ બાદ રોહિત શર્માએ આર અશ્વિનના વખાણ કરતા કહ્યું હતું કે આજે તમે તેની ગુણવત્તા જોઈ, તેમાં કોઈ શંકા નથી કે તે ગુણવત્તાયુક્ત બોલર છે, તે અત્યાર સુધી ઘણું ક્રિકેટ રમ્યો છે અને ઘણી વિકેટ લીધી છે. અશ્વિને ભારત તરફથી ઘણી લિમિટેડ ઓવર ક્રિકેટ પણ રમી છે. જોકે અશ્વિન જાણતો હતો કે અત્યારનો સમય તેના માટે એક પડકાર સમાન છે. કારણ કે તે ત્રણ કે ચાર વર્ષ પછી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો હતો, પરંતુ અશ્વિને આજે ફરીથી પોતાનો ક્લાસ દર્શાવી દીધો છે. તમને જ્યારે વિકેટ્સની જરૂર હોય ત્યારે અશ્વિન વિકેટ અપાવે છે.

રોહિતે પત્રકારોને કહ્યું ઘણા સમય પછી ઓફલાઈન મળ્યા
રોહિતે પત્રકારોને કહ્યું ઘણા સમય પછી ઓફલાઈન મળ્યા

રોહિતે વધુમાં જણાવ્યું હતું કે- અશ્વિન એવો બોલર નથી કે જે માત્ર 6 બોલ ફેંકે, તે હંમેશા વિકેટની શોધમાં હોય છે. જ્યારે તમે આવા બોલરને પ્લેઈંગ-11માં રાખો છો, તો તે તમને હંમેશા વિકેટ ઝડપી આપે છે. અશ્વિને IPLમાં સારી બોલિંગ કરી છે અને અત્યારે વળી તે સારા ફોર્મમાં પણ છે. હું ખુશ છું કે અશ્વિને આજે ભારતની જીતમાં યોગદાન આપ્યું. મને આશા છે કે તે આગામી મેચમાં પણ આવું જ કરતો રહેશે.

અશ્વિને 4 ઓવરમાં 14 રન આપી 2 વિકેટ લીધી હતી
અશ્વિને 4 ઓવરમાં 14 રન આપી 2 વિકેટ લીધી હતી

અશ્વિને કંજૂસી દાખવી બોલિંગ કરી
અફઘાનિસ્તાન વિરૂદ્ધ રમાયેલી મેચમાં રવિચંદ્રન અશ્વિને 4 ઓવરના સ્પેલમાં માત્ર 14 રન આપી 2 મહત્ત્વપૂર્ણ વિકેટ પણ લીધી હતી. તેની બોલિંગ સામે અફઘાનિસ્તાની ક્રિકેટર એક-એક રન કરવા માટે વલખાં મારતા હતા. તમને જણાવી દઈએ કે અશ્વિને લગભગ 4 વર્ષ પછી T20 ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે બોલિંગ કરી છે. તેની પોતાની છેલ્લી T-20I મેચ વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ 9 જુલાઈ 2017ના રોજ રમી હતી.

અન્ય સમાચારો પણ છે...