ટૂર્નામેન્ટના યાદગાર કિસ્સા:કેચ છૂટ્યા પછી બેટર વિસ્ફોટક પ્રદર્શન કરવા લાગ્યા, એક મેચમાં છગ્ગાની તો બીજીમાં ચોગ્ગાની હેટ્રિક મારી; વિલિયમ્સને પણ ફાયદો ઉઠાવ્યો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

આ T-20 વર્લ્ડ કપની ફાઇનલ અને સેમીફાઇનલમાં કેચ છૂટ્યા પછી બેટરનું નસીબ બદલાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. હવે સેમીફાઇનલમાં AUSના મેથ્યૂ વેડની 3 સિક્સ હોય કે પછી ફાઇનલમાં કેનની ચોગ્ગાની હેટ્રિક, બંને વિસ્ફોટક બેટર કેચ છૂટ્યા પછી અલગ જ અંદાજે બેટિંગ કરતા જોવા મળ્યા હતા. જોકે ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટથી મેચ જીતી 14 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર T-20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું છે. પરંતુ આ મેચમાં સૌથી વધુ રન કરનારો બેટર કેન વિલિયમ્સન રહ્યો હતો. તો ચલો આપણે કીવી ટીમની બેટિંગ દરમિયાન થયેલા રોમાંચક કિસ્સા પર નજર ફેરવીએ....

PAK વિરૂદ્ધની મેચમાં વેડની બેક ટુ બેક સિક્સ કેચ છૂટ્યા પછી આવી
PAK વિરૂદ્ધની મેચમાં વેડની બેક ટુ બેક સિક્સ કેચ છૂટ્યા પછી આવી

કેચ છૂટવો અને ચોગ્ગા-છગ્ગાની હેટ્રિકનો સંયોગ!
સેમીફાઇનલમાં પાકિસ્તાન વિરૂદ્ધ મેથ્યૂ વેડે કેચ છૂટ્યા પછી બેક ટુ બેક 3 સિક્સ મારી હતી. તેવી જ રીતે ફાઇનલમાં કીવી ટીમના કેપ્ટને ઓસ્ટ્રેલિયન બોલર સ્ટાર્કની ઓવરમાં કર્યું હતું. વિલિયમ્સને 11મી ઓવરના ત્રીજા બોલ પર લોફ્ટેડ શોટ માર્યો હતો, જેનો સરળ કેચ જોશ હેઝલવુડે છોડ્યો હતો અને બોલ બાઉન્ડરી લાઈનના બહાર જતો રહ્યો હતો. ત્યારપછી કેન વિસ્ફોટક બેટિંગ કરવા લાગ્યો અને બીજા 2 બોલમાં 2 ચોગ્ગા માર્યા હતા. (જોકે પાક. વિરૂદ્ધ મેથ્યૂ વેડે કેચ ડ્રોપ થયા પછીના 3 બોલમાં 3 છગ્ગા માર્યા હતા, જ્યારે અહીં વિલિયમ્સનનો કેચ ડ્રોપ થયો અને ચોગ્ગો ગયો હતો.)

2 ઈનિંગ અને વર્લ્ડ કપ ઈતિહાસમાં છવાયા
મેથ્યૂ વેડ અને કેન વિલિયમ્સન આ વર્લ્ડ કપના સુપર-12 રાઉન્ડમાં ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. પરંતુ સેમીફાઇનલમાં મેથ્યૂ વેડ અને ફાઇનલમાં વિલિયમ્સને પોતાના પ્રદર્શનથી વર્લ્ડ કપ ઈતિહાસમાં પોતાનું નામ બનાવી લીધું હતું.

વિલિયમ્સનની ફિફ્ટી
કેપ્ટન કેન વિલિયમ્સને 31 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી હતી. તેણે મેક્સવેલની ઓવરમાં સિક્સ મારી ફિફ્ટી ફટકારી હતી. ત્યારપછી કેન વિલિયમ્સન આક્રમક બેટિંગ કરતો જોવા મળ્યો હતો.
કેન વિલિયમ્સને T20iમાં 14મી અને આ ટૂર્નામેન્ટની પહેલી અર્ધસદી મારી હતી.

સ્ટાર્કના પડ્યા પર પાટું
કેન વિલિયમ્સનને લગભગ પેવેલિયન ભેગો કરી દેનાર AUS બોલર સ્ટાર્કની 16મી ઓવર ઘણી મોંઘી રહી હતી. આ ઓવરમાં કેન વિલિયમ્સને પહેલા 2 બોલમાં ચોગ્ગા પછી ત્રીજા બોલ પર સિક્સ મારી આક્રમક બેટિંગ કરી હતી. જોકે ફિફ્ટી પૂરી કર્યા પછી કેને સ્ટાર્કની પેસનો ફાયદો ઉઠાવીને આ ઓવરના છેલ્લા 2 બોલમાં 2 ચોગ્ગા મારી 22 રન સ્કોર બોર્ડમાં ઉમેરી દીધા હતા.

હેઝલવુડે કેપ્ટન કેન સાથે બદલો લીધો
જોશ હેઝલવુડે ઈનિંગની 18મી ઓવરમાં 2 વિકેટ લીધી હતી. આ ઓવરના બીજા બોલ પર તેણે સૌથી પહેલા ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યો હતો. જોકે ત્યારપછીના બોલ પર કીવી કેપ્ટન કેને ચોગ્ગો મારી હેઝલવુડને વળતો જવાબ આપ્યો હતો. પરંતુ તેની ઓવરના પાંચમા બોલ પર લોફ્ટેડ શોટ મારવા જતા NZના કેપ્ટન કેન વિલિયમ્સન 85 રનના સ્કોર પર સ્ટીવ સ્મિથ દ્વારા કેચ આઉટ થયો હતો. T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં કોઈપણ કેપ્ટનની આ સૌથી મોટી ઈનિંગ છે.

અન્ય સમાચારો પણ છે...