વુમન્સ પ્રીમિયર લીગમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સની વચ્ચે મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે દિલ્હી કેપિટલ્સ 18.4 ઓવરમાં 136 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી એશ્લે ગાર્ડનરે ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. તેણે પહેલા 51* રન ફટકાર્યા હતા. સાથે જ 2 વિકેટ લીધી અને એક કેચ પણ કર્યો હતો. તેની સાથે તનુજા કંવર અને કીમ ગાર્થે પણ 2-2 વિકેટ લીધી હતી. તો સ્નેહ રાણા અને હરલીન દેઓલને 1-1 વિકેટ મળી હતી. દિલ્હી તરફથી મેરિયન કેપે 36 રન બનાવ્યા હતા. તો છેલ્લે અરુંધતી રેડ્ડીએ જિતાડવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પણ તે 25 રને આઉટ થઈ ગઈ હતી. આમ આ જીત સાથે જ ગુજરાતની પ્લેઑફમાં પહોંચાવાની આશા હજુ જીવંત છે.
ગુજરાત જાયન્ટ્સની ઇનિંગ...
ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત ઓવરમાં 4 વિકેટે 147 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ લૌરા વોલ્વાર્ટે 57 રને બનાવ્યા હતા. તો એશ્લે ગાર્ડનરે 51* રન કર્યા હતા. બન્ને વચ્ચે 53 બોલમાં 81 રનની પાર્ટનરશિપ થઈ હતી. દિલ્હી તરફથી જેસ જોનાસને 2 વિકેટ લીધી હતી. જ્યારે મેરિયન કેપ અને અરુંધતી રેડ્ડીને 1-1 વિકેટ મળી હતી.
પ્લેઇંગ-11માં બન્ને ટીમે ફેરફાર કર્યા
દિલ્હીની ટીમે એક ફેરફાર કર્યો છે. તારા નોરિસની જગ્યાએ પૂનમ યાદવને સ્થાન આપ્યું છે. તો ગુજરાતે બે ફેરફાર કર્યા છે. તેઓએ એસ. મેઘના અને એનાબેલ સધરલેન્ડની જગ્યાએ લૌરા વોલ્વાર્ટ અને અશ્વિની કુમારીને સ્થાન આપ્યું છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
દિલ્હી કેપિટલ્સ (DC): મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, મેરિયન કેપ, જેમિમા રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, જેસ જોનાસન, તાનિયા ભાટિયા (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, શિખા પાંડે, રાધા યાદવ અને પૂનમ યાદવ
ગુજરાત જાયન્ટ્સ (GG): સ્નેહ રાણા (કેપ્ટન), સોફિયા ડંકલી, લૌરા વોલ્વાર્ટ, હરલીન દેઓલ, સુષ્મા વર્મા (વિકેટકીપર), દયાલન હેમલતા, તનુજા કંવર, માનસી જોશી, એશ્લે ગાર્ડનર, અશ્વિની કુમારી અને કીમ ગાર્થ.
આ મેચમાં દિલ્હી કેપિટલ્સની પાસે પ્લેઑફમાં જગ્યા પાક્કી કરવાની તક છે. દિલ્હી 8 પોઇન્ટ્સની સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબરે છે. મુંબઈએ પોતાની જગ્યા બનાવી લીધી છે, તેઓ 10 પોઇન્ટ્સ સાથે ટૉપ પર છે.
ગુજરાતને ટૂર્નામેન્ટમાં અત્યારસુધીમાં એક જ જીત મળી છે. બુધવારે બેંગ્લોરની જીતથી હુજરાત છેલ્લા સ્થાને પહોંચી ગયું છે. ગુજરાતની પાસે ત્રીજા નંબર પર આવવાની તક છે. બન્ને ટીમ ટૂર્નામેન્ટમાં બીજીવાર ટકરાશે. ગત મેચમાં દિલ્હીએ ગુજરાતને એકતરફી મેચમાં 10 વિકેટે હરાવ્યું હતું.
દિલ્હીએ માત્ર એક જ મેચ હારી છે
ટૂર્નામેન્ટમાં દિલ્હીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે અત્યારસુધીમાં રમેલી 5 મેચમાંથી માત્ર 1 મેચ જ હારી છે. તેમને મુંબઈ સામે હાર મળી હતી. છેલ્લી મેચની વાત કરીએ તો દિલ્હીએ RCBને રોમાંચક મેચમાં 6 વિકેટે હરાવ્યું હતું. ટીમ દરેક મેચ પછી સારી થતી જાય છે. તેમની પાસે એક સારી ટીમ કોમ્બિનેશન અને લાઇનઅપ છે. છેલ્લે સુધી બેટિંગ કરવાથી ટીમને ફાયદો મળ્યો છે. ટીમ પ્લેઑફમાં જગ્યા બનાવવા માટે એક જીત જ દૂર છે.
ગુજરાતને જીતની રાહ...
ગુજરાત પહેલી મેચથી જ નબળી દેખાઈ આવી છે. ટીમની કેપ્ટન બેથ મૂનીના જવાથી લીડરશિપ જોવા મળતી નથી. ગુજરાતે રમેલી મેચની વાત કરીએ તો ગુજરાતે એક જ મેચ RCB સામે જીતી છે. ગાર્ડનરની શાનદાર બોલિંગના કારણે તે મેચ GGએ 11 રને જીતી લીધી હતી. ગત મેચમાં ગુજરાતને મુંબઈ સામે 55 રને હાર મળી હતી. ટીમની ટૉપ સ્કોરર હરલીન દેઓલ છે, જેણે 5 મેચમાં કુલ 155 રન બનાવ્યા છે.
પિચ રિપોર્ટ
બ્રેબોર્ન સ્ટેડિયમની પિચ હાઇસ્કોરિંગ છે. બેટિંગ માટે આ પિચ અનુકુળ છે. ત્યારે ટૉસ જીતનારી ટીમ ટાર્ગેટને ચેઝ કરવાનું પસંદ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.