વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સની વચ્ચે મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે સતત પાંચમી મેચ જીતી છે. મુંબઈએ ગુજરાતને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ચેઝ કરવા ઉતરેલી ગુજરાતની ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 107 રન જ બનાવી શકી હતી. ગુજરાત જાયન્ટ્સ આ હાર સાથે પ્લેઑફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. ગુજરાત તરફથી હરલીન દેઓલે સૌથી વધુ 22 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન સ્નેહ રાણાએ 20 રન કર્યા હતા. મુંબઈ તરફથી સૌથી વધુ નેતાલી સીવર અને હેલી મેથ્યૂઝે 3-3 વિકેટ ઝડપી હતી. તો અમીલિયા કેરે 2 વિકેટ લીધી હતી, તો ઇસાબેલ વોંગને 1 વિકેટ મળી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની ઇનિંગ...
મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત ઓવરમાં 8 વિકેટે 162 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ કેપ્ટન હરમનપ્રીત કૌરે 51 રન બનાવ્યા હતા. તો યાસ્તિકા ભાટિયાએ 44 રન કર્યા હતા. મુંબઈની ટીમ એક તબક્કે ફરી મોટો સ્કોર બનાવશે તેવું સાગતું હતું. પણ હરલીન દેઓલે એખ શાનદાર ડાયરેક્ટ થ્રો અને અદભુત કેચ કરતા, મુંબઈની ટીમ 162 રન સુધી સીમિત રહી શકી હતી. ગુજરાત તરફથી એશ્લે ગાર્ડનરે 3 વિકેટ ઝડપી હતી. સ્નેહ રાણા, કીમ ગાર્થ અને તનુજા કંવરે 1-1 વિકેટ લીધી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ગુજરાત જાયન્ટ્સ (GG): સ્નેહ રાણા (કેપ્ટન), સોફિયા ડંકલી, હરલીન દેઓલ, સબ્બિનેની મેઘના, સુષ્મા વર્મા (વિકેટકીપર), દયાલન હેમલતા, તનુજા કંવર, એનાબેલ સધરલેન્ડ, માનસી જોશી, એશ્લે ગાર્ડનર અને કીમ ગાર્થ.
મુંબઈ ઈન્ડિયન્સ (MI): હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હેલી મેથ્યૂઝ, નેતાલી સીવર બ્રન્ટ, અમીલિયા કેર, હુમૈરા કાઝી, ધારા ગુજ્જર/પૂજા વસ્ત્રાકર, ઇસાબેલ વોંગ, અમનજોત કૌર, જીંતિમની કલિતા અને સાઇકા ઈશાક.
ગુજરાતે 4 મેચમાંથી 3 મેચ હારી
ગુજરાત જાયન્ટ્સની ટૂર્નામેન્ટમાં શરૂઆત ખરાબ રહી હતી. મુંબઈ પછી ટીમને યુપીએ 3 વિકેટે હરાવ્યું હતું. ત્રીજી મેચમાં ટીમે 11 રને જીત મેળવી હતી. પરંતુ ફછી દિલ્હી સામે 10 વિકેટે હાર મળી હતી. ટીમની પૂર્વ કેપ્ટન બેથ મૂની ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
તેની જગ્યાએ સ્નેહ રાણા કેપ્ટન છે, પરંતુ તેની અસર તેના પ્રદર્શન પર પડી રહી છે. તેણે અત્યારસુધીમાં કંઈ ખાસ પરફોર્મન્સ આપ્યું નથી.
મુંબઈએ સતત 4 મેચ જીતી
મુંબઈ ઈન્ડિયન્સે આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવીને કરી હતી. આ પછી ટીમે બેંગ્લોર, દિલ્હી અને યુપીને પણ હરાવ્યું હતું. ટીમે અત્યારસુધીમાં રમાયેલી ચારેય મેચમાં જીત મેળવીને 8 પોઇન્ટ્સ મેળવીને પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ કર્યું છે.
ટીમની હેલી મેથ્યૂઝ, નેતાલી સીવર બ્રન્ટ, હરમનપ્રીત કૌર, યાસ્તિકા ભાટિયા અને અમિલિયા કેરે શાનદાર બેટિંગ કરી છે. તો સાઇકા ઈશાક અને ઇસાબેલ વોંગ શાનદાર બોલિંગ કરી રહી છે.
64 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી ગુજરાતની ટીમ
મુંબઈ અને ગુજરાતની વચ્ચે ટૂર્નામેન્ટની પહેલી મેચ 4 માર્ચે રમાઈ હતી. જેમાં ટૉસ જીતીને ગુજરાતે પહેલા બોલિંગ લીધી હતી. મુંબઈએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 64 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
પિચ રિપોર્ટ
બ્રેબોર્ન સ્ટેડિયમની પિચ હાઇસ્કોરિંગ છે. ટૂર્નામેન્ટમાં અહીં એવરેજ સ્કોર 171 રન છે. શરૂઆતમાં ટીમ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કરે છે. પરંતુ હવે ટીમ ચેઝ કરવા પર ફોકસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.