• Gujarati News
  • Sports
  • Cricket
  • WPL 2023 DC Vs UP LIVE Score Update; Meg Lenning, Shefali Verma, Allysie Helea,Deepti Sharma, Grace Harris

WPLમાં દિલ્હી કેપિટલ્સની સતત બીજી જીત:UPને 42 રને હરાવ્યું, તાહિલિયા મેક્ગ્રાએ 90 રન ફટકાર્યા; જોનાસન જેસે 3 વિકેટ ઝડપી

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં આજે દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સની વચ્ચે મેચ રમાશે. મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. દિલ્હી કેપિટલ્સે આપેલા 212 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી યુપી વોરિયર્સની ટીમ નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે 169 રન જ બનાવી શકી હતી. દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને 42 રને હરાવ્યું હતું. ટીમ તરફથી એકમાત્ર તાહિલીયા મેક્ગ્રાએ લડત આપી હતી. તેણે 50 બોલમાં 90* રન ફટકાર્યા હતા. આ પછી સેકન્ડ હાઇએસ્ટ રન સ્કોરર એલિસા હીલી (24 રન) હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી સૌથી વધુ વિકેટ જોનાસન જેસે લીધી હતી. તેણે 3 વિકેટ લીધી હતી. તો શિખા પાંડે અને મેરિયન કેપને 1-1 વિકેટ મળી હતી. દિલ્હીએ આ સતત બીજી જીત મેછવી હતી.

આવી રીતે પડી યુપી વોરિયર્સની વિકેટ...

પહેલી: એલિસા હીલી શોટને મારવા ગઈ હતી, પરંતુ થીક એડ્જ વાગતા જોનાસનની બોલિંગમાં આઉટ થઈ હતી. તેનો કેચ પોઇન્ટ પર રાધા યાદવે કર્યો હતો.

બીજી: જોનાસને એક જ ઓવરમાં બીજી વિકેટ લીધી હતી. તેણે આ વખતે કિરણ નવગિરેને આઉટ કરી હતી. નવગિરે આગળ આવીને શોટ રમવા ગઈ હતી, પણ ટાઇમિંગ ના હોવાના કારણે લોંગ-ઓન પર મેરિયન કેપે કેચ કરી લીધો હતો.

ત્રીજી: મેરિયન કેપે શ્વેતા સેહરાવાતને આઉટ કરી હતી. શ્વેતા બાઉન્સર ના રમી શકી અને તેનો કેચ વિકેટકીપર તાનિયા ભાટિયાએ કર્યો હતો.

ચોથી: રાધા યાદવે શાનદાર કેચ કર્યો હતો. તેણે ફુલ ડાઇવ લગાવીને લો કેચ કર્યો હતો. શિખા પાંડેની બોલિંગમાં દીપ્તિ શર્માએ લોંગ-ઓન પર શોટ માર્યો હતો.

પાંચમી: જેસ જોનાસને ત્રીજી વિકેટ લેતા અને રાધા યાદવે ત્રીજો કેચ પકડતા, દેવિકા વૈધ આઉટ થઈ હતી.

દિલ્હી કેપિટલ્સની ઇનિંગ...

દિલ્હીએ સતત બીજી મેચમાં 200+ રનનો સ્કોર નોંધાવ્યો છે. દિલ્હીએ નિર્ધારિત ઓવરમાં 4 વિકેટે 211 રન બનાવ્યા છે. જેમાં કેપ્ટન મેગ લેનિંગે સૌથી વધુ 42 બોલમાં 70 રન ફટકાર્યા હતા. તો જેસ જોનાસને ફટકાબાજી કરી હતી. તેણે માત્ર 20 બોલમાં 42*રન ફટકારીને ટીમના સ્કોરને 200ને પાર પહોંચાડ્યો હતો. જેમિમા રોડ્રિગ્સ 34* રન કર્યા હતા. યુપી તરફથી શબનિમ ઇસ્માઇલ, એક્લેસ્ટન, તાહિલીયા મૈક્ગ્રા અને રાજેશ્વરી ગાયકવાડે 1-1 વિકેટ મળી હતી.

આવી રીતે પડી દિલ્હી કેપિટલ્સની વિકેટ...

પહેલી: શેફાલી વર્મા 17 રને તાહિલીયા મૈક્ગ્રાની બોલિંગમાં આઉટ થઈ હતી. આ વિકેટ-ટેકિંગ ડિલિવરી નહોતી. પણ કિરણ નવગિરેએ શાનદાર રીતે દોડીને ડિપ સ્ક્વેર લેગ પર ડાઇવ કેચ કર્યો હતો.

