વુમન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝન આજથી શરૂ થઈ છે. જેમાં આજે પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે આ મેચ 143 રને જીતી લીધી હતી. મુંબઈએ આપેલા 208 રનના ટાર્ગેટની સામે ગુજરાત જાયન્ટ્સ 15.1 ઓવરમાં 64/9 રહી હતી. કેપ્ટન બેથ મૂની પહેલી જ ઓવરમાં રિટાયર હર્ટ થઈ હતી. ગુજરાતના 9 બેટર્સ સિંગ ડિજિટમાં આઉટ થયા હતા. જ્યારે એકમાત્ર દયાલન હેમલતાએ 23 બોલમાં 29* રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સૌથી વધુ સાઇકા ઈશાકે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે નેતાલી સીવર બ્રન્ટ અને અમીલિયા કેચને 2-2 વિકેટ મળી હતી, ઇસી વોંગને 1 વિકેટ મળી હતી.
હરમનપ્રીત કૌર એક રને જીતી ગઈ!
મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે 65 રન બનાવ્યા હતા. તો ગુજરાત જાયન્ટ્સે 64 રન બનાવ્યા હતા. આમ ત્યારે એવું કહી શકાય કે હરમનપ્રીત કૌરે એકલાહાથે ગુજરાતની ટીમને 1 રન હરાવી છે.
આવી રીતે પડી ગુજરાત જાયન્ટ્સની વિકેટ...
પહેલી: હરલીન થર્ડ મેન તરફ શોટ મારવામાં આઉટ થઈ હતી. તેનો કેચ ઇસી વોંગે કર્યો હતો. તેની વિકેટ નેતાલી સીવરે લીધી હતી.
બીજો: એશ્લે ગાર્ડનર બીજી ઓવરના બીજા બોલ પર ઇસી વોંગની બોલિંગમાં આઉટ થઈ હતી. તેનો કેચ હેલી મેથ્યૂઝે કર્યો હતો.
ત્રીજી: નેતાલી સીવરે એસ. મેઘનાને બોલ્ડ કરી હતી.
ચોથી: સધરલેન્ડ પણ બોલ્ડ થઈ હતી. તેને સાઇકા ઈશાકે બોલ્ડ કરી હતી.
પાંચમી: જ્યોર્જિયા વેરહેમ પણ સાઇકા ઈશાકની બોલિંગમાં બોલ્ડ થઈ હતી.
છઠ્ઠી: અમીલિયા કેરે સ્નેહ રાણાને LBW આઉટ કરી હતી.
સાતમી: અમીલિયા કેરે બીજી સફળતા મેળવતા તનુજા કંવરને આઉટ કરી હતી. તેનો કેચ નેતાલી સીવર બ્રન્ટે કર્યો હતો.
આઠમી: માનસી જોશી સાઇકા ઈશાકની બોલિંગમાં LBW આઉટ થઈ હતી.
નવમી: સાઇકા ઈશાકે ચોથી સફળતા મેળવતા મોનિકા પટેલને બોલ્ડ કરી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની આતશી ઇનિંગ...
મુંબઈ ઈન્ડિયન્સે નિર્ધારિત ઓવરમાં 5 વિકેટે 207 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ હરમનપ્રીત કૌરે માત્ર 30 બોલમાં 14 ચોગ્ગા અને 216.67ની સ્ટ્રાઈક રેટથી 65 રન ફટકાર્યા હતા. હેલી મેથ્યૂઝે 47 રન અને અંતમાં અમીલિયા કેરે 45* રન બનાવ્યા હતા. ગુજરાતના બોલર્સની દયનીય સ્થિતિ થઈ હતી. ગુજરાત તરફથી સૌથી વધુ સ્નેહ રાણાએ 2 વિકેટ, જ્યારે તનુજા કંવર, એશ્લે ગાર્ડનર અને જ્યોર્જિયા વેરહેમે 1-1 વિકેટ લીધી હતી.
આવી રીતે પડી મુંબઈ ઈન્ડિયન્સની વિકેટ...
પહેલી: ત્રીજી ઓવરના બીજા બોલ પર તનુજા કંવરે યાસ્તિકા ભાટિયાને જ્યોર્જિયા વેરહેમના હાથે કેચઆઉટ કરાવી હતી.
બીજી: નેતાલી સીવર બ્રન્ટ મિડ-ઑફ પરથી શોટ મારવા ગઈ હતી. જોકે શોટમાં પાવર ના હોવાના કારણે તે જ્યોર્જિયા વેરહેમ બોલિંગમાં આઉટ થઈ હતી. તેનો કેચ સ્નેહ રાણાએ કર્યો હતો.
ત્રીજી: મેથ્યૂઝ 47 રને એશ્લે ગાર્ડનરની બોલિંગમાં બોલ્ડ થઈ હતી.
ચોથી: સ્નેહ રાણાએ વિકેટ લીધી હતી. તેણે હરમનપ્રીતની આક્રમક ઇનિંગનો અંત લાવ્યો હતો. પોઇન્ટ પર ઊભેલી હેમલતાએ કેચ કર્યો હતો.
પાંચમી: સ્નેહ રાણા બીજી વિકેટ લેતા પૂજા વસ્ત્રાકરને 15 રને આઉટ કરી હતી. સ્નેહ રાણાએ નાખેલા યોર્કરને પૂજા હેલિકોપ્ટર શોટ મારવા ગઈ હતી. પરંતુ શોટમાં પાવર ના હોવાના કારણે મિડ-ઑફ પર ઊભેલી મોનિકા પટેલે કેચ કર્યો હતો.
મેચના ફોટોઝ...
