વર્લ્ડકપ / રાયૂડુ-પંત અને નવદીપ સૈનીને વર્લ્ડકપ 2019 માટે સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા

divyabhaskar.com

Apr 17, 2019, 04:53 PM IST
ICC Worldcup 2019: Rishabh Pant And Ambati Rayudu Named as Standby Players Of India

સ્પોર્ટ્સ ડેસ્ક: 2019ના વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી ત્યારથી ચર્ચામાં છે. અંબાતી રાયૂડુ અને રિષભ પંતનો વર્લ્ડકપ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નહતો. જોકે, હવે રિષભ પંત, અંબાતી રાયૂડુ અને ફાસ્ટ બોલર નવદીપ સૈનીને ભારતે 30 મેથી ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડકપ માટે સ્ટેન્ડબાય રાખ્યા છે.

ત્રણ ખેલાડીને રાખ્યા સ્ટેન્ડબાય

બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ પીટીઆઇને જણાવ્યુ, 'ICC ચેમ્પિયન્સ ટ્રોફીની જેમ, અમારી પાસે ત્રણ સ્ટેન્ડબાય ખેલાડી હશે, રિષભ પંત અને અંબાતી રાયૂડુ પ્રથમ અને બીજા સ્ટેન્ડબાય હશે જ્યારે નવદીપ સૈની આ યાદીમાં બોલરના રૂપમાં સામેલ છે.'ખલીલ અહેમદ, અવેશ ખાન અને દીપક ચહર નેટ બોલરના રૂપમાં ટીમ સાથે જશે, ટીમ મેનેજમેન્ટને જો જરૂર પડશે તો તેમને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. સૈની પણ રિઝર્વ ખેલાડીઓમાં સામેલ છે જે ટીમ સાથે જઇ રહ્યો છે.

વર્લ્ડકપ માટે જતી ભારતીય ટીમે યો-યો ટેસ્ટ નહી આપવો પડે

અધિકારીએ કહ્યું, 'ખલીલ, અવેશ અને દીપક સ્ટેન્ડબાય નથી. બોલરના મામલે તેમણે સામેલ કરવાની સંભાવના બની શકે છે પરંતુ બેટ્સમેનમાં રિષભ પંત અથવા રાયૂ઼ડુ હશે. વર્લ્ડકપ જનારી ટીમના ખેલાડીઓએ યો-યો ટેસ્ટમાંથી પસાર નહી થવુ પડે કારણ કે આઇપીએલ 12 મે સુધી પૂર્ણ થઇ જશે. અધિકારીએ કહ્યું, 'ખેલીડ વ્યસ્ત ટી-20 સિઝનમાં રમી રહ્યાં છે. આઇપીએલ પૂર્ણ થયા બાદ તેમણે સ્વસ્થ થવા માટે સમય જોઇએ, એવુ નથી કે બે સિરીઝ વચ્ચે ઘણો સમય છે અને ટેસ્ટ કરવામાં આવશે, જો તમે થાકેલા છો તો પરિણામ અલગ આવી શકે છે.'

2019ના વર્લ્ડકપ માટેની ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, વિજય શંકર

સ્ટેન્ડબાય ખેલાડી- રિષભ પંત, અંબાતી રાયૂડુ, નવદીપ સૈની
નેટ પ્રેક્ટિસ માટે બોલર- દીપક ચહર, ખલીલ અહેમદ, નવદીપ સૈની, અવેશ ખાન

X
ICC Worldcup 2019: Rishabh Pant And Ambati Rayudu Named as Standby Players Of India
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી