IND v/s NZ, 2nd ટેસ્ટ DAY-3 સ્ટમ્પ્સ:ત્રીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 140/5; ભારત જીતથી 5 વિકેટ દૂર

2 મહિનો પહેલા

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસનો અંત આવ્યો છે. બીજી ઈનિંગમાં ભારતે 267/7ના સ્કોરે ઈનિંગ્સ ડિક્લેર કરી હતી અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 540 રનનો જંગી લક્ષ્યાંક આપ્યો છે. ટાર્ગેટ ચેઝ કરતા ન્યૂઝીલેન્ડનો સ્કોર 140 રન પર 5 વિકેટ છે. મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો....

ન્યૂઝીલેન્ડ તરફથી હેનરી નિકોલ્સ 36 રને અને રચિન રવિન્દ્ર 2 રન બનાવી અણનમ છે. ભારત તરફથી આર અશ્વિન અત્યાર સુધી કુલ 3 વિકેટ હાંસલ કરી ચૂક્યો છે. મેચમાં હજી બે દિવસની રમત બાકી છે. ન્યૂઝીલેન્ડને મેચ જીતવા 400 રન બનાવવાના છે અને ભારતને 5 વિકેટની જરુર છે.

કિવી ટીમની ખરાબ શરુઆત
ટાર્ગેટનો પીછો કરતા NZની શરૂઆત ખરાબ રહી હતી અને કિવિ કેપ્ટન ટોમ લેથમ 6 રન બનાવી આર અશ્વિનના બોલ પર LBW આઉટ થયો હતો. લાથમે રિવ્યુ લીધો, પરંતુ તેનો નિર્ણય ટીમ ઈન્ડિયાના પક્ષમાં રહ્યો. ડેરિલ મિશેલ અને વિલ યંગે બીજી વિકેટ માટે 32 રન જોડીને ટીમની ઇનિંગ્સને પાટા પર લાવી હતી, પરંતુ અશ્વિને યંગને 20 રને આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. યંગની વિકેટ સાથે આર અશ્વિન આ વર્ષે 50 ટેસ્ટ વિકેટ લેનારો પ્રથમ બોલર પણ બન્યો છે.

  • અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 8મી વખત લેથમને આઉટ કર્યો છે
  • અશ્વિને ચોથી વખત એક વર્ષમાં 50 ટેસ્ટ વિકેટ હાંસલ કરી
  • રોસ ટેલર ભારતમાં રમેલી 19મી ટેસ્ટ ઈનિંગમાં 13મી વખત સ્પિનરના બોલ પર આઉટ થયો

INDના બંને ઓપનર્સ ઈજાગ્રસ્ત
બીજી ઈનિંગમાં બેટિંગ કરતા મયંક અગ્રવાલના જમણા હાથમાં ઈજા થઈ હતી. તેમને સાવચેતી રૂપે મેદાનમાં ન આવવાની સલાહ આપવામાં આવી છે. તે જ સમયે, શુભમન ગિલ પણ મેચના બીજા દિવસે ફિલ્ડિંગ દરમિયાન આંગળીમાં ઇજાને કારણે ત્રીજા દિવસે ફિલ્ડિંગ માટે આવ્યો નથી.

ભારત તરફથી અક્ષર પટેલે છેલ્લે આક્રમક શોટ્સ રમીને 26 બોલમાં 41 રન કર્યા હતાં. લાંબા સમયથી મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહેલા ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી ફરી આ ટેસ્ટમાં મોટો સ્કોર નથી કરી શક્યો તે 36 રને આઉટ થયો. શ્રેયસ અય્યર 14 રને આઉટ થયો છે. શુભમન ગિલ અને પૂજારા બંને ફિફ્ટી ચૂક્યા છે અને બંને 47 રને આઉટ થયા છે. મયંક અગ્રવાલે પ્રથમ ઈનિંગ્સમાં સદી ફટકાર્યા બાદ બીજી ઈનિંગ્સમાં પણ શાનદાર 62 રનની ઈનિંગ્સ રમીને આઉટ થયો છે. મયંક-પૂજારા વચ્ચે 107 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાઈ. આ પહેલા ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવમાં 325 રનમાં આઉટ કર્યા બાદ ન્યૂઝીલેન્ડ માત્ર 62ના સ્કોર પર સમેટાઈ ગયું હતું.

શુભમન ગિલ ફરી ફિફ્ટી ચૂક્યો
બીજી ઈનિંગમાં શુભમન ગિલ 75 બોલમાં 47 રન કરીને આઉટ થયો હતો. તેની વિકેટ રચિન રવિન્દ્રના ખાતામાં આવી હતી. ગિલ પ્રથમ ઈનિંગમાં પણ 44 રન બનાવીને આઉટ થયો હતો. ગિલ અને કેપ્ટન કોહલીએ ત્રીજી વિકેટ માટે 144 બોલમાં 82 રન જોડ્યા હતા.

સચિન રવિન્દ્રએ શુભમન ગિલ તરીકે પોતાની પ્રથમ ટેસ્ટ વિકેટ ઝડપી.

પૂજારા LBWમાં મળેલા જીવનદાનનો ફાયદો ન ઉઠાવી શક્યો
34મી ઓવરના છેલ્લા બોલ પર ચેતેશ્વર પૂજારા LBW આઉટ થયો. પૂજારાએ DRSનો સહારો લીધો અને રિવ્યૂમાં બોલ વિકેટ ઉપર હોવાથી નોટઆઉટ કરાર થયો. પરંતુ આ જીવનદાનનો તે ફાયદો ન ઉઠાવી શક્યો અને એજાઝ પટેલની ઓવરમાં આઉટ થયો.

