આજે WPLનો પહેલો ડબલ હેડર-ડે છે. રવિવારની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં મેચ રમાઈ ગઈ હતી. જેમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 60 રને પરાજય આપ્યો હતો. દિલ્હી કેપિટલ્સે આપેલા 224 રનના મહાકાય પહાડ જેવા ટાર્ગેટની સામે બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 163 રન જ બનાવી શકી હતી. બેંગ્લોરનો ધબડકો થયો હતો. ટીમ તરફથી સૌથી વધુ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 35 રન બન્યા હતા. જ્યારે હીથર નાઇટ 34 રન ,એલિસ પેરી 31 રન અને મીગન શટ 30* રન બનાવ્યા હતા. DC ટીમ તરફથી સૌથી વધુ તારા નોરિસે 5 વિકેટ ઝડપી હતી. એલિસ કેપ્સીને 2 વિકેટ, જ્યારે શિખા પાંડેને 1 વિકેટ મળી હતી.
અમેરિકાની તારા નોરિસ WPLમાં પાંચ વિકેટ લેનાર પહેલી બોલર બની
USAની તારા નોરિસે સપાટો તરખાટ મચાવ્યો હતો. તેણે પહેલી 4 વિકેટ 9 બોલની અંદર ઝડપી હતી. આ પછી તેણે પોતાની છેલ્લી ઓવરમાં હીથર નાઇટને આઉટ કરીને 5 વિકેટ લીધી હતી. આ સાથે જ તે WPLમાં પાંચ વિકેટ લેનાર પહેલી બોલર બની ગઈ છે. તેના પરફોર્મન્સ પરથી ખ્યાલ આવી જાય છે કે પ્રીમિયર લીગમાં એસોસિએટ દેશના પ્લેયર્સ પણ સારું પ્રદર્શન કરી શકે છે.
આવી રીતે પડી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વિકેટ...
પહેલી: સોફી ડિવાઇન ચોથી ઓવરમાં એલીસ કેપ્સીની બોલિંગમાં મિડ-ઑફ પરથી શોટ મારવા ગઈ હતી. જોકે શોટમાં પાવર ના હોવાના કારણે બોલ નીચે રહ્યો હતો, અને ત્યાં ઊભેલી શેફાલીએ શાનદાર કેચ કર્યો હતો.
બીજી: એલીસ કેપ્સીએ લેગ સ્ટમ્પ પર બોલ નાખ્યો હતો. જેને મંધાના સ્કુપ શોટ મારવા ગઈ હતી પણ બોલ ફાઈન લેગ પાસે ગયો હતો અને ત્યાં ઊભેલી શિખા પાંડે કેચ કરી લીધો હતો.
ત્રીજી: એલિસ પેરી 31 રને તારા નોરિસની બોલિંગમાં બોલ્ડ થઈ હતી.
ચોથી: દિશા કસાત 9 રને આઉટ થઈ હતી. તારા નોરિસની બોલિંગમાં તે આઉટ થઈ હતી.
પાંચમી: રિચા ઘોષ લોંગ-ઓન પરથી છગ્ગો ફટકારવા ગઈ હતી પણ ટાઇમિંગ ના આવતા રાધા યાદવે કેચ કરી લીધો હતો. તારા નોરિસે ત્રીજી સફળતા મેળવી હતી.
છઠ્ઠી: તારા નોરિસે સતત બીજા બોલે વિકેટ લેતા કનિકા અહુજાને આઉટ કરી હતી.
સાતમી: શિખા પાંડેએ આશા શોભનાને આઉટ કરી હતી. તેનો કેચ રાધા યાદવે કર્યો હતો.
આઠમી: તારા નોરિસે સ્લોઅર બોલ નાખ્યો હતો. તેને કવર પરથી હીથર નાઇટ શોટ મારવા ગઈ હતી. પરંતુ બોલ ધીમો હોવાથી ત્યાં ઊભેલી મેગ લેનિંગે કેચ કરી લીધો હતો, અને તારા નોરિસને પાંચમી સફળતા મળી હતી.
દિલ્હી કેપિટલ્સની ઇનિંગ...
દિલ્હીએ નિર્ધારિત ઓવરમાં 2 વિકેટે 223 રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમ તરફથી ઓપનર્સે શાનદાર બેટિંગ કરી હતી. શેફાલી વર્મા અને કેપ્ટન મેગ લેનિંગ વચ્ચે 162 રનની પાર્ટનરશિપ થઈ હતી. શેફાલી વર્માએ સૌથી વધુ 45 બોલમાં 84 રન ફટકાર્યા હતા. તો કેપ્ટન મેગ લેનિંગે 43 બોલમાં 72 રન ફટકાર્યા હતા. અંતેમાં મેરિયન કેપે શાનદાર ફિનિશિંગ કર્યું હતું. તેણે 17 બોલમાં 39 રન ફટકારી દીધા હતા. જેમિમાએ 15 બોલમાં 22 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલર્સની આજે ધોલાઈ થઈ હતી. ટીમ તરફથી હીથર નાઇટે 2 વિકેટ લીધી હતી.
આ રીતે દિલ્હી કેપિટલ્સની વિકેટ પડી...
