ટીમ ઈન્ડિયાએ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ત્રીજા જ દિવસે 1 ઈનિંગ અને 25 રને હરાવ્યું છે. આ સાથે જ 4 ટેસ્ટની સિરીઝને 3-1થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈલનમાં પહોચી ગઈ છે. હવે ફાઈનલ 18 જૂનના રોજ લોડ્સમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત ટકરાશે.મેચનો સંપૂર્ણ સ્કોર જોવ માટે અહીં ક્લિક કરો
ટીમ ઈન્ડિયાને સિરીઝ જીતવવામાં રોહિત શર્મા, રિષભ પંત, સ્પિનર અક્ષર પટેલ અને અશ્વિનની મહત્વની ભૂમિકા રહી છે. રોહિત આ સિરીઝમાં સૌથી વધારે 345 રન બનાવનાર ભારતીય રહ્યો. પંતે 270 રન બનાવ્યા હતા.
ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધારે 12 મેચ જીતી
પ્રથમવાર રમાઈ રહેલી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયા સૌથી સફળ ટીમ રહી છે. તેણે 21માંથી સૌથી વધારે 12 મેચ જીતી છે. ઈંગ્લેન્ડ 11 જીત સાથે બીજા નંબરે રહી.ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં 6 સિરીઝમાંથી 5 જીતી છે. એકમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળી છે.
101 રનની ઇનિંગ્સ બદલ ઋષભ પંત મેન ઓફ ધ મેચ
પંતે કહ્યું હતું ક ફિલ્ડિંગ ડ્રિલ્સે અને મારા આત્મવિશ્વાસે મદદ કરી છે. બેટિંગ કોન્ફિડન્સ કિપિંગમાં ટ્રાન્સફર થયો. ટીમ દબાણમાં હતી ત્યારે આ ઇનિંગ્સ બહુ મહત્ત્વપૂર્ણ હતી. ટીમ 146-6 પર હતી, ટીમ દબાણમાં હોય ત્યારે પર્ફોર્મ કરવું એનાથી મોટું કઈ નથી. ફરીથી ફાસ્ટ બોલરને રિવર્સ ફ્લિક કરવાની તક મળે તો ચોક્કસ કરીશ.
શ્રેણીમાં 32 વિકેટ લેનાર અશ્વિન મેન ઓફ ધ સીરિઝ
અશ્વિને કહ્યું હતું કે તેણે ક્યારેય એક શ્રેણીમાં આનાથી વધુ વિકેટ લીધી નથી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ક્વોલિફાઈ થયા એ મહત્વનું છે.ચેન્નઈમાં પ્રથમ ટેસ્ટ હાર્યા પછી ઇન્ટેનસિટી લેવલ ઓછું હતું. જ્યારે પણ ટીમ દબાણમાં હતું, કોઈને કોઈએ જવાબદારી લઈને સારું પ્રદર્શન કર્યું છે. છેલ્લા 4 મહિના મારા માટે સારા રહ્યા છે. વિચાર્યું નહોતું કે ચેન્નઈમાં સદી મારીશ. જાડેજા ઇએકગ્રસ્ત થતા મારા પર જવાબદારી વધુ હતી.
જીત પછી કેપ્ટન કોહલીએ શું કહ્યું?
ચેન્નઈમાં જે રીતે બીજી ટેસ્ટમાં ટીમે કમબેક કર્યું એ મારા માટે ખાસ હતું. ટોસ હાર્યા હતા તેમ છતાં ટીમે બાજી મારી હતી. અમારી બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત છે. જે ઇન્ડિયન ક્રિકેટ માટે સારી વસ્તુ છે. ટીમ ટ્રાન્ઝિશનમાંથી જશે ત્યારે સ્ટાન્ડર્ડ ડ્રોપ નહિ થાય. સુંદર-પંતની ભાગીદારીએ એ સાબિત કર્યું. ચેન્નઈ હાર પછી બોડી લેન્ગવેજ સુધારવી જરૂરી હતી અને અમે એમ કર્યું. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં દરેક ટીમ ક્વોલિટી સાઈડ છે અને ઘરઆંગણે પણ કોઈને પણ હરાવવા મહેનત કરવી પડે છે. ઇન્ટેનસીટી જાળવી રાખવી આ ટીમનો હોલમાર્ક છે. ચેન્નઈમાં રોહિતની ઇનિંગ્સ શ્રેણીની ડિફાઈનિંગ મોમેન્ટ હતી. છેલ્લા કેટલાક વર્ષોથી અશ્વિન ટીમનો સૌથી બેંકેબલ પ્લેયર છે. એ બંને શ્રેણીમાં અમારા બેસ્ટ પ્લેયર્સ હતા
ઈંગલેન્ડની બીજી ઈનિંગ
પ્રથમ વિકેટ 10 રને પડી, જેક ક્રાઉલી 5 રન.
