પંતની સ્ટમ્પ માઈક વાતચીત લીક:અશ્વિનને કહ્યું- અરમાન પૂરે કરને કા યહી મૌકા હે; અશ્વિન ફાયદો ન ઉઠાવી શક્યો

એક મહિનો પહેલા

મોજીલો પંત વિકેટ આગળ બેટિંગ તો શાનદાર કરે જ છે પણ તેના સાથે-સાથે તે વિકેટ પાછળ વિકેટકિંપીગ કરતા ઘણી વખત બોલરોને મોટિવેટ પણ કરતો હોય છે અને કોઈક વખત બેટ્સમેનને વાતોથી હેરાન પણ કરતો હોય છે. ઘણીવાર પંતની સ્ટંમ્પ પાછળની વાતો વાઈરલ થતી રહેતી હોય છે. ગઈ કાલની મેચમાં પણ પંતની કેટલીક વિકેટ પાછળની વાતો લીક થઈ છે.

ઈન્ડિયન ક્રિકેટ ટીમે t-20 વર્લ્ડકપમાં જીતથી શરુઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી પ્રેકટીસ મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું. ઈંગ્લેન્ડના 189 રનના ટાર્ગેટને ઈન્ડિયાએ 6 બોલ બાકી હતાને ચેઝ કરી દીધો હતો.

પંતે અશ્વિનને કહી આ વાત
અશ્વિન 4 વર્ષબાદ ટીમ ઈન્ડિયાની લીમિટેડ ઓવર્સમાં કમબેક કરી રહ્યો છે. આ મેચમાં અશ્વિન જ્યારે બેયરસ્ટ્રોને બોલિંગ કરી રહ્યો હતો ત્યારે પંતે અશ્વિનને કહ્યું કે તમારી ઈચ્છા પૂરી કરવાની આ સારી તક છે લેગ સ્પિન નાખો. જોકે, ત્યાર બાદ અશ્વિને બોલ ફેંક્યો અને બેયરસ્ટ્રોએ મિડવિકેટ તરફ રમીને એક રન લીધો.

મેચની સ્થિતિ
ભારતે ટોસ જીતીને ઈંગ્લેન્ડ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડે 20 ઓવરમાં પાંચ વિકેટે 188 રન કર્યા હતા. જોની બેરસ્ટોએ 49 અને મોઈન અલીએ અણનમ 43 રન ફટકાર્યા હતા, જ્યારે લિયામ લિવિંગસ્ટોને 30 રન ફટકાર્યા હતા. ભારત માટે મોહમ્મદ શમીએ ત્રણ જ્યારે જસપ્રિત બુમરાહ અને રાહુલ ચાહરે એક-એક વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે 19 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન કર્યા હતા. કેએલ રાહુલે 51 રન, જ્યારે ઇશાન કિશને શાનદાર 70 રન ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવને બેટિંગ કરવાની તક આપવા ઈશાને મેદાનમાંથી પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. રિષભ પંતે અણનમ 29, સૂર્યકુમારે 8 રન, જ્યારે કેપ્ટન વિરાટ 11 રને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા 12 રને નોટઆઉટ પરત ફર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...