પહેલી: હીથર નાઇટે 15મી ઓવર કરી નાખી હતી. દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ ત્રીજા બોલ પર આગળ આવી, પરંતુ બોલ ચૂકી ગઈ હતી અને બોલ્ડ થઈ હતી.
બીજી: 15મી ઓવરના પાંચમા બોલ પર શેફાલી વર્માએ આગળ વધીને શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એડ્જ વાગતા વિકેટકીપર રિચા ઘોષે કેચ કરી લીધો હતો.
મેચના ફોટોઝ જુઓ...
બન્ને ટીમની પ્લેઇંગ-11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડિવાઇન, દિશા કસાત, એલિસા પેરી, રિચા ઘોષ (વિકેટકીપર), હીથર નાઇટ, કનિકા અહુજા, આશા શોભના, પ્રીતિ બોસ ,મીગન શટ અને રેણુકા ઠાકુર સિંહ.
દિલ્હી કેપિટલ્સ: મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, મારિયેન કેપ, જેમિમા રોડ્રિગ્સ, એલીસ કેપ્સી, જેસ જોનાસન, તાનિયા ભાટિયા (વિકેટકીપર), અરુંધતિ રેડ્ડી, શિખા પાંડે, રાધા યાદવ અને તારા નોરિસ.
મુંબઈએ જીતી પહેલી મેચ
લીગની શરૂઆતની મેચ ધમાકેદાર રહી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સને 143 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે લીગની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. તેણે 30 બોલમાં 65 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.
લીગની સૌથી મોંઘી ખેલાડી સ્મૃતિ મંધાના અને ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન મેગ લેનિંગ ડબલ હેડરની પ્રથમ મેચમાં કેપ્ટન તરીકે જોવા મળશે. બીજી મેચમાં, યુપીની કેપ્ટનશિપ એલિસા હીલી અને બેથ મૂની કરશે. જોકે બેથ મૂની ગઈકાલની મેચમાં રિટાયર હર્ટ થઈ હતી, અને ફરી બેટિંગ કરવા આવી શકી નહોતી. તો આજની મેચમાં તે રમશે કે નહીં, તે અંગે સસ્પેન્સ યથાવત છે.
સૌથી પહેલા રોયલ ચેલેનજર્સ બેંગ્લુરુ વિશે જાણીએ...
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુમાં બોલર્સનો અભાવ
WPL ઓક્શનમાં સૌથી મોંઘી પ્લેયર સ્મૃતિ મંધાના ટીમની કેપ્ટન છે. તેની ઉપરાંત ટીમમાં સોફી ડિવાઇન, હીથર નાઇટ, એલિસ પેરી, ડાન વેન નિકર્ક, રિચા ઘોષ, મીગન શટ અને રેણુકા સિંહ જેવી ટોપ ક્લાસ પ્લેયર્સ છે, પરંતુ ટીમમાં છતાં પણ ડોમેસ્ટિક ફાસ્ટ બોલરનો અભાવ જોવા મળે છે.
સ્ટ્રેન્થ: સૌથી અટેકિંગ બેટિંગ લાઇન-અપ RCBની જ છે. મોટાં-મોટાં નામોને ટીમમાં સામેલ કર્યાં છે. 6માંથી 5 વિદેશી ખેલાડી કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને જિતાડી શકે છે. સ્મૃતિ, રિચા અને રેણુકા આ ત્રણેય પ્લેયર્સ શાનદાર છે.
વીકનેસ: સ્પિનર્સની ભારે અછત છે. ખાસ કરીને ડોમેસ્ટિક સ્પિનર્સ ખરીદવામાં ફોકસ નથી રાખ્યું. ડોમેસ્ટિક ઓલરાઉન્ડર્સમાં કોઈ મોટું નામ નથી. સ્પિનર્સની અછતથી પ્લેઇંગ-11 વીક દેખાઈ આવે છે.
હવે દિલ્હી કેપિટલ્સ વિશે જાણીએ...
દિલ્હી કેપિટલ્સ સૌથી સંતુલિત ટીમ
ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગને ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે. જેમિમા રોડ્રિગ્સ વાઇસ-કેપ્ટન છે. અને ટીમમાં શેફાલી વર્મા, મારિયન કેપ, એલિસ કેપ્સી, જેસ જોનાસન, રાધા યાદવ અને શિખા પાંડે જેવી ટોપ ક્લાસ ઈન્ટરનેશનલ પ્લેયર્સ છે.
સ્ટ્રેન્થ: 6 ઈન્ટરનેશનલ ઓલરાઉન્ડર્સ છે, જેમાં પાંચ પ્લેયર્સે હજુ સાઉથ આફ્રિકામાં રમાયેલા T20 વર્લ્ડ કપ રમ્યો હતો. ટીમમાં 7 ઈન્ટરનેશનલ ખેલાડી પણ છે. એસોસિયેટ દેશની તારા નોરિસને પણ સામેલ કરી છે, તો તેઓ ટીમમાં 5 વિદેશી ખેલાડીને પણ રમાડી શકે છે.
વીકનેસ: એક્સ્ટ્રા પ્લેયર્સમાં અનુભવની અછત છે. ટૉપ પ્લેયર્સની ઈજા થવાની સ્થિતિમાં સમસ્યા આવી શકે છે. વિદેશી વિકેટકીપર પર પર દાવ ના લગાડવો પણ ભારી પડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.