DRSએ મયંકને જીવનદાન આપ્યું
24મી ઓવર બોલિંગ કરી રહેલા ટિમ સાઉથીએ ત્રીજા બોલ પર મયંક અગ્રવાલ સામે LBWની અપીલ કરી, જેને અમ્પાયરે આઉટ આપ્યો. મયંકે વિલંબ કર્યા વિના રિવ્યુ લીધો અને રિપ્લેમાં સ્પષ્ટ દેખાતું હતું કે બોલ બેટ સાથે અથડાયા બાદ પેડ પર અથડાઈ ગયો હતો. મયંક નોટઆઉટ રહ્યો. બીજી જ ઓવરમાં તેણે 89 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી.

  • વાનખેડેમાં એક ટેસ્ટની બંને ઈનિંગ્સમાં 50+ સ્કોર બનાવનાર ભારતના ચોથા ઓપનર બન્યા
  • આ પહેલીવાર બન્યું છે જ્યારે મયંક અગ્રવાલે એક ટેસ્ટની બંને ઈનિંગ્સમાં 50+નો સ્કોર બનાવ્યો હોય

ભારતમાં સૌથી ઓછા સ્કોર
મેચના બીજા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઈનિંગ્સમાં 62 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં કિવી ટીમનો આ સૌથી ઓછો સ્કોર હતો. આ પહેલા વર્ષ 2002માં ન્યૂઝીલેન્ડ ભારત સામે 94 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. એટલું જ નહીં, તે કોઈપણ ભારતીય ધરતી પર ટેસ્ટમાં સૌથી ઓછો સ્કોર પણ હતો. વર્ષ 1987માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ દિલ્હી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 75 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

શુભમન ગિલ ઈજાગ્રસ્ત થયો
શુભમન ગિલને ફિલ્ડીંગ દરમિયાન ઈજા પહોંચી હતી. તે કારણે બીજી ઈનિંગ્સમાં તે ઓપનિંગ કરવા ન ઉતરી શક્યો. તેની જગ્યાએ ચેતેશ્વર પૂજારા- મયંક અગ્રાલ ઓપનિંગ કરવા ઉતર્યા હતા.

એજાઝનું રેકોર્ડતોડ પ્રદર્શન
ટીમ ઈન્ડિયાના પ્રથમ દાવમાં એજાઝ પટેલે મોહમ્મદ સિરાજ 4 રને આઉટ કરીને પોતાની 10 વિકેટ પૂરી કરીને ઈતિહાસ રચ્યો હતો. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર જિમ લેકર (1956) અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલે (1999) પછી એક ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપનાર ઇજાઝ વિશ્વનો માત્ર ત્રીજો બોલર બન્યો. કિવી ટીમને મેચના ત્રીજા દિવસે આ બોલર પાસેથી ઘણી આશાઓ હશે.

અશ્વિને પોલોકનો રેકોર્ડ તોડ્યો
પહેલી ઈનિંગ્સમાં 4 વિકેટ ઝડપવાની સાથે જ આર અશ્વિન (423 વિકેટ) ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે 12માં નંબરે આવી ગયો છે. અશ્વિને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ ઝડપી બોલર શોન પોલોક (421 વિકેટ)ના રેકોર્ડને તોડી દીધો છે.

મયંકની શાનદાર ઈનિંગ્સ
પ્રથમ દિવસે સદી ફટકારનાર મયંક અગ્રવાલની ઇનિંગ્સ બીજા દિવસે 150 રન પર સમાપ્ત થઈ ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં મયંકનો આ ત્રીજો 150 રન હતો. જો કે, તે પોતાની ઇનિંગ્સને આગળ વધારી શક્યો ન હતો અને એજાઝ પટેલના બીજા જ બોલ પર તેનો કેચ વિકેટકીપર ટોમ બ્લંડલને આપ્યો હતો. ત્રીજા દિવસે ન્યુઝીલેન્ડની ઇનિંગ્સ વહેલી સમાપ્ત થતાં મયંક બેટિંગ કરવા આવ્યો હતો. તે 38 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. મયંક ત્રીજા દિવસે બીજી મોટી ઇનિંગ્સ રમવા માંગશે.

બંને ટીમ-

IND: મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (c), શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા (w), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.

NZ: ટોમ લેથમ (c), વિલ યંગ, ડેરિલ મિચેલ, રોસ ટેલર, હેનરી નિકોલ્સ, ટોમ બ્લંડેલ (w), રચિન રવીન્દ્ર, કાઈલ જેમિસન, ટિમ સાઉથી, વિલિયમ સોમરવિલે, એજાઝ પટેલIND v/s NZ, હેડ ટુ હેડ

ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓવરઓલ કુલ 61 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 21 અને ન્યૂઝીલેન્ડે 13 મેચ જીતી છે, જ્યારે આ બંને વચ્ચે 27 મેચ ડ્રો રહી છે. ભારતમાં આ બંને ટીમ વચ્ચે કુલ 35 મેચ રમાઈ છે, જેમાં ઈન્ડિયન ટીમે 16 તથા ન્યૂઝીલેન્ડે 2 મેચ જીતી છે. આ દરમિયાન કુલ 17 મેચ ડ્રો પણ રહી છે.

અન્ય સમાચારો પણ છે...