પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. તેને પાકિસ્તાનનો વિરાટ કોહલી કહેવામાં આવે છે. તેણે 27 વર્ષની ઉંમરમાં વન-ડેમાં કેપ્ટન તરીકે હજાર રન બનાવવાની બાબતમાં વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે.
બુધવારે વેસ્ટ ઈન્ડીઝ સામે રમાયેલી મેચમાં બાબર આઝમે 17મી સદી ફટકારી હતી. આ મેચમાં પાકિસ્તાનની 5 વિકેટે રોમાંચક જીત થઈ હતી.
મુલતાનમાં 14 વર્ષ પછી ઈન્ટરનેશનલ મેચ
મુલતાનમાં 14 વર્ષ પછી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. બાબર આઝમે પોતાના ફેનને સદી ફટકારી અમૂલ્ય યાદગીરી આપી. આ પહેલાં 2008માં આ મેદાન પર બાંગ્લાદેશ રમ્યું હતું.
13 ઈનિંગમાં એક હજાર રન
આ ઈનિંગ સાથે પાકિસ્તાનના કેપ્ટને વન-ડે ક્રિકેટમાં એક હજાર રન પણ પૂરા કરી લીધા છે. આ રન કરવા માટે બાબર 13 ઈનિંગ રમ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી રન બનાવનારો કેપ્ટન બની ગયો છે. આ પહેલાં આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. તેણે 17 ઈનિંગમાં 1000 રન બનાવ્યા હતા.
વન-ડેમાં સૌથી ઝડપી હજાર રન બનાવનાર કેપ્ટન
બાબર આઝમ: 13 ઈનિંગ્સ
વિરાટ કોહલી: 17 ઈનિંગ્સ
એબીડી વિલિયર્સ: 18 ઈનિંગ્સ
કેન વિલિયમ્સન: 20 ઈનિંગ્સ
એલિસ્ટર કૂક : 21 ઈનિંગ્સ
વન-ડેમાં બીજીવાર હેટ્રિક ફટકારી
બાબરે વન-ડેમાં બીજીવાર હેટ્રિક ફટકારી છે. આ વન-ડે ક્રિકેટમાં તેની સતત ત્રીજી સદી છે. પાકિસ્તાનના કેપ્ટને વેસ્ટ ઈન્ડીઝ પહેલાં ઓસ્ટ્રેલિયા સામે બેક ટુ બેક સદી ફટાકરી હતી. તેણે 2016માં પણ તેણે સદીની હેટ્રિક ફટકારી હતી. ત્યારે કેરિબિયન ટીમ સામે તેણે આ હેટ્રિક નોંધાવી હતી.
પોતાનો મેન ઓફ ધ મેચ અવૉર્ડ જુનિયર શાહને આપ્યો
મેચ પછી બાબરે પોતાને અપાયેલો મેન ઓફ ધ મેચ અવોર્ડ તેણે પોતાના જુનિયર ખુર્શીદ શાહને આપ્યો. ખુર્શીદે અણનમ 41 રન બનાવી ટીમને જીત અપાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.