T-20 વર્લ્ડ કપ વોર્મઅપ મેચ:અફઘાનિસ્તાન સામે 2 ટાઈમ T-20 વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ ઘુંટણીયે પડી, 56 રનથી નબી એન્ડ ટીમનો ભવ્ય વિજય

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

2 ટાઈમ વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટઈન્ડિઝની ટીમ વોર્મઅપ મેચમાં અફઘાનિસ્તાન સામે ઘુંટણીયે પડી ગઈ હતી. બુધવારે રમાયેલી વોર્મ અપ મેચમાં અફઘાનિસ્તાને 56 રનની કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. T-20 વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 2 રન આપી 3 વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાને ટોસ જીતી બેટિંગ પસંદ કરી
વેસ્ટઈન્ડિઝે સતત બીજી વોર્મ અપ મેચમાં હારનો સામનો કર્યો હતો. દુબઈમાં સોમવારે પાકિસ્તાનની ટીમે પણ 7 વિકેટથી વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. અફઘાનિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં હઝરતુલ્લાહ ઝઝઈ (56) અને મોહમ્મદ શહેઝાદ (54)ની વિસ્ફોટક બેટિંગ કરી હતી. બંને ટીમે પહેલી વિકેટ માટે 8.4 ઓવરમાં 90 રન જોડ્યા હતા. ત્યારપછી ઝાદરાન અને રહેમાનુલ્લાહે પણ સારી બેટિંગ કરી ટીમને 20 ઓવરમાં 189 રનના સ્કોર સુધી દોરી ગયા હતા.

રન ચેઝમાં વેસ્ટ ઈન્ડિઝ ઢેર
190 રન જીતવા માટે ટાર્ગેટ સેટ થતા વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહેલી ઓવરથી પ્રેશરમાં હોય એમ જણાઈ રહ્યું હતું. ટીમે 6.3 ઓવર સુધી 27 રનમાં 3 વિકેટ ગુમાવી દેતા મેચમાંથી લગભગ પકડ ગુમાવી દીધી હતી. તેવામાં વેસ્ટ ઈન્ડિઝ માટે રોસ્ટન ચેઝે (54) સારી ઈનિંગ રમી હતી, જોકે આના સિવાય વિકેટ કીપર બેટર નિકોલસ પૂરને 26 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સની સહાયથી 35 રન કર્યા છે.

આંદ્રે રસેલ 11 રન કરી નવીનની ઓવરમાં આઉટ થયો હતો. અફઘાનિસ્તાનના કેપ્ટન નબીએ 4 ઓવરમાં માત્ર 2 રન આપી 3 વિકેટ લઈને પેવેલિયન ભેગો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...