ચિઠ્ઠીમાં શું હતું?:ધોની-શાસ્ત્રીએ મળીને બનાવ્યો હતો જીતનો પ્લાન, રોહિત-રાહુલે નાવ પાર લગાવી

યુએઇએક મહિનો પહેલા
  • રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ મેચમાં 3-3 વિકેટ ઝડપી હતી

ટીમ ઈન્ડિયા અને સ્કોટલેન્ડની વચ્ચે રમાયેલી શુક્રવારની મેચમાં ભારતીય બોલરોએ કમાલની બોલિંગ કરી હતી અને સ્કોટલેન્ડની ટીમને 17.4 ઓવરમાં 85 રન પર ઓલઆઉટ કરી હતી. રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ મેચમાં 3-3 વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ભારતના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ વિક્રમ રાઠોડ મેન્ટર મહેન્દ્ર સિંહ ધોનીની પાસે એક ચિઠ્ઠી લઈને આવે છે.

ત્યાર બાદ એ ચિઠ્ઠી જુએ છે અને કોચ રવિ શાસ્ત્રી સાથે વાત કરે છે. આ દરમિયાન હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવે પણ એ ચિઠ્ઠી જોઈ અને બેટિંગ કોચ વિક્રમ સાથે વાત કરી. જ્યારે ખેલાડી આ ચિઠ્ઠી વિશે વાત કરી રહ્યા હતા. ત્યાર બાદ કોચ રવિ શાસ્ત્રી અને મેન્ટર ધોનીએ પણ એ ચિઠ્ઠી વિશે ચર્ચા કરી હતી.

ચિઠ્ઠીમાં શું હતું?
એવું માનવામાં આવે છે કે એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ટીમ ઈન્ડિયાએ સ્કોટલેન્ડ સામે કેટલા બોલમાં લક્ષ્યનો પીછો કરવાનો છે. દરેક જણ આ વિશે ચર્ચા કરી રહ્યા હતા. આ સમયે ટીમ ઈન્ડિયા માટે નેટ રન રેટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. સ્કોટલેન્ડ સામે ભારતીય ટીમને 7.1 ઓવરમાં ટાર્ગેટનો પીછો કરવો પડ્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાનના નેટ રન રેટથી આગળ નીકળી જશે. ભારતીય ટીમ હવે છેલ્લી આશા અફઘાનિસ્તાન જ છે. જો તે ન્યૂઝીલેન્ડને હરાવશે તો જ ટીમ માટે સેમી-ફાઇનલમાં પહોંચવાની તક રહેશે.

ટીમ ઈન્ડિયાએ શાનદાર પીછો કર્યો
ટાર્ગેટનો પીછો કરતા રોહિત શર્મા અને કેએલ રાહુલે ભારતને ધમાકેદાર જીત અપાવી હતી. બંનેએ 30 બોલમાં 70 રન ઉમેર્યા હતા. રોહિત શર્માએ 16 બોલમાં 30 રન બનાવ્યા હતા, જ્યારે રાહુલના બેટથી માત્ર 19 બોલમાં 50 રનની ઇનિંગ જોવા મળી હતી.

રોહિતની વિકેટ બ્રેડલી વ્હીલ અને રાહુલની વિકેટ માર્ક વોટના ખાતામાં આવી. ટીમે 2 વિકેટના નુકસાને 6.3 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...