ઓમાનનો ધવન છે જતિંદર:કારપેન્ટર પિતા સાથે ઓમાન રહેવા આવ્યો હતો, જાણો લુધિયાનામાં ગલી ક્રિકેટ રમતા સ્ટાર ક્રિકેટર કેવી રીતે બન્યો?

એક મહિનો પહેલાલેખક: રાજકિશોર
  • કૉપી લિંક

T-20 વર્લ્ડકપમાં ક્વોલિફાઈ મેચ રમનાર ઓમાન ટીમના સ્ટાર ખેલાડી જતિંદર લુધિયાણાનો રહેવાસી છે. જતિંદરે રમેલી અત્યાર સુધીની મેચોમાં તે ઓમાનનો ટોપ સ્કોરર રહ્યો છે. તેણે પાપુઆ ન્યૂ ગિની વિરુદ્ધ 42 બોલ પર 73 રન અને બાંગ્લાદેશ વિરુદ્ધ 33 બોલ પર 40 રન બનાવ્યા. જતિંદરનો જન્મ તો પંજાબના લુધિયાણામાં થયો હતો, પરંતુ 15 વર્ષની ઉંમરે તે પરિવાર સાથે ઓમાન શિફ્ટ થયો હતો.

જતિંદરના રમવાની સ્ટાઈલ એવી છે જેનાથી લોકો તેમની તુલના શિખર ધવન સાથે કરી રહ્યા છે. ભાસ્કરે તેમની સાથે વાત કરી અને જાણ્યું કે તેમના ક્રિકેટ કરિયરની શરુઆત કેવી રીતે થઈ, શું તેમને ઈન્ડિયન ક્રિકેટ તરફથી ન રમવાનો કોઈ પસ્તાવો છે અને શું તે પણ ઈન્ડિયા પાકિસ્તાન મેચ માટે આતુર હોય છે જેટલા બંને દેશના લોકો રહે છે. વાંચો તેમની સાથેની વાતચીતના અમુક અંશ........

સવાલ: તમારું ક્રિકેટ કરિયર કેવી રીતે શરુ થયું? ઓમાન કેવી રીતે ગયા અને ત્યાં ક્રિકેટ સાથે કેવી રીતે જોડાયા?
જતિંદર: અમારી ફેમેલીમાં કોઈ પણ સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડથી નહોતું. તેથી મારા માટે મોટો પડકાર હતો કે ક્રિકેટને કરિયરમાં કેવી રીતે પરિવર્તન કરવું. 2003માં મારો પરિવાર ઓમાન શિફ્ટ થયો હતો. મારા પિતા 1975થી મસ્કટમાં નોકરી કરી રહ્યા હતાં. તેઓ રોયલ ઓમાન પોલીસમાં કારપેન્ટર છે. જ્યારે અમે ઓમાન પહોંચ્યા ત્યારે મને ક્રિકેટ વિશે જાણકારી નહોતી. મેં લુધિયાણામાં માત્ર મારા ભાઈઓ અને મિત્રો સાથે ક્રિકેટ રમ્યો હતો. ઓમાન આવીને સ્કૂલ પણ મિડ-ટર્મમાં જોઈન કરી તો સ્કૂલ ટીમમાં સિલેક્શન ન થયું. બીજા વર્ષે ઈન્ટર હાઉસ મેચ માટે ટ્રાઈ કર્યુ તો સિલેક્ટ થઈ ગયો અને ત્યાંથી જ મેં ક્રિકેટ રમવાનું શરુ કર્યું.

સવાલ: તમે ક્યારેય ક્રિકેટ એકેડમી જોઈન કરી છે? તથા તમારો કોચ કોણ હતો?
જતિંદર: હું ક્યારેય ક્રિકેટ એકેડમી સાથે જોડાયો નથી અને મારો કોઈ કોચ નથી. ઓમાન આવીને મેં સ્કૂલ ટીમમાં રમવાનું શરુ કર્યું, ત્યાર બાદ એક વર્ષ સુધી અંડર 15 માટે રમ્યો. પછી અંડર 19 ટીમમાં આવ્યો, 2007માં મને અંડર 19 ટીમમાં ઓમાન તરફથી રમવાની તક મળી. હું ટીમમાં વિકેટ કિપર અને બેટ્સમેન હતો. ત્યાર બાદ 2011માં હું મુખ્ય ટીમનો ભાગ બન્યો. ત્યારથી હું નેશનલ ટીમ માટે રમી રહ્યો છું.

સવાલ: ક્રિકેટર બનવા માટે પરિવારે કેટલો સહકાર આપ્યો?
જતિંદર: પરિવાર સાથે સ્ટ્રગલ એવો હતો કે પરિવારન વિશ્વાસ નહોતો કે હું સ્પોર્ટ્સમાં પોતાનું નામ બનાવી શકીશ. તેમનું બસ એટલું જ કહેવું હતું કે સારી રીતે ભણો, સારા નંબરે પાસ થાઓ અને પોતાની જીંદગીમાં આગળ વધો. મને ભણવામાં રસ નહોતો માટે સ્પોર્ટ્સ રમતો હતો. ફુટબોલ,વોલિબોલ, શોટપુલ પણ રમ્યો છું.
પોતાને ફિટ રાખવા માટે હું ક્રિકેટ સિવાય આ સ્પોર્ટ્સ પણ રમતો હતો.

