• Gujarati News
  • Sports
  • Cricket
  • 5 Sixes And A Four In An Over; For The Third Time In A T 20 International, A Boundary Has Come In All Balls

બર્લએ અપાવી યુવરાજ સિંહની યાદ:એક ઓવરમાં માર્યા 5 છક્કા અને એક ચોક્કો; T-20 ઈન્ટરનેશનલમાં ત્રીજી વખત તમામ બોલમાં બાઉન્ડ્રી આવી

હરારે2 મહિનો પહેલા

ઝીમ્બાવેના બેટ્સમેન રેયાન બર્લે(54) યુવરાજ સિંહની યાદ અપાવી છે. 28 વર્ષના આ બેટરે બાંગ્લાદેશના નસુમ અહમદની એક ઓવરમાં 34 રન બનાવ્યા છે. T-20 ઈન્ટરનેશનલ કિક્રેટના ઈતિહાસમાં ત્રીજી વખત આવું બન્યું છે, જ્યારે એક ઓવરના તમામ બોલમાં બાઉન્ડ્રી ગઈ હોય. આ પહેલા યુવરાજ સિંહ બ્રોડ અને કિરેન પોલાર્ડ ધનંજયની ઓવારમાં આવું કરી ચુક્યા છે.

બર્લની આ વિસ્ફોટક ઈનિંગના કારણે ઝિમ્બાવેએ બાંગ્લાદેશને ત્રીજી T-20 મેચમાં 10 રનથી હરાવ્યું છે. એક સમયે તેણે 13 ઓવરમાં 67 રન પર 6 વિકેટ ગુમાવી હતી. એવું લાગી રહ્યું હતું કે ટીમ મોટો સ્કોર બનાવી શકશે નહિ. જોકે બર્લે 15 ઓવરમાં 34 રન બનાવીને ટીમના સ્કોરને 156 રને પહોંચાડ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશી બેટ્સમેન 20 ઓવરમાં 146 રન જ બનાવી શક્યા.

નસુમ T-20Iમાં ચૌથા સૌથી મોંઘા બોલર
નસુમ ટી-ઈન્ટરનેશનલ ક્રિકેટના ઈતિહાસના ચૌથા સૌથી મોંઘા બેટ્સમેન બન્યા છે. તેનાથી વધુ ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ અને અકિલા ધનજય એક ઓવરમાં 36-36 રન બનાવી ચુક્યા છે. આ મામલામાં નસુમે ભારતીય બેટ્સમેન શિવમ દુબેની બરાબરી કરી છે. શિવમે પણ એક ઓવરમાં 34 રન બનાવ્યા હતા, જોકે તે રન ટિમ સિફર્ટ અને ટેલરે ભેગા થઈને કર્યા હતા. આ ઓવરમાં એક નોબલ પણ સામેલ હતો.

એક સમયે પહેરવા માટે ચંપલ નહોતા
રેયાને એક વખત પોતાના ફાટેલા ચંપલનો ફોટો શેર કરીને સ્પોર્ટ્સ શુઝ બનાવનારી મોટી કંપની પાસેથી સ્પોન્સરશીપ માંગી હતી. ત્યારે તે કંપનીએ રેયાનની મદદ કરી હતી. આ અંગે યુવરાજે પણ કમેન્ટ કરી હતી.

ઝીમ્બાવેએ બાંગ્લાદેશ પાસેથી પ્રથમ વખત ટી-20 સિરિઝ જીતી
આ જીતથી ઝીમ્બાવેએ ત્રણ મેચની ટી-20 સિરિઝ 2-1થી જીતી લીધી છે. તેણે પ્રથમ વખત ટી-20 સિરિઝમાં બાંગ્લાદેશને હરાવ્યું છે. હવે બંને પરસ્પર 3 મેચની વનડે સિરિઝ રમશે. જે 5 ઓગસ્ટથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...