તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • WTC FINAL DAY 1 UPDATE| LIVE SCORES | IND Vs NZ Test Records Southampton Pitch Report & Weather Forecast

WTC ફાઇનલ 'DAY-1 અપડેટ':વરસાદને કારણે પ્રથમ દિવસની ગેમ રદ, જો પરિણામ 4 દિવસમાં નહીં મળે તો રિઝર્વ-ડેનો ઉપયોગ કરાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારત પાસે પ્રથમ પ્રયાસમાં 2 વર્લ્ડ કપ જીતવાની તક, 144 વર્ષના ટેસ્ટ ઇતિહાસનો પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મહાસંગ્રામ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારે સાઉથહેમ્પટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાઈ રહી છે. વરસાદને કારણે પહેલા દિવસે ટોસ પણ થઈ શક્યો નથી. મેચમાં ICCએ 23 જૂન રિઝર્વ ડે પણ રાખ્યો છે. જો 4 દિવસમાં આ મેચનું પરિણામ નહીં આવે તો રિઝર્વ ડેનો ઉપયોગ કરાશે. પિચ અને રેકોર્ડ્સને ધ્યાનમાં લઈએ તો ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે.

વરસાદને પરિણામે વાદળછાયું વાતાવરણ હોવાથી બોલર્સનો ગેમ પ્લાન પણ બદલાઈ શકે છે. પહેલા દિવસની મેચ રદ કરવામાં આવી છે.
વરસાદને પરિણામે વાદળછાયું વાતાવરણ હોવાથી બોલર્સનો ગેમ પ્લાન પણ બદલાઈ શકે છે. પહેલા દિવસની મેચ રદ કરવામાં આવી છે.

બંને ટીમ મેચ જીતીને વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માગે છે. આ મેચમાં ટોસ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ધ એજિસ બાઉલમાં અત્યારસુધી 6 ટેસ્ટ મેચ યોજાઇ છે, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ 2 વાર અને બીજી ઈનિંગમાં બેટિંગ કરનાર ટીમ 1 વાર મેચ જીતી છે.

અત્યારસુધીમાં તેણે ત્રણેય ફોર્મેટ્સને મેળવીને 200 મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે. આમાંથી તેણે માત્ર 85 મેચમાં ટોસ જીત્યો છે. તે 115 મેચમાં ટોસ હારી ગયો છે. તેનો ટોસ વિન/લોસ રેશિયો 0.74 છે. આ 100 કે તેથી વધુ મેચોમાં ભારતની કેપ્ટનશિપ કરી ચૂકેલા ખેલાડીઓમાં સૌથી ખરાબ છે.

આની પહેલા ભારતીય ટીમે 2007નો T-20 વર્લ્ડ કપ પોતાને નામ કર્યો હતો. ત્યારે ફાઇનલમાં ભારતીય ટીમને પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું હતું. ભારતીય ટીમ પાસે પ્રથમ પ્રયાસમાં 2 વર્લ્ડ કપ પોતાને નામ કરવાની તક રહેશે. જો ભારતીય ટીમ આ મેચ જીતી જશે તો આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિશ્વની પહેલી ટીમ બની જશે.

ઈન્ડિયાઃ સદીમાં 100 મેચ જીતનારી ત્રીજી ટીમ બનવાની તક
21મી સદીમાં ભારતીય ટીમ પાસે 100મી ટેસ્ટ મેચ જીતવાની તક રહેલી છે. જો આ મેચ ભારતીય ટીમે જીતી તો આ સિદ્ધિ મેળનારી એ વિશ્વની ત્રીજી ટીમ રહેશે. ભારતીય ટીમથી માત્ર ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમ અત્યારે આગળ છે. ઓસ્ટ્રેલિયાએ 224માંથી 130 ટેસ્ટ જીતી, 58 હાર અને 36 ડ્રો રહી છે. ઈંગ્લિશ ટીમે 258માંથી 115 ટેસ્ટમાં જીત મેળવી છે, જ્યારે 58 ડ્રો રહી છે.

ભારતીય ટીમે ગત સદીમાં 336 ટેસ્ટ મેચમાં માત્ર 63માં જીત દાખવી હતી. ભારતીય ટીમ પાસે આ સદીમાં 100મી મેચ જીતવાની તક રહેલી છે અને આ તો માત્ર 2021 છે, સદીના અંત સુધીમાં ભારતીય ટીમ વિશ્વની નંબર 1 ટેસ્ટ ટીમ બની શકે છે.

મેચ ક્યારે શરૂ થશે: આ મેચ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક એનું સત્તાવાર બ્રોડકાસ્ટર છે.

પિચની સ્થિતિ: ધ એજિસ બાઉલના પિચ-ક્યુરેટરએ કહ્યું હતું કે વિકેટ પર પેસ હશે. અહીં બોલ કેરી કરશે અને બાઉન્સ પણ થશે. જોકે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની છેલ્લી ટેસ્ટ મેચમાં સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી હતી. જ્યારે 2018માં આ સ્ટેડિયમમાં ઇંગ્લેંડ અને ભારત વચ્ચેની ટેસ્ટમાં મોઈન અલીએ 9 વિકેટ લીધી હતી. આ મેચમાં અશ્વિને પણ 3 વિકેટ લીધી હતી.

હવામાન: એક્યુવેધરના રિપોર્ટ મુજબ, સાઉથેમ્પ્ટનમાં પહેલા દિવસે વાવાઝોડું અને વરસાદ પડી શકે છે. એના 80% ચાન્સ છે. બીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની સંભાવના ઓછી છે. દોઢ કલાક સુધી વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ ઓછા વરસાદની સંભાવના છે.

રોડ ટુ ફાઇનલ (ભારત): WTCની શરૂઆતમાં ભારતે સતત 7 ટેસ્ટ જીતી હતી, પરંતુ વચ્ચે ICCના નિયમોમાં ફેરફારને કારણે ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા માટે ક્વોલિફિકેશન પિરિયડની છેલ્લી કસોટી સુધી રાહ જોવી પડી. ટીમ ઈન્ડિયા WTC પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર રહી છે.

રોડ ટુ ફાઇનલ (ન્યૂઝીલેન્ડ): ન્યૂઝીલેન્ડની ટીમે ચેમ્પિયનશિપની શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યું ન હતું, પરંતુ 2019 અને 2020માં શાનદાર પ્રદર્શન કર્યા પછી ટીમ WTCની ફાઇનલ માટે ક્વોલિફાઇ થનારી પ્રથમ ટીમ બની. ટીમ WTC પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી.

ભારતની પ્લેઈંગ-11:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.

ન્યૂઝીલેન્ડના સંભવિત 11:
કેન વિલિયમ્સન (કેપ્ટન), ટોમ લેથમ, ડેવોન કોનવે, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, બી.જે.વાટલિંગ, કોલિન ડી ગ્રેન્ડહોમ, કાયલ જેમિસન, ટિમ સાઉદી, અયાઝ પટેલ, ટ્રેન્ટ બોલ્ટ.

અન્ય સમાચારો પણ છે...