ઇન્સ્ટા પર ધવન-ચહલની પાર્ટનરશિપ:કસરત કરી રહેલા યુઝીને ધવને કહ્યું- તુમ્હે રબ કા વાસ્તા, શર્ટ પહન લો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવન અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલની રીલ પાર્ટનરશિપ જોવા મળી હતી. 16 સેકેન્ડ્સના આ રીલમાં ચહલ એક્સરસાઇઝ કરતો નજરે ચડ્યો હતો. તે જીમમાં કર્લ બાઈસેપ્સ લગાવી રહ્યો હતો.

ચહલને એક્સરસાઇઝ કરતો જોઈને ધવન તેને કહે છે કે 'તુમ્હેં રબ કા વાસ્તા...યે શર્ટ પહનલો. તુમ્હેં દેખકર મુજે અપની દાદી કી યાદ આ રહી હે.' આ પછી ચહલ પૂછે કે 'તેરી દાદી ભી બોડી બિલ્ડર થી.' આ રીલ વીડિયોને IPL ફ્રેન્ચાઈઝ રાજસ્થાન રોયલ્સે (RR) અપલોડ કરી હતી. જે સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહી છે. આ વીડિયોને 6 કલાકમાં અંદાજે 47 લાખ લોકો જોઈ ચૂક્યા છે.

ટીમ ઈન્ડિયામાં વધી રહ્યુ છે રીલ કલ્ચર
ટીમ ઈન્ડિયામાં આ સમયે રીલનું કલ્ચર વધી રહ્યુ છે. ટીમના ખેલાડી પોતાના ચાહકો માટે ફોટોઝ અને વીડિયો શેર કરતા રહેતા હોય છે. છેલ્લા થોડા સમયથી ટીમ ઈન્ડિયા જીત પછી સોશિયલ મીડિયામાં સેલિબ્રેશનનો વીડિયો અપલોડ કરતી રહેતી હોય છે. વેસ્ટઈન્ડિઝ ટૂર હોય કે પછી ઝિમ્બાબ્વે ટૂર હોય કે પછી આયરલેન્ડ ટૂર, ટીમે દરેક જીત પછી સેલિબ્રેશન વીડિયો પોસ્ટ કર્યો છે.

ઇન્સ્ટા રીલ્સની વાત કરવામાં આવે તો શિખર ધવન, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા હંમેશા પોતાના રીલ્સના વીડિયો શેર કરતા રહેતા હોય છે. કોહલી પણ પોતાના એક્સરસાઇઝનો વીડિયો પોસ્ટ કરતો રહેતો હોય છે.

'કાલા ચશ્મા' પરનો ડાન્સ વીડિયો ટ્રેન્ડમાં રહ્યો હતો
થોડા અઠવાડિયા પહેલા ટીમ ઈન્ડિયાએ એક સેલિબ્રેશન વીડિયો બનાવ્યો હતો. જેમાં ટીમના ખેલાડીઓ 'કાલા ચશ્મા' સોન્ગ ઉપર જબરદસ્ત ડાન્સ કરતા નજરે આવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સિરીઝમાં 3-0થી જીત મેળવી લીધી હતી. તે વીડિયોને લોકને ખૂબ પસંદ આવ્યો હતો.

એશિયા કપનો ભાગ નથી ધવન
શિખર ધવન હાલ ચાલતા એશિયા કપનો ભાગ નથી. તેણે ઝિમ્બાબ્વે સામે અને વેસ્ટઈન્ડિઝ સામે શાનદાર બેટિંગ કરી હતી. તો યુઝવેન્દ્ર ચહલ હાલ UAEમાં રમાઈ રહેલા એશિયા કપમાં ટીમનો ભાગ છે.