ક્રિસ ગેલની છેલ્લી મેચ?:આઉટ થયા પછી બેટ ઉઠાવી નિવૃત્તિનો સંકેત આપ્યો, બધા તેને ભેટી પડ્યા; કેમેરામેન પણ અંત સુધી સાથે રહ્યો

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી મેચમાં યુનિવર્સ બોસ ક્રિસ ગેલ કોઈ મોટી ઈનિંગ રમી શક્યો ન હતો, પરંતુ જ્યારે તે આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં ગયો ત્યારે તેણે હેલ્મેટ ઉતારીને બેટ વડે સૌનું અભિવાદન કર્યું હતું. બધા ખેલાડીઓએ પણ આવીને તેને ભેટી પડ્યા હતા. જ્યાં સુધી તે ડ્રેસિંગ રૂમની અંદર ગયો નહોતો ત્યાં સુધી કેમેરામેન પણ તેની પાછળ રહ્યો હતો. જેથી હાલ એવી અટકળો લગાવાઈ રહી છે કે વેસ્ટ ઈન્ડિઝ માટે ગેઈલની આ છેલ્લી T20 મેચ હતી. જોકે, તેણે હજુ સુધી નિવૃત્તિની જાહેરાત કરી નથી.

T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ તેની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જોકે વિંડિઝની ટીમ સેમીફાઈનલમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે. આ મેચમાં ગેલે વિસ્ફોટક શરૂઆત કરી હતી, પરંતુ તે મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. ગેઈલે 9 બોલમાં 15 રન કર્યા હતા.

ગેલ બે વખત T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ખેલાડી રહી ચૂક્યો છે
T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના બે વખત ખેલાડી રહેલા ગેલે વેસ્ટ ઈન્ડિઝ માટે 79 T20I મેચ રમી છે. આ દરમિયાન તેણે 1899 રન કર્યા છે. તેની સરેરાશ 28.11 અને સ્ટ્રાઈક રેટ 137.31 છે. ગેલે તેની T20I કારકિર્દીમાં 2 સદી અને 14 અર્ધસદી ફટકારી છે.

આની સાથે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 19 વિકેટનો રેકોર્ડ પણ તેના નામે છે. તે જ સમયે, ઓવરઓલ T20 ક્રિકેટની વાત કરીએ તો, ગેલે 452 મેચોમાં 14,306 રન કર્યા છે. ગેલ સિવાય કોઈપણ ખેલાડી T20 ક્રિકેટમાં 12,000 રન કરી શક્યો નથી.

વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ પણ T20 વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ઓસ્ટ્રેલિયા સામે તેની પણ છેલ્લી મેચ હતી.

અન્ય સમાચારો પણ છે...