ઈન્ડિયન ઓપનર્સનું ખરાબ પ્રદર્શન:શું રોહિત અને રાહુલને ભારે પડ્યું આફ્રિદીની બોલિંગ પર હોમવર્ક ન કરવું?

એક મહિનો પહેલા

T-20 વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન જેવા કટ્ટર હરીફ ટીમ સામે ઈન્ડિયાના ઓપનર્સ ઓછા રનમાં આઉટ થવાના કારણે ઘણા સવાલો ઉભા થયા છે.

સૌથી મોટો પ્રશ્ન રોહિત શર્મા અને કેએલ રાહુલને આઉટ કરનારા પાકિસ્તાનના યુવા પેસર શાહીન આફ્રિદીની બોલિંગને સમજી ન શકવાનો છે. બંને લેજન્ડરી બેટ્સમેનોના આઉટ થવાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેઓ 'હોમવર્ક' કર્યા વગર આફ્રિદીની બોલિંગ સામે રમવા ઉતર્યા હતાં.

સમગ્ર દુનિયા જાણે છે કે શાહીન પહેલી ઓવરમાં વિકેટ ખેરવે છે
શાહીન આફ્રિદીએ અત્યાર સુધી પોતાના કરિયરમાં 62 T-20 મેચ રમ્યો છે. તેની બોલિંગ વિશે દરેક ક્રિકેટ ફેન જાણે છે કે તે પહેલી ઓવરમાં ઓવરપિચ બોલને સ્વિંગ કરીને વિકેટ લેવા માટે પ્રસિદ્ધ છે. રોહિતની વિકેટ લઈને શાહીની 62મી મેચમાં 22મી વખત પહેલી જ ઓવરમાં વિકેટ ખેરવી છે.

રોહિત શર્મા તે બોલ માટે તૈયાર જ નહોતો
રોહિતના આઉટ થવાથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તે શાહીનના રેકોર્ડને ધ્યાનમાં રાખીને તૈયાર નથી અને તેણે બોલ કેઝ્યુઅલી રમીને વિકેટ ગુમાવી દીધી હતી.

આજ પ્રમાણે કેએલ રાહુલ પણ શાહીન આફ્રિદીની બોલિંગ પર આઉટ થયો હતો. શાહીનની અંદરની તરફ આવતી બોલને રાહુલ સમજી જ ન શક્યો અને ક્લિન બોલ્ડ થયો.

અન્ય સમાચારો પણ છે...