• Gujarati News
  • Sports
  • Cricket
  • Wrote A Message On Paper After Hitting A Century In Ranji I Love You Sushmita, Various Reactions Of Fans Went Viral

બંગાળના સ્પોર્ટ્સ મિનિસ્ટરનો લવ લેટર વાઈરલ:રણજીમાં સદી માર્યા પછી પેપર પર સંદેશ લખ્યો- આઈ લવ યૂ સુષ્મિતા, ફેન્સની વિવિધ પ્રતિક્રિયા વાઈરલ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

બંગાળના સ્પોર્ટ્સ મિનિસ્ટર મનોજ તિવારી અત્યારે તાજેતરના દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. ગુરુવારે તેમનો પ્રેમ પત્ર વાઈરલ થઈ રહ્યો છે. તેના પર ચાહકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે તો કેટલાક તેના રોમેન્ટિક અવતારના વખાણ કરી રહ્યા છે.

વાસ્તવમાં, આ પત્ર બેંગ્લોરના અલુર ક્રિકેટ સ્ટેડિયમમાંથી અપલોડ કરવામાં આવ્યો છે, જેને મનોજ તિવારીએ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીની સેમિફાઈનલ મેચ દરમિયાન સદી ફટકાર્યા બાદ મધ્ય મેદાન પર લહેરાવ્યો હતો.

36 વર્ષીય મનોજ તિવારીએ મધ્યપ્રદેશ વિરૂદ્ધ 102 રનની સદી રમીને પોતાની ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. એક સમયે, ટીમે પ્રથમ દાવમાં એમપીના 341 રનના જવાબમાં 54 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. સદી પૂરી કર્યા બાદ તિવારીએ પત્રિકા લહેરાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આમાં તેમની પત્ની સુષ્મિતા રોય અને તેમના બાળકોના નામ લખવામાં આવ્યા હતા.

એમપીની 176 રનની લીડ
સ્પોર્ટ્સ મિનિસ્ટર તિવારીએ શાહબાઝ અહેમદ સાથે છઠ્ઠી વિકેટમાં 183 રનની ભાગીદારી કરી ટીમને સંકટમાંથી ઉગારી હતી. શાહબાઝ અહેમદે પણ 116 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બંગાળની ટીમ પ્રથમ દાવમાં 273 રનમાં આઉટ થઈ ગઈ હતી અને એમપીને પ્રથમ દાવમાં 68 રનની લીડ મળી હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી એમપીની કુલ લીડ 176 રન પર પહોંચી ગઈ છે. બીજા દાવમાં એમપીએ બે વિકેટના નુકસાને 108 રન બનાવ્યા હતા.

મનોજ તિવારીએ 2013માં લગ્ન કર્યા હતા
મનોજ તિવારી પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. તેણે વર્ષ 2013માં સુષ્મિતા રોય સાથે લગ્ન કર્યા હતા. બંનેએ લગ્ન પહેલા લગભગ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. સુષ્મિતા ઘણી વખત પોતાના પતિને મેદાનમાં ચિયર કરતી જોવા મળી છે. મનોજ તિવારીએ ભારત માટે કુલ 15 મેચોમાં ભાગ લીધો હતો, જેમાં તે વધુ સારૂ પ્રદર્શન કરી શક્યો નહોતો.

અન્ય સમાચારો પણ છે...