ભાઈ, આવી રીતે કોણ સેલિબ્રેટ કરે?:બર્થડે સેલિબ્રેશન પછીનો વિરાટ કોહલીનો લુક સોશિયલ મીડિયા પર વાઇરલ, તમે જોયો?

એક મહિનો પહેલા

વિરાટ કોહલીના બર્થડે પર ટીમ ઈન્ડિયાએ સ્કોટલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. જીત બાદ ડ્રેસિંગરૂમમાં વિરાટ કોહલીના બર્થડેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.

ધોનીની હાજરીમાં કોહલી કેક કાપી રહ્યો છે એ વીડિયો BCCIએ શેર કર્યો છે, પણ સેલિબ્રેશન દરમિયાન શું થયું એનો 9 સેકન્ડનો વીડિયો સૂર્યકુમાર યાદવે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અપલોડ કર્યો છે, જેમાં કોહલીના હાલ જોયાજેવા છે. માથામાં- ચહેરા પર કેક જ કેક જોવા મળી રહી છે. કેકનો મોટો ભાગ તેના માથા પર જ રાખી દેવામાં આવ્યો હતો. કોહલી સરખું જોઈ પણ શકતો નહોતો.

મારો પરિવાર મારી સાથે છે એ જ મારા માટે સૌથી મોટું સેલિબ્રેશન
મેચ જીત્યા પછી બર્થડે સેલિબ્રેશન અંગે પૂછાયેલા સવાલના જવાબમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે બાયો બબલના આ કપરા સમયમાં અનુષ્કા અને વામિકા મારી સાથે છે એ જ મારે માટે સૌથી મોટું સેલિબ્રેશન છે.

અન્ય સમાચારો પણ છે...