તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • WTC 2 UPDATE | Team India Falls In WTC 2 Points Table, Pakistan Team Tops, Defeat Against England Cost Rank

લોર્ડ્સ ટેસ્ટમાં નંબર-1, લીડ્સમાં ધબડકો:WTC-2 પોઇન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયાની પડતી; પાકિસ્તાની ટીમ ટોપ પર પહોંચી, ઇંગ્લેન્ડ સામેની હાર મોંઘી પડી

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેડિંગ્લેમાં એક ઈનિંગ અને 76 રનથી ઈન્ડિયન ટીમની હાર, WTC-2માં વિનિંગ રેશિયો માત્ર 38.8%

ઇંગ્લેન્ડ સામેની કારમી હારને કારણે ઈન્ડિયન ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ના પોઇન્ટ ટેબલમાં મોટો ફટકો પડ્યો છે. 14 પોઇન્ટ સાથે ટીમ ઈન્ડિયા અત્યારે ત્રીજા ક્રમાંક પર આવી પહોંચી છે. ત્યારે આનો ફાયદો આપણા પાડોશી દેશ પાકિસ્તાનને થતા તે અત્યારે પોઇન્ટ ટેબલમાં ટોપ આવી ગયું છે.

ઈન્ડિયન ટીમના વિનિંગ રેશિયો પર અસર થઈ
લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઈન્ડિયન ટીમ હારી જતા તેનો વિનિંગ રેશિયો 38.88% થઈ ગયો છે. વળી પાકિસ્તાની ટીમ અત્યારે 50%ના વિનિંગ રેશિયો સાથે નંબર-1 પર પહોંચી ગઈ છે. તમને જણાવી દઇએ કે ઇંગ્લેન્ડની ટીમના પોઇન્ટ પણ 14 છે તથા વિનિંગ રેશિયો પણ 38.88% છે.

ફોટો- ICC
ફોટો- ICC

લોર્ડ્સ ટેસ્ટ પછી નંબર-1 હતી ટીમ ઈન્ડિયા
લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઈન્ડિયન ટીમે ઇંગ્લેન્ડને 151 રનથી હરાવીને WTC-2ના પોઇન્ટ્સ ટેબલમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. વળી તે સમયે પાકિસ્તાન તથા વેસ્ટઇન્ડિઝનો વિનિંગ રેશિયો પણ 50% હતો. ત્યારે 12-12 પોઇન્ટ્સ સાથે પાકિસ્તાન બીજા અને વિંડીઝ ત્રીજા નંબરે હતું.

લીડ્સમાં લીડ મોંધી પડી, 76 રનથી ઈન્ડિયન ટીમ હારી
લીડ્સના હેડિંગ્લેમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈન્ડિયન ટીમ એક ઈનિંગ અને 76 રનથી હારી ગઈ છે. આની સાથે જ બંને ટીમ વચ્ચે 5 ટેસ્ટની સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા પહેલી ઈનિંગમાં 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ઇંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 432 રન કરી ઈન્ડિયા સામે 354 રનની અજેય લીડ મેળવી લીધી હતી. વળી, ઈન્ડિયન ટીમ બીજી ઈનિંગમાં લીડનો પહાડ ચઢી શકી નહીં અને 278 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...