પાકિસ્તાનનો ગુરુમંત્ર લીક:T-20 વર્લ્ડ કપમાં બાબર એન્ડ ટીમના જબરદસ્ત પ્રદર્શન પાછળનાં 5 કારણ, ટેપ બોલ ક્રિકેટ સૌથી મોટું કારણ

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઘણા ઓછા લોકો જાણે છે કે આજકાલ પાકિસ્તાનની શેરીઓ, મહોલ્લાઓ અને મેદાનોમાં ક્રિકેટ જોરદાર રીતે રમાઈ રહ્યું છે, જે 20-20 કરતાં પણ જૂનું અને ઝડપી છે. તેનું નામ ટેપ બોલ ક્રિકેટ છે. તાજેતરમાં પાકિસ્તાન દિવસ-રાત ચાલતા આ ટેપ બોલ ક્રિકેટમાં ડૂબી ગયું છે. આ કેટલું લોકપ્રિય છે? આના જવાબમાં ક્રિકેટર તૈમૂર મિર્ઝા કહે છે કે પાકિસ્તાનના દરેક ઘરમાં કોઈને કોઈ ટેપ બોલથી રમ્યા જ હશે.

તમને જણાવી દઈએ કે હસન અલી સહિત પાકિસ્તાની ટીમના મોટા ભાગના ક્રિકેટરો ટેપ બોલ ક્રિકેટ રમ્યા છે. આટલું જ નહીં, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મેક્સવેલ પણ દુબઈની ગલીઓમાં ટેપ બોલ ક્રિકેટ રમતા જોવા મળ્યો હતો.

કારણ 1: પાકિસ્તાનીઓ ટેનિસ બોલ પર પ્લાસ્ટિક ટેપ લાગડી ડે-નાઈટ મેચ રમી રહ્યા છે
ટેપ બોલ ક્રિકેટમાં ટેનિસ બોલ પર પ્લાસ્ટિક ટેપ (ઇન્સ્યુલેટિંગ ટેપ) લગાવી મેચ રમવામાં આવે છે. આ પ્રમાણે કરવાથી બોલ ભારે થઈ જાય છે. પછી બોલની મધ્યમાં એક સ્ટ્રિપ બનાવવામાં આવે છે. આનાથી ફાસ્ટ બોલર્સને મજબૂત સ્વિંગ મળે છે અને બેરટના શોટ ઘણા દૂર સુધી જાય છે.

સૌથી મોટી વાત એ છે કે આ તમામ મેચ 10 ઓવરની અથવા વધુમાં વધુ 15 ઓવરની હોય છે. આની સાથે પાકિસ્તાની ખેલાડીઓ પહેલાંથી જ ઝડપી રમવા માટે ટેવાયેલા છે અને બોલરો બેટરને આઉટ કરવા માટે તમામ યુક્તિઓ શીખે છે. વર્તમાન પાકિસ્તાની ટીમના દરેક ખેલાડીએ એક યા બીજા સમયે ટેપ બોલ ક્રિકેટ રમી જ છે.

કારણ 2: PCBનું સમગ્ર ધ્યાન આ દિવસોમાં T20 મેચો પર છે
1 ઓક્ટોબર, 2020થી અત્યારસુધીમાં એટલે કે છેલ્લા 1 વર્ષમાં પાકિસ્તાને કુલ 27 T20 મેચ રમી છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. એ સમયે ભારતે માત્ર 14 મેચ રમી છે.

પાકિસ્તાને છેલ્લા એક વર્ષમાં અલગ-અલગ દેશોમાં 20-20 મેચ રમી છે, જેમાં UAE, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ, ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે.

કારણ 3: પાકિસ્તાને અહીં દુબઈમાં એટલી મેચ રમી છે જેટલી દુબઈની ટીમ પણ રમી શકી નથી
પાકિસ્તાનની ટીમે UAEમાં 40 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી છે, જ્યારે આ દેશની પોતાની ક્રિકેટ ટીમ પણ છે, તે અત્યારસુધી માત્ર 31 મેચ રમી શકી છે. એ જ સમયે, પાકિસ્તાને અત્યારસુધી અહીં 40 મેચ રમી છે.

નવાઈની વાત એ છે કે વર્લ્ડ કપ પહેલાં ભારતે અહીં એકપણ ઈન્ટરનેશનલ T-20 મેચ રમી નથી. જોકે ભારત અહીં બે વખત IPL રમ્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય T20 મેચ રમ્યું નથી.

કારણ 4: બાબર-રિઝવાનની જોડીએ એક વર્ષમાં એટલા રન કર્યા છે જેટલા આજ સુધી કોઈ કરી શક્યું નથી.
બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને હજુ સુધી T-20માં સારી શરૂઆત કરી નથી. આ જોડીએ છેલ્લા એક વર્ષથી આખી દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડીએ આ વર્ષે T20માં 1000 રન પૂરા કર્યા છે. વિશ્વની કોઈ જોડીએ એક વર્ષમાં આટલા રનનો પડાવ પાર કર્યો નથી. એટલું જ નહીં, ઓપનિંગ સિવાય પણ કોઈ જોડીએ આ વર્ષમાં બાબર-રિઝવાનની જોડી જેટલા રન કર્યા નથી.

આ જોડીમાં મોહમ્મદ રિઝવાન સૌથી વધુ આક્રમક છે. આ વર્ષે રિઝવાનની એવરેજ 95 અને સ્ટ્રાઈક રેટ 138નો છે. તે ડોન બ્રેડમેન જે રીતે વનડેમાં રમતા હતા એ રીતે તે T-20માં રમી રહ્યો છે.

કારણ 5: T20 વર્લ્ડ કપ પહેલાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો
T-20 વર્લ્ડ કપ પહેલાં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો. PCBએ એ જ સમયે સ્થાનિક ટૂર્નામેન્ટ શરૂ કરી, જેથી T20 વર્લ્ડ કપમાં જનારી ટીમને પ્રેક્ટિસ મળે. આ દરમિયાન એવું થયું કે પ્રેક્ટિસની સાથે T20ની આખી ટીમ એક થઈ ગઈ. બધાએ મળીને નિર્ણય કર્યો કે તેમણે સૌથી સિનિયર ખેલાડી શોએબ મલિકને પણ ટીમમાં લેવો જોઈએ.

વાસ્તવમાં પાકિસ્તાની ટીમમાં એક વાત સામાન્ય છે કે તેઓ બદલો લેવામાં માને છે. તેણે ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડના વર્તનને અપમાન તરીકે લીધું અને આખી ટીમ એક થઈ ગઈ. આ પાંચ ફોર્મ્યુલાને કારણે પાકિસ્તાની ટીમ આ T20માં વિજેતાની જેમ રમી રહી છે.

અન્ય સમાચારો પણ છે...