તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એનાલિસિસ:ચેન્નઈના ઘણા ખેલાડીઓ મેચ પ્રેક્ટિસ વગરના, ધોની પાંચ મહિનાથી ક્રિકેટથી દૂર

મુંબઇ13 દિવસ પહેલાલેખક: ચંદ્રેશ નારાયણન
 • કૉપી લિંક
 • ચેન્નઈ ફરી મોટી ઉંમરના ખેલાડીઓના ભરોસે

ચેન્નઈ સુપર કિંગ્સ દરેક સિઝનમાં ખિતાબ જીતવા માટે દાવેદાર માનવામાં આવે છે. 2018 માં પ્રતિબંધ બાદ વાપસી કરતા ટીમ ત્રીજીવાર વિજેતા બની. 2019 માં ધોનીના શાનદાર પ્રદર્શનથી ફાઇનલમાં ટીમ પહોંચી હતી. પણ ટીમ મુંબઈ સામે નજીવા અંતરથી હારી ગઇ હતી. ગત સિઝનમાં પહેલીવાર ચેન્નઈ પ્લે ઓફમાં જગ્યા બનાવી ન શકી. જેનું સૌથી મોટુ કારણ મુખ્ય ખેલાડીઓ મોટી ઉમરના હતા. ટીમમાં ખેલાડીઓની એવરેજ ઉમર 30ની છે. જે આ સિઝનમાં સૌથી વધુ છે. તેના કારણે તેને ‘ડૈડી આર્મી’ કહેવામાં આવે છે. ટીમે પોતાના મુખ્ય ખેલાડીઓને રીટેન કરી રાખ્યા છે. પણ તે આ ફોર્મેટમાં પ્રદર્શન કરી નથી શક્યા. ગત સિઝનમાં ટીમની ઘણી ખામીઓ સામે આવી હતી.

યુવા ખેલાડીઓ આશા પ્રમાણે રમ્યા નહીં
ગત વર્ષે ટીમના પ્લાનિંગમાં ખામી જોવા મળી. તેના યુવા ખેલાડીઓ આશા કરતા સારું પ્રદર્શન કરી શક્યા નહીં. અંતિમ મેચોમાં યુવા ખેલાડી ઋતુરાજ ગાયકવાડે શાનદાર ઇનિંગ રમી હતી. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ત્યા સુધી બોલી દીધું કે યુવા ખેલાડીઓમાં તેમને સ્પાર્ક જોવા
ન મળ્યું.

ધોની આઈપીએલ બાદ મેદાનથી દુર રહ્યો, રૈના 75 દિવસથી નથી રમ્યો
ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના અને અંબાતી રાયડુએ ઘણા સમયથી ક્રિકેટ રમ્યું નથી. ધોનીએ આઈપીએલ બાદ કોઇ મેચ રમી નથી. તો સુરેશ રૈના, રાયડુ લગભગ 75 દિવસ પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચ રમી હતી. જાડેજા પણ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદથી નથી રમ્યો. દીપક ચહર પણ ઇંગ્લેન્ડ સીરિઝમાં બેચ પર બેઠો હતો.

શાર્દુલ ઠાકુર વિકેટ ટેકર ખેલાડી તરીકે ઉભર્યો
ગત આઈપીએલ બાદથી શાર્દુલ ઠાકુરનું કદ ઘણું વધી ગયું છે. ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન બાદથી તે ઇંગ્લેન્ડ સામે વન-ડે અને ટી20 સીરિઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. સૈમ કરન પણ ભારત સામે બેટ દ્વારા ધમાલ મચાવી હતી. મોઇન અલી અને રોબિન ઉથપ્પા ટીમમાં અનુભવ લઇને આવ્યા છે. કૃષ્ણપ્પા ગૌતમ ઓલરાઉન્ડર તરીકે ટીમ સાથે જોડાયા છે.

ટીમ ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ પુજારાનો ઉપયોગ ટી20માં કઇ રીતે કરશે?
ટીમ ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્વર પૂજારાનો ઉપયોગ કેવી રીતે કરશે, તે જોવું દિલચસ્પ રહેશે. તે 2014 બાદ પહેલીવાર આઇપીએલમાં રમતો જોવા મળશે. કુલ જોવા જઇએ તો ચેન્નઈ પહેલાની જેમ અજેયતાના ટેગ સાથે નથી આવી રહી. આ વખતે પણ તેની પાસેથી કોઇ અપેક્ષા ન કરતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો