સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિમેન્સ પ્રીમિયર લીગમાં પોતાની પ્રથમ જીત મેળવી છે. ટીમે યુપી વોરિયર્સને 5 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે બેંગ્લોરે લીગના પ્લે-ઓફમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે.
બુધવારે રાત્રે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં, બેંગ્લોરે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો. યુપીએ ગ્રેસ હેરિસ અને દીપ્તિ શર્માની અડધી સદીની પાર્ટનરશીપના આધારે 135 રન બનાવ્યા હતા. ત્યારબાદ બેંગ્લોરે 18 ઓવરમાં 5 વિકેટે 136 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો.
RCB તરફથી કનિકા આહુજાએ 46 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. હિથર નાઈટે 24 રનનું યોગદાન આપ્યું હતું.
બન્ને ટીમની પ્લેઇંગ-11
રોયલ ચેસેન્જર્સ બેંગ્લોર (RCB): સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડિવાઇન, એલિસ પેરી, શોભના આશા, રિચા ઘોષ (વિકેટકીપર), હીથર નાઇટ, શ્રેયાંકા પાટીલ, કનિકા અહુજા, મીગન શટ, દિશા કસાત અને રેણુકા સિંહ ઠાકુર.
યુપી વોરિયર્સ (UPW): એલિસા હીલી (કેપ્ટન), શ્વેતા સેહરાવત, કિરણ નવગિરે, તાહિલીયા મેક્ગ્રા, દીપ્તિ શર્મા, સિમરન શેખ, દેવિકા વૈધ, ગ્રેસ હેરિસ, સોફી એક્લેસ્ટન, અંજલિ સર્વની અને રાજેશ્વરી ગાયકવાડ.
યુપીએ અત્યારસુધી 4 મેચ રમી છે. જેમાંથી તેમને 2 મેચમાં જીત અને 2 મેચમાં હાર મળી છે. બીજી તરફ બેંગ્લોરે પોતાની તમામ મેચ હારી છે. મંધાનાની ટીમે પોતાના પાંચેય મુકાબલા હારી છે. તેમના ટેબલમાં 0 પોઇન્ટ્સ છે. બેંગ્લોરને પ્લેઑફની રેસમાં જીવંત રહેવા માટે આજની મેચ ગમે-તેમ કરીને જીતવી જ પડશે.
બન્ને ટીમ ટૂર્નામેન્ટમાં એકબીજાની સામે બીજીવાર રમશે. ગત મેચમાં યુપીએ બ્રેબોર્ન સ્ટેડિયમમાં બેંગ્લોરને 10 વિકેટે હરાવ્યું હતું. મેચમાં યુપીએ બેંગ્લોરને 138 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. અને પછી ટાર્ગેટ વિના વિકેટે ચેઝ કરી લીધો હતો.
યુપી ફાઈનલની દોડમાં સામેલ
યુપીએ અત્યારસુધી 4 મેચ રમી છે, જેમાંથી 2 મેચ જીતી છે. આ સમય યુપી પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબરે છે. તો મુંબઈ 10 પોઇન્ટ્સ સાથે પહેલા અને દિલ્હી 8 પોઇન્ટ્સ સાથે બીજા નંબરે છે. જો યુપી મુકાબલો જીતી જાય છે, તો ટેબલમાં 6 પોઇન્ટ્સ સાથે ત્રીજા નંબરે જ રહેશે. યુપીએ તેની છેલ્લી મેચમાં મુંબઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે યુપી વોરિયર્સને 8 વિકેટે હરાવ્યું હતું. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી યુપીની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 159 રન બનાવ્યા હતા. એલિસા હીલીએ 58 રન અને તાહિલીયા મેક્ગ્રાએ 50 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 17.3 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
RCB પહેલી જીતની રાહમાં...
સોમવારે બેંગ્લોરને સતત પાંચમી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ડી વાય પાટીલ સ્ટેડિયમમાં ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી બેંગ્લોરે 20 ઓવરમાં 4 વિકેટે 150 રન કર્યા હતા. જવાબમાં દિલ્હીએ 19.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
પિચ રિપોર્ટ
ડી વાય પાટીલ સ્ટેડિયમની પિચ હાઇ સ્કોરિંગ છે. બેટિંગ માટે આ પિચ અનુકુળ છે. ટૉસ જીતનારી ટીમ ચેઝ કરવાનું પસંદ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.