તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • WTC Prize Money UPDATE | ICC Announces Prize Money, Rs 12 Crore For Champion Team And Rs 6 Crore For Runner up

WTC વિજેતા પર ધનવર્ષા થશે!:ICCએ પ્રાઈઝ મની અંગે જાહેરાત કરી, ચેમ્પિયન ટીમને રૂપિયા 12 કરોડ તથા રનરઅપને 6 કરોડની અપાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજા સ્થાનની દાવેદાર ટીમને આશરે 3.3 કરોડ રૂપિયા અપાશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (WTC)ના વિજેતા અને ઉપવિજેતા ટીમને ઇનામ પેઠે આપવામાં આવતી ધનરાશિની જાહેરાત કરી દીધી છે. બંને ટીમ વચ્ચે WTC મહાસંગ્રામ 18-22 જૂન વચ્ચે સાઉથહેમ્પટનના ધ એજિસ બાઉલ સ્ટેડિયમમાં યોજાશે.

WTCમાં ઇનામ વિતરણ અંગે માહિતી

  • ICCએ જાહેરાત કરી એના આધાર પર ફાઇનલ મેતમાં જીત પ્રાપ્ત કરનારી ટીમને આશરે 12 કરોડ રૂપિયા (1.6 મિલિયન ડોલર) આપવામાં આવશે.
  • જ્યારે ફાઇનલ મેચમાં હારનો સામનો કરનાર એટલે કે રનરઅપ ટીમને 6 કરોડ રૂપિયા અપાશે.
  • જો આ મેચ ડ્રો થશે તો બંને ટીમમાં 50-50 ધનરાશિને વહેંચી દેવામાં આવશે.
  • વળીં, ત્રીજા સ્થાનની દાવેદાર ટીમને આશરે 3.3 કરોડ રૂપિયા (4 લાખ 50 હજાર ડોલર)ની ધનરાશિ આપવામાં આવશે.
  • વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ચોથા ક્રમાંકની ટીમને 2.5 કરોડ રૂપિયા (3 લાખ 50 હજાર) આપવામાં આવશે.
  • આ ટૂર્નામેન્ટમાં પાંચમાં ક્રમાંકની ટીમને 1.5 કરોડ રૂપિયા (2 લાખ ડોલર)ની ધનરાશિ આપવામાં આવશે.
  • અન્ય 5 ટીમોને આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા બદલ 73 લાખ રૂપિયા (1 લાખ ડોલર) આપવામાં આવશે.

આ પહેલીવાર થશે જ્યારે ક્રિકેટ જગતને આ ફોર્મેટમાં સત્તાવાર વિશ્વ ચેમ્પિયન મળશે. ICCના ચીફ એક્ઝિક્યુટિવ જિઓફ એલાર્ડિસે મીડિયાના સભ્યો સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે તે WTC ટૂર્નામેન્ટ ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ ટીમનું પ્રતીક બની ગયું છે અને હવે ટેસ્ટ ચેમ્પિયનશિપનો ઉપયોગ ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ ટીમની ઓળખ કરવા માટે પણ મહત્ત્વપૂર્ણ ભાગ તરીકે ઉભરી આવશે.

વિશ્વના ટોપના ખેલાડીઓ પોતાનું બેસ્ટ આપશે
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમમાં એક-એકથી ચઢિયાતા ફાસ્ટ બોલર છે. આ મેચમાં બોલ્ટ, કાઇલ જેમિસન, નીલ વેગનર, મેટ હેનરી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા જેવા દુનિયાના દિગ્ગજ બોલરો પોતાનું બેસ્ટ પ્રદર્શન દાખવશે. તો બીજી બાજુ કેન વિલિયમ્સન, રોસ ટેલર, ડેવોન કૉનવે, વિરાટ કોહલી, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા અને રિષભ પંતની આક્રમક બેટિંગ પણ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...