સ્થાન જમાવવાની આશા:બાંગ્લાદેશ સુપર-12માં સ્થાન મેળવવા ઉતરશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીએનજી સામે બપોરે 3.30 કલાકે મેચ, સાંજે 7.30 કલાકે ઓમાન અને સ્કોટલેન્ડ ટકરાશે

બાંગ્લાદેશે ટી20 વર્લ્ડ કપની સુપર-12માં સ્થાન બનાવવા આશાઓ જીવંત રાખી છે. તેણે છેલ્લી મેચમાં ઓમાનને હરાવ્યું હતું. હવે બાંગ્લાદેશની ટક્કર અપેક્ષાકૃત નબળી પાપુઆ ન્યૂ ગિની (પીએનજી)ની ટીમ સાથે થશે. આ મેચ બાંગ્લાદેશે મોટા અંતરથી જીતવાની રહેશે. પીએનજીની ટીમ છેલ્લે ઓમાન અને સ્કોટલેન્ડ સામેની મેચમાં હારી ગઈ હતી. એટલે બાંગ્લાદેશ માટે પીએનજી સામેની મેચ સરળ દેખાઈ રહી છે. હવે સુપર-12માં પ્રવેશવાની આશા જાળવી રાખવા બાંગ્લાદેશની ટીમ મોટા અંતરે જીતે છે કે નહીં એ જોવાનું રહેશે. બાંગ્લાદેશના સીનિયર ખેલાડી શાકિબ, કેપ્ટન મોહમ્મદુલ્લા અને મુશફિકુર રહીમ પાસે સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.

ઓમાનને હરાવીને સુપર-12માં પહોંચી શકે છે સ્કોટલેન્ડ
સ્કોટલેન્ડની ટીમ ઓમાનને હરાવીને સુપર-12માં સ્થાન મેળવી શકે છે. સ્કોટલેન્ડની ટીમ ફોર્મમાં છે. તેણે ગ્રૂપ-બીમાંથી ક્વોલિફાય કરનારી પ્રથમ ટીમ બનવા પ્રદર્શનમાં થોડો સુધારો કરવો પડશે. ઓમાનની ટીમ મજબૂત છે અને બિલાલ ખાન જેવો ફાસ્ટ બોલર તેની પાસે છે. ઓપનર જતિંદર અને ઈલિયાસ પણ કન્સિસ્ટન્ટ છે. સ્કોટલેન્ડના રિચી બેરિંગટન અને જ્યોર્જ મુન્સે બેટિંગમાં શ્રેષ્ઠ છે. બ્રેડ વ્હીલ અને જોશ ડેવીની બોલિંગ સારી છે. ઓમાન પાસે પ્રથમ બેટિંગ કરીને મોટો સ્કોર કરવાની તક છે, તો લક્ષ્યનો બચાવ કરવા બોલિંગ અને ફિલ્ડિંગ પણ મજબુત છે.

અન્ય સમાચારો પણ છે...