વર્લ્ડ નંબર-1 ઈગા સ્વિયાટેકે ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ જીતી લીધું છે. તેણે શનિવારે રમાયેલી વિમેન સિંગલ્સની ફાઈનલ મેચમાં અમેરિકાની કોકો ગાફને 6-1, 6-3થી હરાવી મેચ જીતી લીધી છે. તમને જણાવી દઈએ કે ઈગા સતત 35 મેચથી હારી નથી. તેવામાં એકતરફા અંદાજે બંને સેટ જીતીને ઈગાએ આ ટાઈટલ પણ પોતાને નામ કરી લીધું છે.
વીનસ વિલિયમ્સના રેકોર્ડની બરાબરી કરી
આ જીતની સાથે જ ઈગાએ વીનસ વિલિયમ્સના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વીનસે વર્ષ 2000માં સતત 35 મેચ જીતી હતી. તેની બરાબરી કરતા ઈગાએ 22 વર્ષ પછી સતત 35 મેચ જીતી લીધી છે.
મેચ પછી ઈગા ટ્રોફી લેવા ગઈ તો ચેમ્પિયનની સ્પીચ દરમિયાન પોલેન્ડનું રાષ્ટ્રગિત સાંભળતા તે ભાવુક થઈ ગઈ હતી.
બીજીવાર ફાઈનલમાં પહોંચી અને ચેમ્પિયન બની
ઈગા બીજી વાર ફ્રેન્ચ ઓપનની ફાઈનલ રમી રહી હતી. આની પહેલી 2020ની સિઝનમાં તેણે અમેરિકાની સોફિયા કેનિનને 6-4, 6-1થી હરાવી પોતાની પહેલી ફ્રેન્ચ ઓપન ટાઈટલ મેચ જીતી લીધી હતી.
સેમિફાઇનલ મેચમાં બંને ખેલાડીનું શાનદાર પ્રદર્શન રહ્યું
સેમિફાઇનલ મેચમાં સ્વિયાટેકે 20મા ક્રમાંકિત કસાટકીનાને 6-2, 6-1થી હરાવી હતી. જ્યારે કોકોએ માર્ટિના ટ્રેવિસનને સીધા સેટમાં 6-3, 6-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચ એક કલાક અને 28 મિનિટ સુધી ચાલી હતી.
જો કોકો જીતી ગઈ હોત તો તેણે ઈતિહાસ રચ્યો હોત
કોકો ગયા વર્ષે ફ્રેન્ચ ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. જોકે, તે આ વર્ષે ફાઇનલમાં પહોંચી હતી અને જો તે આ મેચ જીતી ગઈ હોત તો તે ફ્રેન્ચ ઓપન જીતનારી સૌથી યુવા મહિલા ખેલાડી બની ગઈ હોત. અગાઉ ઇંગા સ્વિયાટેક અને કોકો વચ્ચે બે મેચ રમાઈ હતી. બંને વખત સ્વિયાટેક વિજયી રહી હતી.
તેવામાં આ મેચ 2021માં રોમમાં રમાઈ હતી. જે સ્વિયાટેકે 7-6(3), 6-3થી જીતી લીધી હતી. તે જ સમયે, ઇગાએ તે જ વર્ષે મિયામી ઓપનમાં કોકોને 6-3, 6-1થી હરાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.