• Gujarati News
  • Sports
  • Cricket
  • Women's Big Bash League: Harmanpreet Kaur's All round Performance, Melbourne Renegades Start With Victory

મહિલા ક્રિકેટ:મહિલા બિગ બેશ લીગ: હરમનપ્રીત કૌરનું ઓલરાઉન્ડ પ્રદર્શન, મેલબોર્ન રેનેગેડ્સે વિજય સાથે શરૂઆત કરી

હોબાર્ટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેલબોર્ને હોબાર્ટ હરિકેન્સને 6 વિકેટે હરાવ્યું, હરમનપ્રીતે 1 વિકેટ અને 24* રન કર્યા

ભારતીય ટી20 ટીમની સુકાની અને ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌરે મહિલા બિગ બેશ લીગમાં શાનદાર પ્રદર્શન કરી મેલબોર્ન રેનેગેડ્સ ટીમને જીત અપાવી. મેલબોર્ને હોબાર્ટ હરિકેન્સને 6 વિકેટે હરાવ્યું. ટીમની આ લીગમાં પહેલી જીત છે. હોબાર્ટ હરિકેન્સ ટોસ જીતી પહેલા બેટિંગ કરતા 121 રન પર આઉટ થઇ ગઇ. નાઓમી સ્ટાલેનબર્ગે સૌથી વધુ 28 રન કર્યા.

ટીમની 7 ખેલાડીઓ બે આંકડાના સ્કોર પર પણ પહોંચી શક્યું નહીં. જોર્જિયા વેયરહેમે સૌથી વધુ 3 વિકેટ ઝડપી. જ્યારે હરમનપ્રીતે 3 ઓવરમાં 20 રન આપી 1 વિકેટ ઝડપી. તેણે રિચા ઘોષને આઉટ કર્યા. રિચાએ 14 બોલમાં 21 રનની ઇનિંગ રમી. જવાબમાં મેલબોર્ન રેનેગેડ્સે 4 બોલ બાકી રહેતા 4 વિકેટ ગુમાવી જીતનો લક્ષ્યાંક મેળવી લીધો.

જેમિમા રોડ્રિગ્સે 33 જ્યારે હરમનપ્રીતે અણનમ 24 રન કર્યા. બેલિંડા વકારેવાએ 2 વિકેટ ઝડપી. વીકેન્ડ મેચમાં દર્શકોને પ્રવેશ નહીં: કોરોના કેસ સામે આવતા તસ્માનિયામાં ત્રણ દિવસનું લોકડાઉન લગાવી દીધું છે. આ કારણથી લીગમાં વીકેન્ડમાં રમાનાર મેચમાં દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. વીકેન્ડમાં ચાર મેચ રમાય છે. તસ્માનિયામાં રમાનાર બધી મેચના ખેલાડીઓ, સ્ટાફ અને મેચ ઓફિશિયલને વેક્સીન લગાવી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...