અંડર-19 વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર ટીમ ઈન્ડિયાની મુશ્કેલીમાં વધારો થયો છે. આયરલેન્ડ સામેની મેચ પહેલા ભારતના કેપ્ટન સહિત 6 ખેલાડી કોવિડ પોઝિટિવ આવતા ડ્રેસિંગ રૂમમાં ચિંતાનું મોજુ ફરીવળ્યું છે. મીડિયા રિપોર્ટ્સના આધારે કેપ્ટન યશ ધુલ, વાઈસ કેપ્ટન એસ.કે.રશીદ સહિત કુલ 6 ખેલાડીનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારે દરેક સંક્રમિત ખેલાડીને આઈસોલેટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જેથી આ મેચમાં ઈન્ડિયન ટીમની કેપ્ટનશિપ નિશાંત સંધૂ કરી રહ્યો હતો, આ મેચને ઈન્ડિયન ટીમે 174 રનથી જીતીને ક્વાર્ટરફાઈનલમાં જગ્યા લગભગ પાક્કી કરી લીધી છે.
17 ખેલાડીને જ વર્લ્ડ કપમાં લઈ જવાની અનુમતિ
ઉલ્લેખનીય છે કે ICCએ આ વર્લ્ડ કપમાં માત્ર 17 પ્લેયર્સ સાથે ટીમને ભાગ લેવા જણાવ્યું હતું. તેવામાં 6 ખેલાડી પોઝિટિવ આવતા ઈન્ડિયન ટીમે નસીબથી અન્ય 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી આ મેચમાં ભાગ લીધો છે. મીડિયા રિપોર્ટ્સના આધારે અત્યારે ડ્રિંક્સ લઈને કોચ મેદાનમાં આવી રહ્યા છે. અત્યારે ઈન્ડિયન ટીમને નિશાંત સંધુ લીડ કરી રહ્યો છે. આ મેચમાં આયરલેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી છે. જોકે કેપ્ટન અને વાઈસ કેપ્ટન પોઝિટિવ આવ્યા હોવા છતા અત્યારે ઈન્ડિયન ટીમ સારું પ્રદર્શન કરી રહી છે.
3 ખેલાડી મંગળવારે પોઝિટિવ આવ્યા હોવાનો ઘટસ્ફોટ
BCCIના અધિકારીએ PTIને જણાવ્યું છે કે ઈન્ડિયન ટીમના 3 ખેલાડીનો કોવિડ રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો. ત્યારપછી અમે તાત્કાલિક તેમને આઈસોલેટ કરી દીધા હતા. ત્યારપછી બુધવારે મેચ પહેલા ઈન્ડિયન કેપ્ટન યશ અને વાઈસ કેપ્ટનનો રેપિડ એન્ટીજેન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી અમે આમને પણ મેચમાં સામેલ કર્યા નહોતા. અત્યારે અમારી પાસે જે 11 ખેલાડી બચ્ચા હતા તેની સાથે જ મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો.
ઓપનર્સની શાનદાર બેટિંગ
અંગક્રિશ રઘુવંશી અને હરનૂર સિંહે ઈન્ડિયન ટીમને શાનદાર ઓપનિંગ આપી હતી. બંને વચ્ચે 164 રનની પાર્ટનરશિપ થતા આયરલેન્ડના બોલર્સ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તેમની આ ઈનિંગ દરમિયાન અંગક્રિશે 79 રન જ્યારે હરનૂર સિંહે 88 રન કર્યા હતા. ત્યારપછી આયરલેન્ડના બોલર ફોર્બ્સે અંગક્રિશને આઉટ કરી આ પાર્ટનરશિપ તોડી હતી.
પહેલી મેચમાં ઈન્ડિયન ટીમની ધારદાર બોલિંગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.