તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • World Test Championship Final : Will Virat Kohli Can Do Some Change In Indian Team Playing 11 Before Toss | Fielding Coach R Sridhar Sunil Gavaskar

શું ટીમ ઈન્ડિયા પ્લેઇંગ-11માં ફેરફાર કરશે?:INDના ફિલ્ડિંગ કોચ શ્રીધરે કહ્યું- પસંદગી પામેલા ખેલાડીઓ કોઈપણ પ્રકારની પિચ અને પરિસ્થિતિ માટે યોગ્ય, પરંતુ ટોસ સુધી કંઈપણ શક્ય છે

સાઉથેમ્પટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોહલી ટોસ સુધી ટીમમાં ફેરફાર કરી શકે છે

WTC ફાઈનલની નિર્ણાયક મેચનો આજથી પ્રારંભ થયો છે, પરંતુ વરસાદમાં પ્રથમ દિવસ ધોવાઈ ગયો હતો. મેચમાં અત્યારસુધી ટોસ પણ ઊછળ્યો નથી. મીડિયા રિપોર્ટ્સના આધારે, ભારતીય ટીમ હવામાન અને પિચની પરિસ્થિતિ અનુસાર પોતાની પ્લેઇંગ-11માં પણ ફેરફાર કરી શકે છે.

ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ શ્રીધરે પહેલા દિવસની ગેમ સ્થગિત થયા પછી નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે અમારી પ્લેઇંગ-11 કોઈપણ પ્રકારની પિચ અને પરિસ્થિતિમાં રમવા માટે સક્ષમ છે. તેમ છતાં હજી સુધી ટોસ થયો નથી અને આવી સ્થિતિમાં કંઇપણ શક્ય છે.

ગાવસ્કરે પણ પ્લેઇંગ-11માં ફેરફારની વાત ઉચ્ચારી
આની પહેલાં સુનીલ ગાવસ્કરે પણ એક ઈન્ટર્વ્યુ દરમિયાન પ્લેઇંગ-11માં ફેરફાર કરવાની વાત ઉચ્ચારી હતી. તેમણે આજ તક સાથેની વાતચીત દરમિયાન હતું કે ભારત ટોસ સુધી ટીમમાં ફેરફાર કરશે. એક સ્પિનરના સ્થાને એક્સ્ટ્રા બેટ્સમેનને તક મળી શકે છે. ICCના નિયમો પ્રમાણે એક દિવસ પહેલાં જાહેર કરેલી પ્લેઇંગ-11થી મેચમાં ઊતરવું આવશ્યક નથી. ટોસ દરમિયાન આમાં ફેરફાર કરી શકાશે.

કોહલી ટોસ સુધી ટીમમાં ફેરફાર કરી શકે છે
ગાવસ્કરે કહ્યું હતું કે ભલે ટીમની જાહેરાત કરી દેવાઈ છે. તેમ છતાં જ્યાં સુધી બંને કેપ્ટન ટોસ દરમિયાન પ્લેઈંગ-11ની શીટ શેર નથી કરતા ત્યાં સુધી કંઇપણ ફાઇનલ હોતું નથી. તમે અંતિમ ક્ષણ સુધી ટીમમાં ફેરફાર કરી શકો છો. જો હું કેપ્ટન છું અને એક એક્સટ્રા સ્પિનર તથા બેટ્સમેને તક આપવાના મુદ્દે અસમંજસમાં છું તો એવામાં હું સામેની ટીમની પ્લેઇંગ-11ના આધારે ટોસની પહેલાં મારી ટીમમાં ફેરફાર કરી શકું છું.

પંતને 7મા નંબર પર બેટિંગ કરાવવી જોઇએ
ગાવસ્કરે કહ્યું હતું કે ટોસ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અત્યારે સાઉથેમ્પટનમાં જેવું વાતાવરણ છે, મારા મત મુજબ એક એકસ્ટ્રા બેટ્સમેનને તક મળવી જોઇએ. વાદળછાયું વાતાવરણ ન્યૂઝીલેન્ડને સહાય કરશે. રિષભ પંતને 7મા નંબર પર બેટિંગ કરાવીને એક વરિષ્ઠ બેટ્સમેનને છઠ્ઠા નંબર પર બેટિંગ કરાવવી જોઇએ. આના માટે એક સ્પિનરને ડ્રોપ કરી શકાશે.

સ્પિનરના સ્થાને બેટ્સમેનને તક મળી શકે છે
જો ટીમમાં ફેરફાર કરાશે તો રવિચંદ્રન અશ્વિન અથવા રવીન્દ્ર જાડેજામાંથી કોઈ એકને ડ્રોપ કરાશે. હનુમા વિહારીને તક મળી શકે છે. તે પાર્ટ ટાઇમ બોલર પણ છે. જોકે ટીમમાં ફેરફારનાં કોઈ એંધાણ નથી.

આની પહેલાં ટીમ મેનેજમેન્ટે ગુરુવારે પ્લેઇંગ-11ની ઘોષણા કરી હતી. ટીમમાં 6 બેટ્સમેન, 2 સ્પિનર અને 3 પેસર્સને તક મળી છે. ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલિંગની જવાબદારી ઉઠાવશે. ન્યૂઝીલેન્ડે એની પ્લેઈંગ-11ની જાહેરાત કરી નથી.

અન્ય સમાચારો પણ છે...