બીજી: એક્લેસ્ટને મેરિયન કેપને આઉટ કરી હતી. તેનો કેચ દીપ્તિ શર્માએ કર્યો હતો.

ત્રીજી: કેપ્ટન મેગ લેનિંગ રાજેશ્વરી ગાયકવાડની બોલિંગમાં બોલ્ડ થઈ હતી.

ચોથી: શબનિમ ઇસ્માઇલે એલિસ કેપ્સીને આઉટ કરી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11

યુપી વોરિયર્સ: એલિસા હીલી (કેપ્ટન અને વિકેટકીપર), શ્વેતા સેહરાવત, તાહિલિયા મેક્ગ્રા, દીપ્તિ શર્મા, શબનિમ ઇસ્માઇલ, સિમરન શેખ, કિરણ નવગિરે, દેવકી વૈધ, સોફી એક્લેસ્ટન, અંજલિ સર્વની અને રાજેશ્વરી ગાયકવાડ.

દિલ્હી કેપિટલ્સ: મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, મારિયેન કેપ, જેમિમા રોડ્રિગ્સ, એલીસ કેપ્સી, જેસ જોનાસન, તાનિયા ભાટિયા (વિકેટકીપર), અરુંધતિ રેડ્ડી, શિખા પાંડે, રાધા યાદવ અને તારા નોરિસ.

દિલ્હીના નામે WPLમાં હાઇએસ્ટ સ્કોર
મેગ લેનિંગની કેપ્ટનશિપની દિલ્હી કેપિટલ્સે ટૂર્નામેન્ટમાં પોતાની શરૂઆતની મેચમાં જ 223 રન બનાવી દીધા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે ટીમે ઓપનર મેગ લેનિંગ અને શેફાલી વર્માએ આક્રમક બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી. જેમિમા રોડ્રિગ્સ અને મેરિયન કેપે પણ શાનદાર ઇનિંગ રમી હતી.

બોલિંગમાં તારા નોરિસે 5 વિકેટ ઝડપીને બેંગ્લોરની કમર તોડી નાખી હતી. તેઓને 20 ઓવરમાં 163 રને જ અટકાવી દીધું હતું.

યુપીએ જીતી રોમાંચક મેચ
દિલ્હીએ જ્યાં ડોમિનેટિંગ જીત મેળવી હતી, ત્યાં જ યુપીએ રોમાંચક મેચમાં ગુજરાતને 3 વિકેટે હરાવ્યું હતુ. યુપીને છેલ્લી 18 બોલ પર 53 રનની જરૂર હતી, ત્યારે ગ્રેસ હેરિસ અને સોફી એક્લેસ્ટને છેલ્લે સુધી બેટિંગ કરીને ટીમને એક બોલ રાખીને જીત અપાવી હતી. ગ્રેસ હેરિસે નોટઆઉટ 59 રનની આતશી ઇનિંગ રમી હતી.

યુપી તરફથી કિરણ નવગિરેએ પણ 53 રન બનાવ્યા હતા. તો બોલિંગમાં દીપ્તિ શર્મા અને સોફી એક્લેસ્ટને 2-2 વિકેટ લીધી હતી.

પિચ રિપોર્ટ
દિલ્હીએ છેલ્લી મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમી હતી, તેથી અહીં ટીમ તરીકે તેનો પ્રથમ અનુભવ હશે. બીજી તરફ આ જ મેદાન પર યુપીએ ગુજરાતને હરાવ્યું હતું. ટીમે ચેઝ કરીને મેચ જીતી લીધી હતી, પરંતુ અત્યારસુધીની ટૂર્નામેન્ટમાં પ્રથમ બેટિંગ કરતી ટીમે મોટો સ્કોર કરતી જોવા મળી છે. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરીને બોર્ડ પર મોટો સ્કોર મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

હવામાન સ્થિતિ
મુંબઈમાં અત્યારે ગરમી રહે છે. મંગળવારનું વાતાવરણ પણ સાફ રહેશે. વરસાદ પડવાની કોઈ સંભાવના નથી. રાતનું તાપમાન 29થી 31 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.

આ ખેલાડીઓ પર નજર રાખશે
દિલ્હી તરફથી, કેપ્ટન મેગ લેનિંગ, શેફાલી વર્મા, મેરિયન કેપ, જેમિમા રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, રાધા યાદવ, તારા નોરિસ અને જેસ જોનાસેન પર ધ્યાન આપવાનું રહેશે. તો, યુપીની કેપ્ટન એલિસા હીલી સિવાય, કિરણ નવગીરે, તાહલિયા મેક્ગ્રા, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ અને સોફી એક્લેસ્ટન ફરીથી શાનદાર ગેમ દેખાડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...