બન્ને ટીમની પ્લેઇંગ-11
મુંબઈ ઈન્ડિયન્સ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), હેલી મેથ્યૂઝ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નેતાલી સીવર બ્રન્ટ, અમીલિયા કેર, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, હુમૈરા કાઝી, ઇસી વોંગ, જીંતીમાની કલિતા અને સાઇકા ઈશાક.
ગુજરાત જાયન્ટ્સ: બેથ મૂની (કેપ્ટન અને વિકેટકીપર), સબ્બીનેની મેઘના, હરલીન દેઓલ, એશ્લે ગાર્ડનર, એનાબેલા સધરલેન્ડ, દયાલન હેમલતા, જ્યેર્જિયા વેરહેમ, સ્નેહ રાણા, તનુજા કંવર, મોનિકા પટેલ અને માનસી જોશી
ત્રણેય કલાકારોએ 40 મિનિટ સુધી પરફોર્મ કર્યું હતું
હોસ્ટ મંદિરા બેદીએ સાંજે 6:25 કલાકે સમારોહની શરૂઆત કરી હતી. બોલિવૂડ અભિનેત્રી કિઆરા અડવાણીએ ઘણા ગીતો પર ડાન્સ સાથે પોતાનું પહેલું પરફોર્મન્સ આપ્યું હતું. તે પછી, કૃતિ સેનને તેની ઘણી ફિલ્મોના ગીતો પર ડાન્સ કર્યો હતો. અંતમાં, હિપ-હોપ ગાયક એપી ઢિલ્લોંએ પણ ઘણા ગીતો ગાયા. ત્રણેયનું પરફોર્મન્સ કુલ 40 મિનિટ ચાલ્યું હતું.
BCCIએ ટ્રોફી રિવીલ કરી
ઓપનિંગ સેરેમની પૂરી થયા પછી પાંચેય ટીમની કેપ્ટનને સ્ટેડિયમની વચ્ચે બોલાવવામાં આવી હતી. અહીં BCCIના પ્રેસિડન્ટ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ અને IPLના ચેરમેન અરૂણ ધૂમલ પણ પહોંચ્યા હતા. પછી પાંચેય કેપ્ટને ટૂર્નામેન્ટની ટ્રોફી પરથી પરદો ઉઠાવ્યો હતો.
ઓપનિંગ સેરેમનીના ફોટોઝ જુઓ...
એપી ઢિલ્લોં પણ પરફોર્મ કરશે
બોલિવૂડ અભિનેત્રી કિઆરા અડવાણી અને કૃતિ સેનન ઉપરાંત હિપ-હોપ સિંગર એપી ઢિલ્લોં પણ પરફોર્મ કરતો જોવો મળશે. એપીએ 'એક્સક્યુઝ, બ્રાઉન મુંડે, સમર હાઈ' જેવા પ્રખ્યાત ગીતો ગાયા છે.
WPLનું એંથમ રિલિઝ થયું
આ સિવાય WPLની એન્થમ 'યે તો બસ શુરૂઆત હૈ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. શંકર મહાદેવન, હર્શદીપ કૌર અને નીતિ મોહન સહિત 6 સિંગર ઓપનિંગ સેરેમની દરમિયાન જ આખું એન્થમ રિલીઝ કરશે.
પિચ રિપોર્ટ
ડીવાય પાટીલ સ્ટેડિયમમાં અત્યારસુધી 2 વુમન ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમવામાં આવી છે. અહીં પહેલી સૌથી મોટો સ્કોર 187 રન ઓસ્ટ્રેલિયાના નામે છે. ઓસ્ટ્રેલિયાએ જ અહીં 173 રનનો સૌથી મોટો સ્કોર ચેઝ પણ કર્યો છે. એવામાં પિચ પર વધુ રન બનતા જોવા મળશે.
વેધર કંડિશન
મુંબઈમાં શનિવારે 27થી 35 ડીગ્રી સેલ્સિયસની વચ્ચે તાપમાન રહેશે. વરસાદ આવશે નહીં અને રાતનું તાપમાન 29થી 31 ડીગ્રી વચ્ચે રહેશે. રાતે 9 વાગ્યા પછી હળવું ઝાકળ પડે એવી શક્યતા છે. એવામાં બોલિંગ કરનારી ટીમને બોલિંગ કરવામાં મુશ્કેલી આવશે.
મુંબઈમાં હરમન, સીવર, કેર જેવી ખિલાડીઓ
મુંબઈમાં હરમનપ્રીત કૌર સિવાય ક્લો ટ્રયોન, અમીલિયા કેર, નેટલી સીવર અને પૂજા વસ્ત્રાકર જેવાં મોટાં નામ સામેલ છે. ટીમમાં સારાં વિદેશી પ્લેયર્સ તો છે, પરંતુ ભારતીય ખિલાડીઓની ખોટને કારણે સંતુલિત પ્લેઇંગ-11 બનાવવામાં મુશ્કેલી જોવા મળી છે.
ગુજરાતમાં એશ્લે ગાર્ડનર
વુમન ટી-20 વર્લ્ડ કપની પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ એશ્લે ગાર્ડનર અને પ્લેયર ઓફ ધ ફાઇનલ બેથ મૂની ગુજરાતમાં છે. મૂની જ ટીમની કેપ્ટન છે અને ટીમમાં જોર્જિયા વેયરહેમ, સ્નેહ રાણા, એનાબેલ સદરલેન્ડ, કિમ ગાર્થ, માનસી જોશી અને હરલીન દેઓલ જેવી ટોપ ક્લાસ ઓલરાઉન્ડર્સ પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.