જતિંદર પોતાના પરિવાર સાથે
જતિંદર પોતાના પરિવાર સાથે

સવાલ: ઓમાનની ટીમમાં ભારતીય અને પાકિસ્તાની ખેલાડી છે, તો તમે ક્યારેય ભારત-પાકિસ્તાનના મેચ વિશે ચર્ચા કરો છો?
જતિંદર: જી, ઓમાનની ટીમમાં 5 ખેલાડી ભારતથી, 1 ઓમાનથી અને બાકીના પાકિસ્તાનથી છે. અમે બધા ઈન્ડિયા-પાકિસ્તાન મેચ જોઈએ છીએ અને ચર્ચા પણ કરીએ છે, પરંતુ અમારી વાતચીત હેલ્થી હોય છે. અમે ખેલાડીઓની સ્કિલ્સ વિશે વાત કરીએ છીએ, કોનામાં સારી સ્કિલ્સ છે, કોનો ગેમપ્લાન સારો છે અને ક્યો ખેલાડી પ્રેશરમાં પણ સારી રીતે રમી શકે છે. મારો ઓલ ટાઈમ ફેવરિટ પ્લેયર વિરાટ કોહલી છે, તો મારું ફોકસ તેમના પર જ હોય છે. 24 ઓક્ટોબરે રમનારી મેચ અમે દરેક ટીમ મેમ્બર્સ સાથે જોવાના છે.

સવાલ: ભારત અને પાકિસ્તાન મેચમાં કોને જીતતા જોવા માગો છો?
જતિંદર: હું ઈન્ડિયન ટીમનો ફેન છું, હું પ્રાર્થના કરીશ કે ઈન્ડિયા મેચ જીતે. મારા આદર્શ ખેલાડી વિરાટ, રોહિત સારા રન મારે.

સવાલ: તમારો ફેવરિટ પ્લેયર વિરાટ કોહલી છે, પરંતુ તમારી સ્ટાઈલ શિખર ધવન જેવી છે. થાઈઝ પર હાથ મારીને સેલિબ્રેટ કરવાની સ્ટાઈલ શું તમે શિખરને જોઈને અપનાવી?
જતિંદર: શિખર ધવન અને કોહલી બંને ગ્રેટ ટીમના ગ્રેટ પ્લેયર છે. આ માત્ર એક સંજોગ છે કે શિખર અને મારો સિગ્નેચર મૂવ એક જેવો છે. આ રમતનો એક ભાગ છે. મને દરેક એજ પૂછે છે કે તમારો અને શિખરનો સિગ્નેચર મૂવ સેમ છે તો મને પણ લાગે છે કે હું ખૂબ નસીબદાર છું કે મને તેમની જોડે સરખાવવામાં આવી રહ્યો છે. મારા માટે તે મોટી પોઝિટીવ અને મોટિવેશન દેનારી વાત છે. એશિયા કપ માટે જ્યારે 2015માં અમે બાંગ્લાદેશ આવ્યા હતા ત્યારે અમારી ટીમ અને ઈન્ડિયન ટીમ એક જ હોટલમાં રોકાઈ હતી. ત્યારે ખેલાડીઓને મળીને ખૂબ સારું લાગ્યું હતું.

સવાલ: ઓમાનમાં તમારું કરિયર કેવું રહેશે?
જતિંદર: મેં 2003થી રમવાનું શરુ કર્યું હતું, અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં ટીમના ક્રિકેટમાં ઘણો ફરક આવ્યો છે. પહેલા ટીમની બોલિંગ સારી હતી પરંતુ હવે ટીમના મોટા ભાગના સભ્યો ઓલરાઉન્ડર છે.

સવાલ: ઓમાનમાં ક્રિકેટ કેટલું લોકપ્રિય છે? કેમ કે મોટાભાગના ખેલાડી ભારતીય મૂળ અને પાકિસ્તાની મૂળના છે?
જતિંદર: ક્રિકેટ ચાહનારા જ ઓમાનમાં ક્રિકેટ લઈને આવ્યા છે. પાછલા એક-બે વર્ષમાં લોકો તરફથી સારો ફિડબેક મળી રહ્યો છે અને નાના બાળકો ક્રિકેટ એકેડમીમા જોડાવવા લાઈનો લગાવી રહ્યા છે. સ્કૂલ કોલેજોમાં પણ ક્રિકેટ કોંચિગ શરુ કરવામાં આવી છે.

સવાલ: આ ટી-20 વર્લ્ડકપથી તમારી શું આશા છે?
જતિંદર: મને આશા છે કે અમે ક્વોલિફાઈ કરી શકીશું. અમારી ટીમ સારી રીતે રમી રહી છે. દરેક મળીને જીતવા માટે પોતાનું 100% આપી રહ્યા છે.

સવાલ: તમે ઈન્ડિયન ટીમ તરફથી નથી રમી રહ્યા તો શું તમને તેનો કોઈ પસ્તાવો છે?
જતિંદર: મેં ક્રિકેટ ઓમાનમાં જ શીખ્યું. મને કોઈ અફસોસ નથી કે હું ઈન્ડિયન ટીમમાં નથી રમ્યો. ઓમાને મને મારી ક્ષમતા કરતા વધુ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...