ટી 20 વર્લ્ડ કપ વિશે બધું જાણો:29 દિવસમાં 45 મેચ રમાશે, ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત DRS; સેમિફાઇનલ અને ફાઇનલ માટે હશે રિઝર્વ-ડે

દિલ્હીએક મહિનો પહેલા
  • ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડીઝની ટીમ મેગા ટુર્નામેન્ટ જીતવા માટે પ્રબળ દાવેદાર

પાંચ વર્ષના લાંબા ગાળા બાદ ફરી એક વખત ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 17 ઓક્ટોબરથી ક્રિકેટનો આ મહાસંગ્રામ શરૂ થઇ રહ્યો. પ્રથમ મેચ ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રમવામાં આવશે. ફાઇનલ 14 નવેમ્બરે થશે. આવો, તમને આ મેગા-ટુર્નામેન્ટ વિશે બધું જણાવીએ, જે જાણ્યા પછી વર્લ્ડકપ વિશે તમારા ઉત્સાહમાં વધારો થશે. સૌથી પહેલા અમારા ટી-20 વર્લ્ડકપ કવરેજનો એક નાનકડો પ્રોમો જુઓ-

યજમાન કોણ હશે?
વર્લ્ડ કપ 2021 નું આયોજન ઓમાન અને UAEમાં કરવામાં આવ્યું છે, પરંતુ તેના હોસ્ટ ભારત અને BCCI હશે. અગાઉ તેનું આયોજન ભારતમાં જ થવાનું હતું, પરંતુ કોરોના મહામારીની બીજા લહેરને કારણે તેને UAE અને ઓમાન કરવામાં આવ્યું.

કેટલી ટીમો ભાગ લેશે?
ટી-20 વર્લ્ડ કપ 2021માં 16 ટીમો ભાગ લઈ રહી છે. પ્રથમ રાઉન્ડ ક્વોલિફાઇંગ રાઉન્ડનો છે. આમાં 8 ટીમોને 4-4 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બંને ગ્રુપમાંથી ટોપ-2 સ્થાન પર રહેનારી ટીમો મુખ્ય ગ્રુપ સ્ટેજ માટે ક્વોલિફાય કરશે.

ક્વોલિફાઇંગ રાઉન્ડમાં આઠ ટીમોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામીબિયા, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની સામેલ છે. મુખ્ય ગ્રુપ સ્ટેજને સુપર 12 પણ કહેવામાં આવે છે. સુપર-12 ના બે ગ્રુપો અને તેમાં સામેલ ટીમો નીચે મુજબ છે...

ગ્રુપ 1: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, A1 અને B2

ગ્રુપ 2: ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, B1 અને A2

સુપર-12 માં 30 મેચોનું આયોજન થશે. બંને ગ્રુપમાંથી ટોપ-2 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. આ રીતે સમગ્ર ટુર્નામેન્ટ સહિત 45 મેચ રમાશે.

કેવી રીતે મળશે પોઈન્ટ?
ગ્રુપ સ્ટેજમાં દરેક મેચમાં વિજેતા ટીમને 2 પોઈન્ટ આપવામાં આવશે. મેચ ટાઇના કિસ્સામાં સુપર ઓવર દ્વારા તેનો નિર્ણય લેવામાં આવશે. જ્યારે કેટલાક કારણોસર સુપર ઓવર શક્ય ન બને અથવા જો મેચ રદ કરવામાં આવે તો બંને ટીમોને 1-1 પોઇન્ટ મળશે. હારી ગયેલી ટીમને કોઈ પોઈન્ટ મળશે નહીં. જો ગ્રુપ સ્ટેજમાં બે ટીમો સમાન પોઈન્ટ ધરાવે છે, તો તેમની અને વચ્ચેની જીતની સંખ્યા અને નેટ રન રેટના આધારે નક્કી કરવામાં આવશે કે કઈ ટીમ આગળ વધશે.

શું DRSનો ઉપયોગ થશે?
ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત DRSનો ઉપયોગ કરવામાં આવશે. દરેક ટીમને DRSની બે તક આપવામાં આવશે. 2016 ટી-20 વર્લ્ડ કપમાં તેનો ઉપયોગ થયો ન હતો.

જો મેચ ટાઈ થાય તો શું થશે?
જો વર્લ્ડ કપ દરમિયાન મેચ ટાઈ થશે તો ટીમો સુપર ઓવર રમશે. જો સુપર ઓવર પણ ટાઇ થાય, તો ટીમો મેચનો નિર્ણય ન થાય ત્યાં સુધી સુપર ઓવર રમવાનું ચાલુ રાખશે. જો સુપર ઓવર શક્ય ન હોય તો, હવામાન પરિસ્થિતિઓ અથવા સમયની મર્યાદાઓને કારણે, મેચને ટાઈ જાહેર કરવામાં આવશે અને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે.

જો સેમિફાઇનલ દરમિયાન કોઈ પરિણામ પ્રાપ્ત કરી શકાતું નથી, તો જે ટીમો સુપર 12 ગ્રુપમાં વધુ સારી રીતે પ્રદર્શન કરીને આવી છે તે ફાઇનલમાં આગળ વધશે. ફાઇનલમાં પણ મેચ કોઇ કારણોસર પૂર્ણ ન થાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. ગ્રુપ મેચો માટે કોઈ રિઝર્વ દિવસ નથી. સેમિફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ દિવસ છે.

કઈ ટીમો વર્લ્ડ કપ જીતી શકે છે?
ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ આ મેગા ટુર્નામેન્ટ જીતવા માટે પ્રબળ દાવેદાર છે. 2016ની આવૃત્તિમાં વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ભારતની ટી સેમીફાઇનલમાં સ્થાન બનાવવામાં સફળ રહી હતી.

ટી-20 વર્લ્ડ કપ જીતનાર ટીમને શું મળશે?
વર્લ્ડ કપમાં વિજેતા ટીમને 1.6 મિલિયન ડોલર (આશરે 12 કરોડ) નું ઈનામ આપવામાં આવશે. જ્યારે, રનર્સ અપ ટીમને 8 લાખ ડોલર (લગભગ 6 કરોડ રૂપિયા) ની રકમ મળશે. જ્યારે સેમિફાઇનલમાં હારેલી બંને ટીમોને 4 લાખ યુએસ ડોલર એટલે કે 3 કરોડ રૂપિયા આપવામાં આવશે.

શું દર્શકો મેચ જોઈ શકશે?
દુબઇમાં, લગભગ 70 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જ્યારે, અબુ ધાબીમાં પણ દર્શકો સ્ટેડિયમમાં આવીને મેચ જોઈ શકશે. ઓમાનની રાજધાની મસ્કતમાં માત્ર 3 હજાર દર્શકોણે જ સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી મળી છે.

અન્ય સમાચારો પણ છે...