તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

WTC-2 માટે 'અશ્વિન ઈન ફોર્મ':ટેસ્ટ સિરીઝ પહેલા અશ્વિને કાઉન્ટીમાં 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ઇંગ્લિશ ખેલાડીઓ મુશ્કેલીમાં મૂકાયા

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • WTC-2ની શરૂઆત 4 ઓગસ્ટે ઈન્ડિયા V/S ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝથી થશે

WTC-2 પહેલા કાઉન્ટી મેચ રમતા સમયે અશ્વિને 11 વર્ષ જૂનો રેકોર્ડ બ્રેક કર્યો છે. અશ્વિન અત્યારે સરે ટીમ તરફથી રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે 4 ઓગસ્ટથી 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. વળીં, આ સિરીઝથી WTC-2ની પણ શરૂઆત થશે. આ દરમિયાન અશ્વિને એનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

અશ્વિને 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
કાઉન્ટી ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિને સરે ટીમમાંથી રમતા સમયે પહેલા બોલિંગ કરવાની શરૂઆત કરી હતી. અશ્વિને ટીમ દ્વારા પહેલી ઓવર નાખી હતી. આવું 11 વર્ષમાં પહેલીવાર થયું છે જ્યારે કોઇ સ્પિનરે ઈનિંગની શરૂઆતી ઓવરમાં બોલિંગ કરી હોય. મોટાભાગે ટેસ્ટ ક્રિકેટમાં નવા બોલથી ફાસ્ટ બોલર્સને તક અપાય છે.

અશ્વિને બોલિંગ દરમિયાન બેટ્સમેનને મુશ્કેલીમાં મૂક્યા
મેચ દરમિયાન સમરસેટના કેપ્ટન જેમ્સ હિલ્ડ્રેથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારપછી પહેલી ઓવર નાખવા માટે અશ્વિનને પસંદ કરાયો હતો. એણે આ જવાબદારીને સંપૂર્ણપણે નિભાવી હતી. અશ્વિને લાઇન અને લેન્થથી બેટ્સમેનને મુશ્કેલીમાં મૂક્યા હતા. પહેલા સેશનમાં અશ્વિને 24 ઓવરમાં 1 વિકેટ લીધી હતી. અશ્વિનને બીજા સેશનની શરૂઆતમાં અત્યારસુધી એકમાત્ર વિકેટ લીધી હતી. એણે ટૉમ લૈમૉનબોય (42)ને આઉટ કર્યો છે.

અશ્વિનનો માસ્ટર સ્ટ્રોક
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ન્યૂઝીલેન્ડ સામે હારવાનું કારણ પ્રક્ટિસ મેચ ન રમવાનું માનવામાં આવે છે. તેવામાં રવિચંદ્રન અશ્વિને WTC-2 પહેલા કાઉન્ટી ક્રિકેટ રમવાનો નિર્ણય લીધો હતો. અશ્વિન પ્રયત્ન કરી રહ્યો છે કે તે પોતાની વિવિધતામાં વધારો કરીને મેચમાં સારૂ પ્રદર્શન દાખવી શકે.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા પ્રેક્ટિસ મેચ રમવાની અનુમતિ આપી દીધી છે. BCCIએ 2 પ્રેક્ટિસ મેચની માગ કરી હતી. હવે ઈન્ડિયન ટીમ 4 ઓગસ્ટથી શરૂ થતી 5 ટેસ્ટ મેચની સિરીઝ પહેલા ડરહમમાં પ્રેક્ટિસ કરશે. આ સમય દરમિયાન તે કાઉન્ટી ટીમ સાથે 4 દિવસીય અને 3 દિવસીય એમ 2 પ્રેક્ટિસ મેચ પણ રમશે. આ બંને મેચનું આયોજન ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં કરાશે.

ટીમ ઈન્ડિયા 15 જુલાઇએ ડરહમ જશે
BCCIએ તમામ ક્રિકેટરોને ડરહમમાં 15 જુલાઇના રોજ એકઠા થવાનું કહ્યું છે. WTC ફાઇનલ પછી ટીમના ખેલાડીઓ બાયો-બબલ છોડીને વેકેશન માણવા ગયા હતા. આની પહેલા ખેલાડીઓને 15 જુલાઈએ લંડનમાં એકઠા થવાનું હતું, પરંતુ હવે પ્લાન ચેન્જ થયો છે અને તમામ ખેલાડીઓ ડરહમમાં ભેગા થશે.

ECBના પ્રવક્તાએ ડેલી મેઇલને કહ્યું હતું કે ઈન્ડિયન ટીમ 1 ઓગસ્ટ સુધી ડરહમમાં ટ્રેનિંગ કરશે. અમે સુનિશ્ચિત કરીશું કે ટીમ ઈન્ડિયા તમામ ગાઇડલાઇનનું પાલન કરે અને ડરહમમાં રોકાણ કરીને ટ્રેનિંગ તથા પ્રેક્ટિસ મેચ રમે.

ઈંગ્લેન્ડની ટીમ ભારત વિરૂદ્ધની શ્રેણીમાં રોટેશન નહીં કરે
આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઈન્ડિયન ટૂર પર ગયેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને તેની રોટેશન પોલિસીને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડે ભારતમાં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ઘણા ખેલાડીઓને રોટેટ કર્યા હતા. પરંતુ, હવે ઇંગ્લિશ કેપ્ટન જૉ રૂટ માને છે કે રોટેશનનો તબક્કો પૂરો થઈ ગયો છે.

ઈંગ્લેન્ડે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ભારત સામે અને ત્યારપછી ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 5-5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. રૂટે કહ્યું હતું કે પહેલા અમે ખેલાડીનું રોટેશન એટલા માટે કરતા હતા કે આવી નિર્ણાયક મેચમાં તેઓ ફિટ રહે.

અન્ય સમાચારો પણ છે...