તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીય મહિલા ટેસ્ટ ટીમ ફૉલોઑન:પ્રથમ ઈનિંગમાં 231 રનની અંદર ભારતની ટીમ ઓલઆઉટ, બીજી ઈનિંગમાં સ્મૃતિ મંધાના 8 રન પર આઉટ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હરમનપ્રીત કોર વિરૂદ્ધ LBWની સફળ અપીલ કરતી ઈંગ્લેન્ડની સ્પિનર સોફીની તસવીર - Divya Bhaskar
હરમનપ્રીત કોર વિરૂદ્ધ LBWની સફળ અપીલ કરતી ઈંગ્લેન્ડની સ્પિનર સોફીની તસવીર

ઈંગ્લેન્ડ વિરૂદ્ધની એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતીય મહિલા ટીમ ફૉલોઑન થઈ ગઈ છે. ઈંગ્લેન્ડના 396/9 (ડિક્લેર) સ્કોરના જવાબમાં ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 231 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડને 165 રનની લીડ મળી છે. મહિલા ટેસ્ટ મેચ ચાર દિવસની હોય છે તેથી ફૉલોઑન 150+ રનની લીડ પર આપી શકાય છે.

બીજી ઈનિંગમાં ખરાબ શરૂઆત
ફૉલોઑન બાદ બીજી ઈનિંગની શરૂઆત પણ ભારત માટે સારી રહી નહતી. પ્રથમ ઈનિંગમાં અર્ધસદી નોંધાવનારી સ્મૃતિ મંધાના પણ બીજી ઈનિંગમાં 8 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ છે. લંચ સુધી ભારતીય ટીમનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 29 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમની હરમનપ્રીત કોર આઉટ થઈને પેવેલિયન ભેગી થઈ હતી.
ભારતીય ટીમની હરમનપ્રીત કોર આઉટ થઈને પેવેલિયન ભેગી થઈ હતી.

64 રનમાં 10 વિકેટ ગુમાવી
પ્રથમ ટેસ્ટ મેચ 17 વર્ષીય યુવા બેટ્સમેન શેફાલી વર્માએ 96 રન અને સ્મૃતિ મંધાનાએ 78 રન સાથે પહેલી વિકેટ માટે 167 રનની ભાગીદારી નોંધાવી હતી. શેફાલી આઉટ થઈ ત્યારપછી ભારતીય ટીમની કમર તૂટી ગઈ હતી. બીજા દિવસના અંત સુધીમાં ભારતીય મહિલા ટીમનો સ્કોર 187/5 હતો. ત્રીજા દિવસે ટીમ 231 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એટલે કે ભારતીય ટીમે છેલ્લા 64 રનમાં 10 વિકેટ ગુમાવી હતી. ઈંગ્લેન્ડની તરફથી લેફ્ટ આર્મ સ્પિનર સોફી એક્લેસ્ટને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

મહિલા ટીમે 7 વર્ષ પછી ટેસ્ટ મેચ રમી
ભારતની મહિલા ટીમે લગભગ 7 વર્ષ પછી ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. આની પહેલા ભારતીય ટીમે અંતિમ ટેસ્ટ મેચ નવેમ્બર 2014માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. આ મેચમાં ભારતે ઈનિંગ અને 34 રનથી જીત મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...