તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોલ 2.0ને પછાડી ન શક્યા કાંગારૂ:તમે મારાં હાડકાંને તોડી શકો છો, મારા જુસ્સાને નહીં; 19 ઓવરમાં ચારવાર બોલ વાગવા છતાં અડીખમ ઊભો રહ્યો પૂજારા

અમદાવાદ3 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ બ્રિસ્બેન ખાતે 328 રનનો પીછો કરતાં ભારતે 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કરીને મેચ જીતી. શુભમન ગિલ 91 રનની શાનદાર ઇનિંગ્સ સાથે ટોપ સ્કોરર રહ્યો. તો ઋષભ પંતે પણ અંતિમ ઓવર્સમાં તોફાની બેટિંગ કરતાં અણનમ 89 રન કર્યા, પરંતુ કાંગારૂને પોતાની રિયલ ટેસ્ટ બેટિંગથી કોઈએ હંફાવી દીધા હોય તો તે ચેતેશ્વર પૂજારાએ. છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાની જીત વચ્ચે ચેતેશ્વર અડીખમ ઊભો રહ્યો અને તેણે એક સમયે તો 100 બોલમાં માત્ર 11* રન કર્યા હતા.

સ્વાભાવિક છે કે સૌરાષ્ટ્રના સાવજે વિકેટ લેવાની કોઈ તક ન આપતાં ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ અકળાયા હતા અને એક પછી એક તેના પર શોર્ટ બોલનો વરસાદ કરી દીધો હતો. જોકે એનાથી પણ ચેતેશ્વરના અપ્રોચમાં કોઈ ફેર પડ્યો નહોતો. તે દૃઢ મનોબળ સાથે પિચ પર બેટિંગ કરતો ગયો, બોલને લિવ કરી શકે એમ ન હોય તો બોડી પર પણ બોલ ખાધા, પરંતુ બ્રિસ્બેનની પિચ પર પાંચમા દિવસે મેન-ઈન-યલો સામે એક બાજુથી ડેડ એન્ડ માફક બેટિંગ કરીને કહી દીધું, "ટ્રોફી તો અમે રિટેન કરીશું જ." પૂજારાએ પોતાની બેટિંગ થકી મેચમાંથી ટાઇમ કાઢ્યો અને પંત માટે એવું સ્ટેજ સેટ કર્યું કે જ્યાંથી તે બિનધાસ્ત રમી શકે અને ટીમને ઓલઆઉટ કરવા માટે કાંગારૂ પાસે પૂરતી ઓવર ન રહે.

પૂજારાને ચારવાર બોલ વાગ્યો તેમ છતાં તેણે પેઈનકિલર લઈને રમવાનું ચાલુ રાખ્યું.
પૂજારાને ચારવાર બોલ વાગ્યો તેમ છતાં તેણે પેઈનકિલર લઈને રમવાનું ચાલુ રાખ્યું.

પૂજારાને બેટિંગ દરમિયાન ચારવાર બોલ વાગ્યો:

 • 33મી ઓવરનો પાંચમો બોલ ચેતેશ્વર પૂજારાને માથામાં વાગ્યો હતો. કમિન્સનો બાઉન્સર ધાર્યા જેટલો ઊછળ્યો નહોતો અને પૂજારાના હેલ્મેટના પાછળના ભાગમાં વાગ્યો હતો. કન્કશન ટેસ્ટ કરાયો હતો અને એ પછી તે રમવા માટે તૈયાર હતો.
 • એ પછી 45મી ઓવરમાં હેઝલવૂડનો બોલ પણ અપેક્ષા કરતાં ઓછો ઊછળ્યો હતો અને પૂજારાને હાથમાં વાગ્યો હતો. ટીમ ફિઝિયોએ મેજિક સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો અને પૂજારાએ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું.
 • ત્યાર બાદ 49મી ઓવરમાં ફરીથી હેઝલવૂડનો બોલ પૂજારાને જમણા ગ્લવ્સમાં વાગ્યો હતો. ચેતેશ્વરે પેઈનકિલર્સ લઈને બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું.
 • 51મી ઓવરનો પાંચમો બોલ હેઝલવૂડે બાઉન્સર નાખ્યો હતો અને પૂજારાને માથામાં વાગ્યો હતો. તે ડક કરી શકે એવી પોઝિશનમાં નહોતો.
 • પૂજારાએ કુલ 211 બોલ 26.54ની સ્ટ્રાઇક રેટથી 56 રન કર્યા. તે પંત અને ગિલની માફક લાઈમલાઈટમાં નહીં આવે, પરંતુ પડછાયામાં રહીને પોતાનું કામ કરતો રહેશે. વોલ 2.0.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો