વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સની વચ્ચે મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. ગુજરાત જાયન્ટ્સે આપેલા 106 રનના ટાર્ગેટને દિલ્હી કેપિટલ્સે માત્ર 7.1 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વિના જ ચેઝ કરી લીધો હતો. ટીમ તરફથી શેફાલી વર્માએ આ ટૂર્નામેન્ટની બીજી ફિફ્ટી ફટકારતા 28 બોલમાં 76 રન ફટકારી દીધા હતા. આ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 5 છગ્ગા પણ માર્યા હતા, તો તેની સ્ટ્રાઈક રેટ 271.43ની રહી હતી. કેપ્ટન મેગ લેનિંગે 15 બોલમાં 21 રન બનાવ્યા હતા.
ગુજરાત જાયન્ટ્સની ઇનિંગ...
ગુજરાતે નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 105 રન બનાવ્યા છે. ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે 30 રનની અંદર જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. GG તરફથી સૌથી વધુ કીમ ગાર્થે 37 બોલમાં 32 ર બનાવ્યા હતા. તો જ્યોર્જિયા વેરહેમે 22 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી સૌથી વધુ મેરિયન કેપે 5 વિકેટ ઝડપી હતી. શિખા પાંડેએ 3 વિકેટ લીધી હતી, જ્યારે રાધા યાદવને 1 વિકેટ મળી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ-11
દિલ્હી કેપિટલ્સ (DC): દિલ્હી કેપિટલ્સ (DC): મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, મેરિયન કેપ, જેમિમા રોડ્રિગ્સ, લૌરા હેરિસ, જેસ જોનાસન, તાનિયા ભાટિયા (વિકેટકીપર), મિન્નુ મની, શિખા પાંડે, રાધા યાદવ અને તારા નોરિસ.
ગુજરાત જાયન્ટ્સ (GG): સ્નેસ્નેહ રાણા (કેપ્ટન), હરલીન દેઓલ, એસ. મેઘના, સુષ્મા વર્મા (વિકેટકીપર), દયાલન હેમલતા, લૌરા વોલ્વાર્ટ , તનુજા કંવર, જ્યોર્જિયા વેરહેમ, માનસી જોશી, એશ્લે ગાર્ડનર અને કીમ ગાર્થ.
બેથ મૂની ટૂર્નામેન્ટની બહાર
ગુજરાતની પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર બેથ મૂની ઈજાના કારણે ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે. તેની જગ્યાએ સ્નેહ રાણા કેપ્ટનશિપ કરી રહી છે. તો બેટિંગની જવાબદારી હરલીન દેઓલ, સોફિયા ડંકલી અને લૌરા વોલ્વાર્ટની પાસે રહેશે.
ગુજરાત માટે મેચ જીતવી જરૂરી
ગુજરાતે માટે આજની મેચ નોકઆઉટ સમાન છે. કારણ કે ગુજરાતે અત્યારસુધીમમાં 3 મેચમાંથી 1 મેચ જ જીતી છે. 2 પોઇન્ટની સાથે ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ચોથા નંબરે છે. આજની મેચ હારવા પર ગુજરાતે પોતાની આગલી ચારેય મેચ જીતની પડે તેમ છે. ત્યારે જ તેઓ પ્લેઑફ માટે ક્વોલિફાય કરી શકશે.
મુંબઈ 6 પોઇન્ટ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર છે. તો દિલ્હી 4 પોઇન્ટ્સની સાથે બીજા નંબરે છે. જો દિલ્હી આજની મેચ જીતી જશે, તો મુંબઈની સાથે પણ 6 પોઇન્ટ થશે અને ટીમ બીજા સ્થાન પર પોતાની સ્થિતિ મજબૂત કરી લેશે.
ગુજરાતની સફરની વાત કરીએ તો પહેલી મેચમાં ટીમને મુંબઈની સામે એકતરફી હાર મળી હતી. તો આ પછી યુપી સામે તેમને 3 વિકેટે હાર મળી હતી. ત્રીજી મેચમાં RCBની સામે 11 રનેથી જીત મળી હતી.
દિલ્હીએ બે મેચ જીતી
દિલ્હીએ ટૂર્નામેન્ટમાં અત્યારસુધીમાં 3 મેચ રમી છે. જેમા તેમને બે મેચમાં જીત મળી છે, જ્યારે મુંબઈ સામેની છેલ્લી મેચમાં હાર મળી છે. ટીમે પહેલી બન્ને મેચમાં પહેલી બેટિંગ કરતા બન્ને વખતે 200+ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જોકે ત્રીજી મેચમાં ટીમ 105 રનમાં જ ઓલઆઉટ થઈ હતી, અને મુંબઈએ તે મેચ 8 વિકેટે ચેઝ કરીને જીતી લીધી હતી.
પિચ રિપોર્ટ
ડી વાય પાટીલ સ્ટેડિયમની પિચ હાઇસ્કોરિંગ છે. બેટિંગ માટે પિચ અનુકુળ છે. અહીં પહેલી ઇનિંગનો એવરેજ સ્કોર 151 રન છે, પરંતુ દિલ્હી કેપિટલ્સે અહીં છેલ્લી મેચમાં પહેલા બેટિંગ કરતા માત્ર 105 રન જ બનાવી શકી હતી.
ડી વાય પાટીલ અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં જ ટૂર્નામેન્ટની બધી જ મેચ રમાવવાની છે. શરૂઆતની મેચમાં મોટો સ્કોર બન્યા પછી હવે પિચમાં ધીરે-ધીરે તિરાડ દેખાઈ રહી છે. ત્યારે હવે તેને જોઈને જ ટૉસ જીતનારી ટીમ નિર્ણય લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.