સ્ટેડિયમમાં અનોખું 'કપલ બોક્સ':AUS v/s SA મેચ દરમિયાન ફેન્સ માટે અનોખી બેઠક વ્યવસ્થા કરાઈ, ડિકોક વિચિત્ર રીતે આઉટ થયો; વીડિયો વાઈરલ

10 મહિનો પહેલા

અત્યારે વિશ્વભરમાં ICC T-20 વર્લ્ડ કપનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેવામાં ક્વોલિફાયિંગ રાઉન્ડ બાદ આજે શનિવારથી સુપર-12ની મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચ દરમિયાન દર્શકો માટે કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે બેસવાની ખાસ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. જેમાં ગણતરીના દર્શકો અહીં બેસી મેચનો આનંદ માણી રહ્યો નજરે પડ્યા હતા. તેવામાં ટોસ હાર્ય પછી પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ બેક ટુ બેક વિકેટ લઈ દ.આફ્રિકન ટીમને બેકફુટ પર ધકેલી દીધી હતી. જેમાં ક્વિંટન ડિકોક વિચિત્ર રીતે આઉટ થતા તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

લિમિટેડ ફેન્સને બેસવા માટે સફેદ ગ્રીલવાળું સ્પેશિયલ બોક્સ
T-20 વર્લ્ડ કપને UAE શિફ્ટ કર્યા પછી કોરોનાની ગાઈડલાઈનનું પણ ચુસ્તપણે પાલન કરાઈ રહ્યું છે. આ દરમિયાન દર્શકોને બેસવા માટે અબૂધાબીના શેખ ઝાએદ સ્ટેડિયમમાં ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તેમને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે એક સફેદ ગ્રીલવાળા બોક્સમાં બેસાડ્યા છે. આ પ્રકારના બોક્સમાં ત્રણ કે ચાર લોકો બેસી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની વ્યવસ્થા સાથે દર્શકો મેચના રોમાંચની સાથે કોવિડ ગાઈડલાઈનને પણ સારી રીતે પાળી શકે છે.

ડિકોક વિચિત્ર રીતે આઉટ થયો
ઓસ્ટ્રેલિયાએ સુપર-12ની પહેલી મેચમાં ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન દ.આફ્રિકન ટીમના ખેલાડી બેક ટુ બેક વિકેટ ગુમાવતા 20 ઓવરમાં માત્ર 118/9નો સ્કોર કરી શક્યા હતા. તેવામાં 5મી ઓવરમાં ક્વિંટન ડિકોક વિચિત્ર શોટ મારી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવૂડે ઈનિંગની પાંચમી ઓવરના પહેલા બોલ પર જ ડિકોકને આઉટ કર્યો હતો.

તે મિડલ સ્ટમ્પની લાઇનના બોલને પુલ કરવા જતા બોલને પ્રોપર ટાઈમ કરી શક્યો નહોતો. જેના પરિણામે બોલ સીધો સ્ટમ્પ્સ પર વાગતા તે પ્લેડાઉન થઈ ગયો હતો. ડિકોક 12 બોલમાં 7 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.

દક્ષિણ આફ્રિકન ટીમનો ધબડકો
દક્ષિણ આફ્રિકન ટીમે ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા 23 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે આ દરમિયાન મિલર અને મારક્રમ વચ્ચે ટીમ માટે સૌથી વધારે 34 રનની પાર્ટનરશિપ થઈ હતી. આ સમગ્ર ઈનિંગ દરમિયાન એકપણ દક્ષિણ આફ્રિકન ખેલાડી લાંબા સમયસુધી ક્રિઝ પર ટકી ન શક્યો હોવાથી ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 118 રન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...