T20 World Cup:બાબર આઝમે ફરી એક વખત વિરાટ કોહલીને પછાડ્યો; આવું કરનાર પ્રથમ કેપ્ટન બન્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાકિસ્તાને નામીબિયાને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

બાબર આઝમની કપ્તાની હેઠળ, પાકિસ્તાને રવિવારે T20 વર્લ્ડ કપના સુપર 12 રાઉન્ડમાં નામીબિયાને 45 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ટીમને જીત અપાવવા માટે બાબરે મહત્વની ભૂમિકા ભજવી હતી અને 49 બોલમાં 70 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં સાત ચોગ્ગા સામેલ હતા. આ ઇનિંગ દરમિયાન બાબરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને વધુ એક બાબતે પછાડ્યો છે અને એક વર્ષમાં T20 ફોર્મેટમાં 1000 રન પૂરા કરનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે. આ રેકોર્ડની સૌથી નજીક ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન પહોંચ્યો હતો, પરંતુ સફળ થઈ શક્યો ન હતો.

બાબર એક વર્ષમાં T20 ફોર્મેટમાં 1000 રન પૂરા કરનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે.
બાબર એક વર્ષમાં T20 ફોર્મેટમાં 1000 રન પૂરા કરનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે.

વિલિયમસને વર્ષ 2018માં 986 રન કર્યા હતા, જે આ પહેલા એક વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હતો. તેના સિવાય વિરાટ 2016માં 973 અને 2019માં 930 રન બનાવ્યા છે. પરંતુ દર વખતે એક હજાર પૂરા કરવાથી ચૂકી જતો હતો. આ બંને ખેલાડીઓની સિવાય ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ વોર્નર પણ વર્ષ 2016માં ટી-20 ફોર્મેટમાં 901 રન બનાવ્યા હતા.

બાબરે રિઝવાન સાથે સદીની ભાગીદારી રમી હતી
યુએઇ અને ઓમાનમાં રમાઈ રહેલ ટી-20 વર્લ્ડ કપમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડી સદાબહાર ફોર્મમાં નજરે પડી રહી છે. બંનેએ ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને બાદ કરતાં દરેક મેચમાં ટીમને શારિ શરૂઆત અપાવી છે. આ બંને બેટ્સમેનની બેટિંગ પણ કમાલની હતી કે ટીમને 29 વર્ષમાં પ્રથમ વખત વર્લ્ડ કપ મેચમાં ટીમ ઇન્ડિયાની સામે જીત નસીબ થઈ. ભારત સામે બંને ખેલાડીઓએ 152 રણોની લક્ષ્યાંક આઉટ થયા વગર જ પ્રાપ્ત કર્યું હતું. આ દરમિયાન રિઝવાને 55 બોલમાં 79 અને બાબરે 52 બોલમાં 68 રન બનાવી અણનમ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...