12 વર્ષીય છોકરીની કમાલ:T-20 વર્લ્ડ કપ માટે સ્કોટલેન્ડની જર્સી ડિઝાઈન કરી, ICCએ પણ પ્રશંસા કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

T-20 વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડની ટીમ ક્વોલિફાઇંગ મેચમાં રમી રહી છે. સ્કોટલેન્ડની ટીમે તેના ડ્રેસ તેમજ રમતથી દરેકને પ્રભાવિત કર્યા છે. સ્કોટલેન્ડે પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું, ત્યારબાદ બીજી મેચમાં પાપુઆ ન્યૂ ગિનીને હરાવ્યું હતું. ચાહકો સ્કોટલેન્ડના જાંબલી રંગના ડ્રેસને ખૂબ પસંદ કરે છે. આ ડ્રેસ 12 વર્ષની છોકરીએ ડિઝાઇન કર્યો છે. જેની માહિતી ક્રિકેટ સ્કોટલેન્ડે શેર કરી છે.

સ્કોટલેન્ડ અને પાપુઆ ન્યૂ ગિની સામેની મેચ દરમિયાન, સ્કોટલેન્ડ ક્રિકેટે સોશિયલ મીડિયા પર રેબેકા ડાઉની નામની છોકરીની તસવીર શેર કરી અને જર્સી ડિઝાઇન કરવા બદલ તેનો આભાર માન્યો હતો. તેણે ફોટાની સાથે લખ્યું હતું કે " 12 વર્ષીય રેબેકા ડાઉની ટીવી પર અમારી પ્રથમ મેચ જોતી હતી, તેણે ગર્વથી ટી-શર્ટ પહેર્યું હતું, રસપ્રદ વાત તો એ રહી કે આ જર્સીને ડિઝાઈન પણ રેબેકાએ જ કરી છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પણ રેબેકા વિશે જાણીને આશ્ચર્યચકિત છે. ICCએ આ અંગે પ્રતિક્રિયા આપી, સ્કોટલેન્ડ ક્રિકેટની પોસ્ટ શેર કરી લખ્યું હતું કે 'શું અદ્ભુત કીટ છે, અદ્ભુત કામ કર્યું છે રેબેકા.'

અન્ય સમાચારો પણ છે...