લસિથ મલિંગાની ટી-20માંથી નિવૃત્તિની જાહેરાત:ટી-20 ઈન્ટરનેશનલમાં સર્વાધિક વિકેટ ઝડપનાર યોર્કરના બાદશાહ લસિથ મલિંગાનો ટી-20 ક્રિકેટમાંથી સંન્યાસ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
લસિથ મલિંગા- ફાઈલ ફોટો - Divya Bhaskar
લસિથ મલિંગા- ફાઈલ ફોટો
  • શ્રીલંકાને ટી-20 વર્લ્ડકપમાં વિજય અપાવ્યો હતો
  • સોશિયલ મીડિયામાં ભાવુક પોસ્ટ કરી સંન્યાસની જાહેરાત કરી

ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા શ્રીલંકાના સ્ટાર ઝડપી બોલર લસિથ મલિંગાએ મંગળવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. મલિંગાએ આ પહેલા 2011માં ટેસ્ટમાંથી અને 2019માં વન ડેમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

સોશિયલ મીડિયા દ્વારા ભાવુક મેસેજ દ્વારા સંન્યાસની જાહેરાત
મલિંગાએ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જે વિકેટ લીધી છે તે બતાવી આવી છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, રમતગમત પ્રત્યેનો મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. મલિંગાએ કહ્યું કે, "છેલ્લા 17 વર્ષમાં મેં જે અનુભવ મેળવ્યો છે હવે મેદાનમાં તેની જરુર નથી કેમકે મેં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હું યુવા પેઢીને માર્ગદર્શન આપતો રહીશ. જે આ રમતમાં સતત આગળ વધવા તૈયાર છે તેના માટે હું હંમેશા મદદ કરવા તૈયાર છું.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પાંચ વખત હેટ્રિક લેનારા મલિંગા ટી-20માં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે. તેમણે આ ફોર્મેટમાં 107 વિકેટ ઝડપી છે.

ટી-20 ઈન્ટરનેશનલમાં 2 હેટ્રિક લેનાર પ્રથમ બોલર
લસિથ મલિંગાએ ટી-20 ઈન્ટરનેશનલમાં 2 વખત હેટ્રિક લીધી છે અને આમ કરનાર મલિંગા એક માત્ર બોલર છે. બ્રેટ લી, ટીમ સાઉધી, થિસારા પરેરા, ફહિમ અશરફ, રાશીદ ખાન, મોહમ્મદ હુસૈન, દીપક ચાહર, એસ્ટોન અગર, અકીલા ઘનંજય, નાથન એલિસ, જેકોબે ટી-20માં એક વખત હેટ્રિક ઝડપી છે.

અન્ય સમાચારો પણ છે...