અંડર-19 WC માટે ટીમ ઈન્ડિયા જાહેર:યશ વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરશે; 15 જાન્યુઆરીએ દ.આફ્રિકા વિરૂદ્ધ પહેલી મેચ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંડર-19 વર્લ્ડ કપમાં ઈન્ડિયન ટીમ 4 વાર ચેમ્પિયન છે

BCCIએ રવિવારે 14 જાન્યુઆરીથી શરૂ થતા અંડર-19 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમના 17 ખેલાડીની પસંદગી કરી દીધી છે. આ ટીમની કેપ્ટનશિપ દિલ્હીનો રહેવાસી યશ ઢૂલ કરશે, જ્યારે રશીદને વાઈસ કેપ્ટન બનાવાયો છે. તેવામાં અંડર-19 વર્લ્ડ કપ 14 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી 2022 સુધી વેસ્ટઈન્ડિઝમાં રમાશે. આ ટૂર્નામેન્ટના 14મી સિઝનમાં કુલ 16 ટીમ ભાગ લેશે, જેમાં 48 મેચ રમાશે.

ઈન્ડિયન ટીમ 4 વાર ચેમ્પિયન છે
ટીમ ઈન્ડિયા 4 વાર અંડર-19 વર્લ્ડ કપ જીતી ચૂકી છે. અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ઈતિહાસ શાનદાર રહ્યો છે. વર્ષ 2000માં ભારતે શ્રીલંકા, 2008માં મલેશિયા, 2012માં ઓસ્ટ્રેલિયા અને 2018માં ન્યૂઝીલેન્ડને હરાવી ટાઈટલ જીત્યું હતું. 4 વાર ચેમ્પિયન બન્યા સિવાય ઈન્ડિયન ટીમ 3 વાર રનરઅપ પણ રહી ચૂકી છે.

વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું શિડ્યૂલ

  • પહેલી મેચઃ 15 જાન્યુઆરી VS દક્ષિણ આફ્રિકા
  • બીજી મેચઃ 19 જાન્યુઆરી VS આયરલેન્ડ
  • ત્રીજી મેચઃ 22 જાન્યુઆરી VS યૂગાંડા

ટીમના ખેલાડીઃ
યશ ઢૂલ (કેપ્ટન), હરનૂર સિંહ, અંગક્રિશ રઘુવંશી, એસકે રશીદ (વાઈશ કેપ્ટન), નિશાંત સિંધુ, અનીશ્વર ગૌતમ, દિનેશ બાના, આરાધ્ય યાદવ, રાજ અંગદ બાવા, માનવ પારખ, કૌશલ તાંબે, આરએસ હેંગરગેકર, વાસુ વત્સ, વિક્કી ઓસ્તવાલ, રવિકુમાર, ગર્વ સાંગ.

સ્ટેન્ડબાય ખેલાડીઃ
ઋષિત રેડ્ડી, ઉદય સહારન, અંશ ગોસાઈ, અમૃત રાજ ઉપાધ્યાય, પીએમ સિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...