ટી-20 વર્લ્ડ કપ 2021:બાંગ્લાદેશ આ વર્ષે સૌથી વધુ મેચ જીતનારી ટીમ, સુપર-12માં પહોંચી

મસ્કતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાંગ્લાદેશે પપુઆ ન્યૂ ગિનીને 84 રને હરાવ્યું
  • બાંગ્લાદેશે 2021માં ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 11મી જીત હાંસલ કરી

બાંગ્લાદેશે પોતાની આખરી લીગ મેચમાં પપુઆ ન્યૂ ગિની (પીએનજી)ની ટીમને 84 રને હરાવી દીધી. આ જીત સાથે જ બાંગ્લાદેશે ટી-20 વર્લ્ડ કપમાં સુપર-12માં જગ્યા બનાવી લીધી. બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરીને 181/7નો સ્કોર કર્યો. કેપ્ટન મહમૂદુલ્લાએ 50 રન ફટકાર્યા.

જવાબમાં પીએનજીની ટીમ 97 રને આઉટ થઈ ગઈ. આ વર્ષે બાંગ્લાદેશની આ 11મી જીત છે. 2021માં સૌથી વધુ મેચ જીતવાના મામલામાં બાંગ્લાદેશ દક્ષિણ આફ્રિકા સાથે સંયુક્ત રીતે ટોપ પર છે. ઑલરાઉન્ડર શાકિબ આ મેચનો હીરો રહ્યો.

તેણે 37 બૉલમાં 47 રનની ઈનિંગ રમી. ત્યાર પછી 4 ઓવરમાં ફક્ત 9 રન આપીને 4 વિકેટ પણ લીધી. ટી-20માં આ તેનો બીજા ક્રમનો શ્રેષ્ઠ દેખાવ છે. શાકિબને મેન ઓફ ધ મેચનો ખિતાબ અપાયો. આઈસીસી ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશની પાછલી છ જીતમાંથી તમામમાં તે પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ થયો હતો. શાકિબ ટી-20 વર્લ્ડ કપમાં ત્રીજી વાર મેન ઓફ મેચ બન્યો છે. તે આ ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ એવોર્ડ જીતનારો ખેલાડી પણ છે.

અન્ય સમાચારો પણ છે...