નેટ રન રેટનો ખેલ:સેમિફાઈનલની રેસમાં રહેવા માટે અફઘાનિસ્તાનને 99 રનમાં ઓલઆઉટ કરવું જરુરી હતું, મેચ બાદ ઈન્ડિયાનો રન રેટ +0.07

એક મહિનો પહેલા

ભારતીય ટીમ હાલમાં અફઘાનિસ્તાન ટીમ સામે 2021ના ટી-20 વર્લ્ડ કપના ત્રીજા સુપર 12 મુકાબલો રમાયો હતો. જેમાં ઈન્ડિયાનો 66 રને વિજય થયો છે. ભારતીય તેમજ અફઘાનિસ્તાન બંને ટીમોમાં ક્વોલિફિકેશન માટે અનેક ગણતરીઓ ચાલી રહી છે. પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 210/2નો સ્કોર નોંધાવ્યો હતો. ઈન્ડિયન બેટ્સમેને અફઘાનિસ્તાનના બોલરોની ધૂલાઈ કરી હતી. ભારતીય ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્માએ માત્ર 14.4 ઓવરમાં ઓપનિંગ વિકેટ માટે 140 રનની સનસનાટીભરી ભાગીદારી કરતાં જંગી સ્કોરનો પાયો નંખાયો. તેવામાં ઈન્ડિયન ટીમ માટે ઓછામાં ઓછા 99 રનમાં અફઘાનિસ્તાનને ઓલઆઉટ કરવી જ પડશે. જો અફઘાની ટીમ આ સ્કોરને વટાવી દેશે તો વિરાટ સેનાને નેટ રન રેટમાં મોટો ફટકો પડી શકે છે.

ત્યાર બાદ હાર્દિક પંડ્યા અને રિષભ પંતની તોફાની ઈનિંગ્સની મદદથી ઈન્ડિયા 200+નો સ્કોર કરી શકી અને આવું કરનારી ટૂર્નામેન્ટની પ્રથમ ટીમ પણ બની.

ઈન્ડિયા અને અફઘાનિસ્તાન માટે ક્વોલિફિકેશનની સ્થિતિ
હવે જો અફઘાનિસ્તાન 120 રન બનાવશે અને ભારત તેમને 90 રનથી હરાવશે તો તેનો અર્થ એ થશે કે ભારતની નેટ રન રેટ (NRR) +0.50 હશે, જ્યારે અફઘાનિસ્તાનની NRR +1.20 હશે. જો મોહમ્મદ નબીની આગેવાની હેઠળની ટીમ 140 રનમાં સમેટાઈ જશે તો ભારતની NRR +0.1 પર આવી જશે, જ્યારે અફઘાનિસ્તાન +1.40 પર જશે.

જો અફઘાનિસ્તાનની ટીમ કુલ 160 રન બનાવશે તો ભારતની NRR નેગેટિવ (-0.20)માં જશે, જ્યારે અફઘાનિસ્તાનની NRR +1.70 સુધી જશે. અને છેલ્લે, જો અફઘાનિસ્તાન 180 રન કરવામાં સફળ થશે, તો વિરાટ કોહલી અને તેની ટીમની NRR -0.60 હશે, જ્યારે અફઘાનિસ્તાનની NRR 2ની નજીક (NRR +1.90)ની નજીક રહેશે. ઈન્ડિયા હાલ ગ્રુપમાં પાંચમા નંબરે છે અને હજી સુધી ટૂર્નામેન્ટમાં જીત હાંસલ કરી નથી. બીજી બાજૂ અફઘાનિસ્તાન 2જા નંબરે છે.

અન્ય સમાચારો પણ છે...