પ્રથમ વખત રોહિતની કેપ્ટનશિપમાં રમ્યો વિરાટ:શર્માએ કહ્યું- ચીકુ છઠ્ઠો બોલર છે, તો કોહલી બેટિંગ કરવા ન આવ્યો

યુએઇ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગભગ પાંચ વર્ષ બાદ ટી-20માં બોલિંગ કરતો નજરે પડ્યો કોહલી

ઓસ્ટ્રેલિયા સામે પ્રેક્ટિસ મેચમાં પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત વિરાટ કોહલી રોહિત શર્માની કેપ્ટનશિપમાં રમ્યો. આમ તે લગભગ પાંચ વાર્ષ બાદ ટી-20માં બોલિંગ કરતો નજરે પડ્યો છે. તેણે 2 ઓવરની બોલિંગ કરી. રોહિત શર્માનું કહેવું છે કે આ ટી-20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી અને તે પોતે છઠ્ઠા બોલરની ભૂમિકા નિભાવશે.

આ પછી વિરાટ કોહલીએ બે ઓવર ફેંકી હતી. એ સમગ્ર મેચ દરમિયાન મેદાનમાં રહ્યો, ફિલ્ડિંગ કરતો રહ્યો, પરંતુ જ્યારે બેટિંગની વાત આવી ત્યારે તે રમવા માટે બહાર આવ્યો નહીં. ઇંગ્લેન્ડ સામે પ્રેક્ટિસ મેચમાં તેનું બેટ શાંત રહ્યું. આ અર્થમાં તેણે બેટિંગ કરવી જોઈતી હતી, પરંતુ 2 વિકેટ પડ્યા બાદ પણ તે બેટિંગ કરવા આવ્યો ન હતો.

કોહલીની બોલિંગ જોઈ સ્મિથ પણ હસી પડ્યો

હકીકતમાં ભલે આ મેચમાં વિરાટ કોહલી કેપ્ટન ન હતો, પણ તે ફિલ્ડિંગ કરતી વખતે ઘણી વખત ભૂલી જતો હતો કે તે કેપ્ટન નથી. તેણે ઓસ્ટ્રેલિયાની ઇનિંગની 13મી ઓવરમાં DRSની રિવ્યુની માગણી કરી હતી. પછી અચાનક તેને યાદ આવ્યું કે તે કેપ્ટન નથી, તેથી તેણે તેનો હાથ નીચે કર્યો અને હસવા લાગ્યો. આમેય પ્રેક્ટિસ મેચમાં DRS પણ કામ કરતું નથી.

ચાલો, ઓસ્ટ્રેલિયા અને ભારતની પ્રેક્ટિસ મેચની કેટલીક એવી તસવીરો જોઈએ, જેમાં કોહલીનો સંપૂર્ણપણે બદલાયેલો દેખાવ જોવા મળ્યો-

વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે પોતાને રજૂ કર્યો.
વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે પોતાને રજૂ કર્યો.
સ્ટીવ સ્મિથ પણ કોહલીની એક્શન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
સ્ટીવ સ્મિથ પણ કોહલીની એક્શન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.
કોહલી બોલિંગ કરતાં પહેલાં વોર્મ અપ કરે છે.
કોહલી બોલિંગ કરતાં પહેલાં વોર્મ અપ કરે છે.
કેપ્ટન રોહિત શર્માના નિર્ણય બાદ બોલિંગ માટે વિરાટ કોહલી બોલ માગી રહ્યો છે.
કેપ્ટન રોહિત શર્માના નિર્ણય બાદ બોલિંગ માટે વિરાટ કોહલી બોલ માગી રહ્યો છે.
કોહલી ફિલ્ડ સ્ટે-અપ પહેલાં રાહુલ ચાહર સાથે વાત કરી રહ્યો છે.
કોહલી ફિલ્ડ સ્ટે-અપ પહેલાં રાહુલ ચાહર સાથે વાત કરી રહ્યો છે.
વિકેટ લેવા બદલ વિરાટ કોહલીએ તેને અભિનંદન પાઠવ્યાં હતાં.
વિકેટ લેવા બદલ વિરાટ કોહલીએ તેને અભિનંદન પાઠવ્યાં હતાં.
મેચ પહેલાં ચાર દિગ્ગજ એકસાથે. કોચ રવિ શાસ્ત્રી, મેન્ટર મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી.
મેચ પહેલાં ચાર દિગ્ગજ એકસાથે. કોચ રવિ શાસ્ત્રી, મેન્ટર મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી.
અન્ય સમાચારો પણ છે...