શાકિબે ઈતિહાસ રચ્યો:બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબે T-20માં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો, મલિંગાને ઓવરટેક કર્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

T-20 વર્લ્ડ કપના ક્વોલિફાઈંગ રાઉન્ડની પહેલી મેચમાં બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ઈતિહાસ રચ્યો હતો. શાકિબ અલ હસને ઈન્ટરનેશનલ T-20 મેચમાં સૌથી વધુ વિકેટ (108 વિકેટ- શાકિબ) ઝડપી લસિથ મલિંગાનો રેકોર્ડ તોડ્યો હતો. તેવામાં લસિથ મલિંગાએ આ ફોર્મેટમાં કુલ 107 વિકેટ લીધી હતી.

શાકિબે મલિંગાને ઓવર ટેક કર્યો
બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબે સ્કોટલેન્ડ વિરૂદ્ધ 17 રન આપી 2 વિકેટ લીધી હતી. તેના આક્રમક પ્રદર્શનના પગલે શાકિબે ઈન્ટરનેશનલ T-20 મેચમાં 108 વિકેટ સાથે શ્રીલંકન બોલર લસિથ મલિંગાને પાછળ પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ્સ લેવાની યાદી અગાઉ 107 વિકેટ સાથે લસિથ મલિંગા ટોચ પર હતો, પરંતુ હવે શાકિબે તેને ઓવર ટેક કરી લીધો છે. ત્રીજા નંબર પર અત્યારે ન્યૂઝીલેન્ડનો બોલર ટિમ સાઉદી 99 વિકેટ સાથે યથાવત રહ્યો છે.

શાકિબની કારકિર્દી પર એક નજર ફેરવીએ
T-20માં વિકેટ્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો ટોપ-5મા એકપણ ઈન્ડિયન બોલરનો સમાવેશ થયો નથી. તાજેતરમાં T-20 ફોર્મેટમાં સારી બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને યુઝવેન્દ્ર ચહલ સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ શાકિબના રેકોર્ડને તોડવો તેમના માટે ઈન્ડિયન સ્ટાર બોલર્સને ઘણો સમય લાગી શકે છે.

શાકિબની સંપૂર્ણ કારકિર્દી સામે અત્યારે નજર ફેરવીએ તો તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને 12 હજાર રનથી વધુનો આંકડો પાર કર્યો છે. વળી બોલિંગમાં પણ તેનો રેકોર્ડ પ્રશંસનીય છે, તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ 600 વિકેટ પોતાને નામ કરી દીધી છે. જેમાં ટેસ્ટમાં 215 વિકેટ, T-20મા 108 અને વનડેમાં 277 વિકેટ લીધી છે. તેનો આ રેકોર્ડ એટલો પ્રશંસનીય છે કે શાકિબે ઘણા દિગ્ગજ ક્રિકેટર્સ જેવા કે ઈમરાન ખાન, જેક કાલિસ અને કપિલ દેવને પણ પાછળ પાડી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...