બ્રેબોર્ન સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા બેંગ્લોરે 20 ઓવરમાં 138 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ તરફથી એલિસ પેરીએ 52 રન બનાવ્યા હતા. જ્યારે યુપી તરફથી સોફી એક્લેસ્ટને 4 અને દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી હતી.
જવાબમાં વોરિયર્સે 13 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. યુપીની કેપ્ટન એલિસા હીલીએ 96 રન બનાવ્યા હતા.
મંધાના ફરી ફ્લોપ
મંધાના ફરી ફ્લોપ રહી. 4 રન બનાવી કેચ આઉટ થઈ. ત્યાર પછી સોફી ડિવાઈન 36 રન બનાવી આઉટ થઈ. 8 રન બનાવી કનિકા દીપ્તિ શર્માનો શિકાર બની. હીથર નાઇટ 2 રન બનાવી પેવેલિયન પરત ફરી. આક્રમક શ્રેયંકા 15 રન બનાવી આઉટ.
RCB સતત 3 હાર સાથે પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને છે. ત્યારે આજે તેમને પહેલી જીતની રાહ રહેશે. તો યુપી વોરિયર્સને ટૂર્નામેન્ટમાં એક જીત અને એક હાર મળી છે.
વોરિયર્સે ટીમમાં ફેરફાર કર્યો
બેંગ્લોરે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. તે જ સમયે, યુપીની કેપ્ટન એલિસા હીલીએ શબનીમ ઈસ્માઈલની જગ્યાએ ગ્રેસ હેરિસને ટીમમાં સામેલ કરી છે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી, બેંગ્લોર સતત 3 મેચ હારી ગયું છે, લીગમાં તેની પ્રથમ જીતની શોધમાં છે. બીજી તરફ યુપીને ટુર્નામેન્ટમાં એક જીત અને એક હાર મળી છે.
હવે જુઓ બન્ને ટીમની પ્લેઇંગ-11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB): સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડિવાઇન, એલિસ પેરી, હીથર નાઇટ, રિચા ઘોષ (વિકેટકીપર), એરિન બર્ન્સ, શ્રેયાંકા પાટીલ, કનિકા આહુજા, શહના પવાર, કોમલ ઝાંઝદ, રેણુકા ઠાકુર સિંહ
યુપી વોરિયર્સ (UPW): એલિસા હીલી (કેપ્ટન અને વિકેટકીપર), શ્વેતા સેહરાવત, તાહિલિયા મેક્ગ્રા, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, સિમરન શેખ, કિરણ નવગિરે, દેવકી વૈધ, સોફી એક્લેસ્ટન, અંજલિ સર્વની અને રાજેશ્વરી ગાયકવાડ.
યુપીને દિલ્હી સામે મળી હતી હાર
યુપી વોરિયર્સની ટૂર્નામેન્ટમાં આ ત્રીજી મેચ છે. ટીમે અત્યારસુધીમાં 2 મેચ રમી છે. જેમાં ગુજરાત જાયન્ટ્સની સામે રોમાંચક રીતે 3 વિકેટે જીત મેળવી હતી. તો દિલ્હી સામે 42 રનથી હાર મળી હતી. આજની મેચ જીતી જશે, તો ટીમ પોઇન્ટ્સ ટેબલમાં બીજા સંથાને પહોંચી જશે.
બેંગ્લોરને પહેલી જીતની રાહ
WPL ઓક્શનની સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરન ટીમ લગીમાં પોતાની ત્રણેય મેચ હારી ગઈ છે. ત્યારે આજે યુપીની સામે ટીમ પહેલી જીતની રાહમાં ઉતરશે. ટૂર્નામેન્ટમાં ટીમને અત્યારસુધીમાં મુંબઈ, દિલ્હી અને ગુજરાત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ ખેલાડીઓ ઉપર રહેશે નજર
બેંગ્લોરની સ્મૃતિ મંધાના, એલિસ પેરા, સોફી ડિવાઇન, હીથર નાઇટ અને મીગન શટ પર નજર રહેશે. તો યુપીની એલિસા હીલી, તાહિલીયા મૈક્ગ્રા, ગ્રેસ હેરિસ અને કિરણ નવગિર પર નજર રહેશે.સ
પિચ રિપોર્ટ
બ્રેબોર્ન સ્ટેડિયમની પિચ હાઇસ્કોરિંગ રહી છે. મુંબઈ અને દિલ્હીની ટીમ અહીં પહેલા બેટિંગ કરતા 200+ રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેવામાં ટૉસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરીને બોર્ડ પર મોટો સ્કોર બનાવવા પર ફોકસ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.