બાબર આઝમની સ્પોર્ટ્સમેન સ્પિરિટ:પ્રેકટિસ મેચમાં હેટમાયરને જીવનદાન આપ્યું; પેવેલિયન પરત ફરી રહ્યો હતો, પરંતુ પાછો બોલાવી લીધો

દુબઈએક મહિનો પહેલા

બાબર આઝમે T-20 વર્લ્ડકપમાં ભારત સામે 24 ઓક્ટોબરની મેચ અગાઉ દરેકનું દીલ જીતી લીધું છે. સોમવારે વોર્મઅપ મેચમાં ન માત્ર વેસ્ટઈન્ડિઝને 7 વિકેટથી હરાવ્યું, સાથે મેચ દરમિયાન સ્પોર્ટ્સમેનશિપનો પરિચય આપતા શિમરોન હેટમાયરને જીવનદાન આપ્યું હતું. સોમવારે રમાયેલ પ્રેકટિસ મેચમાં વેસ્ટઈન્ડિઝની ઈનિંગ્સની 15મી ઓવરના 5મા બોલને હેટમાયર પુલ કરવાનો પ્રયત્ન કર્યો, જે વિકેટકિપર મોહમ્મદ રિઝવાન પાસે જતો રહ્યો. ત્યારબાદ ઝડપી બોલર હસન અલી અને તેની ટીમ તરફથી આઉટની અપીલ કરવામાં આવી.

ત્યાર બાદ અંપાયરે હેટમાયરને આઉટ આપ્યો. ત્યારે હેટમાયરે ગળાની ચેન પકડીને બતાવાનો પ્રયત્ન કરવા લાગ્યો કે જે અવાજ આવ્યો તે તેની ચેન હેલ્મેટ સાથે અથડાઈ તેનો અવાજ છે. અંપાયરે તેની વાત ન માની અને હેટમાયર પેવેલિયન તરફ પરત ફરવા લાગ્યો, ત્યારે બાબરે ખેલદિલીથી હેટમાયરને પરત બોલાવ્યો. હાલ, બાબરની આ સ્પોર્ટ્સમેનશિપના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.

વેસ્ટઈન્ડિઝે 130 રન બનાવ્યા
પહેલા બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ પર 130 રન જ કરી શકી. ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 15.3 ઓવરમાં 3 વિકેટ ખોઈને જીત હાંસલ કરી દીધી.

બાબરે અર્ધસદી ફટકારી
પાકિસ્ટાનના કેપ્ટન બાબર આઝમે પહેલી જ મેચમાં 41 બોલ પર 50 રનની ઈનિંગ્સ રમી. તેણે પોતાની ઈનિંગ્સમાં 6 ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો. ફખર જમાને 46 રનની ઈનિંગ્સ રમી.

ભારત સાથે પાકિસ્તાન સુપર-12માં ગ્રુપ-2માં
પાકિસ્તાન ભારત સાથે સુપર-12માં ગ્રુપ-2માં છે. ભારત પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવાનું છે. ભારત અને પાકિસ્તાન ઉપરાંત આ ગ્રુપમાં અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થયેલો છે. આ સિવાય ગ્રૂપ 2 ક્વોલિફાઇંગની ટોચની બે ટીમોનો પણ સમાવેશ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...