બીજી વિકેટ 10 રને પડી, જોની બેરસ્ટો શૂન્ય રન.
ત્રીજી વિકેટ 20 રને પડી, ડોમ સિબલે 3 રન.
ચોથી વિકેટ 30 રને પડી, બેન સ્ટોક્સ 2 રન.
પાંચમી વિકેટ 65 રને પડી , ઓલી પોપ 15 રન.
છઠ્ઠી વિકેટ 65 રને પડી, જો રૂટ 30 રન.
સાતમી વિકેટ 109 રને પડી, બેન ફોક્સ 2 રન.
આઠમી વિકેટ 111 રને પડી, ડોમ બેસ 2 રન.
નવમી વિકેટ, 134 રને પડી, જેક લીચ 2 રન
10મી વિકેટ, 135 રને પડી, ડોમ 50 રન.
ભારત વતી અક્ષર પટેલ અને અશ્વિને બીજી ઈનિંગમાં 5-5 વિકેટ લીધી છે. અક્ષર પટેલ સતત પાંચ ઇનિંગ્સમાં ચાર કે તેથી વધુ વિકેટ ઝડપનાર ભારતનો પ્રથમ બોલર બન્યો છે.
ભારતે પોતાના ઇતિહાસમાં છઠ્ઠી વાર સીરિઝની પ્રથમ મેચ ગુમાવ્યા પછી શ્રેણી પોતાના નામે કરી
2-1 (5) ઇંગ્લેન્ડ સામે, 1972/73માં
2-1 (3) ઓસ્ટ્રેલિયા સામે, 2000/01
2-1 (3) શ્રીલંકા, 2015
2-1 (4) ઓસ્ટ્રેલિયા, 2016/17
2-1 (4) ઓસ્ટ્રેલિયા, 2020/21
3-1 (4) ઇંગ્લેન્ડ, 2020/21
આ શ્રેણીમાં ઇનિંગ્સ બાય ઇનિંગ્સ અક્ષરનો દેખાવ: 27 વિકેટ અક્ષર પટેલ vs ઇંગ્લેન્ડ 2021
2/40
5/60
6/38
5/32
4/68
5/34*
અક્ષર ડેબ્યુ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો (મેક્સિમમ ત્રણ ટેસ્ટ)
26 વિકેટ અજંતા મેંડિસ vs ભારત 2008
24 વિકેટ એલેક્સ બેડસર vs ભારત 1946
22 વિકેટ રવિ. અશ્વિન vs વેસ્ટ ઇન્ડિઝ 2011/12
રવિચંદ્રન અશ્વિનની નવી સિદ્ધી
રવિચંદ્રન અશ્વિન પહેલો ભારતીય બન્યો છે જેણે ટેસ્ટ શ્રેણીમાં 2 વાર 30થી વધુ વિકેટ લીધી હોય. આ પહેલાં તેણે 2015-16માં દક્ષિણ આફ્રિકા સામે 4 ટેસ્ટમાં 31 વિકેટ લીધી હતી. તે સિવાય બિશનસિંહ બેદી, કપિલ દેવ, બી. ચંદ્રશેખર, એસ. ગુપ્તે, હરભજન સિંહ અને એચ. માંકડ એક શ્રેણીમાં 30 વિકેટ લઈ ચૂક્યા છે. પરંતુ તેમાંથી કોઈએ ક્યારેય બે વાર શ્રેણીમાં 30 અથવા તેથી વધુ વિકેટ લીધી હોય તેવું બન્યું નથી.
ભારતે આ શ્રેણીમાં પોતાના ઇતિહાસમાં સૌથી વધુ વખત LBW આઉટ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે
25 : આ શ્રેણી (4 વિકેટ હજી બાકી)
24 : વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 1979/80
24 : વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 2016/17
અશ્વિને પ્રથમ ઓવરમાં 2 શિકાર કર્યા
અશ્વિને પોતાની પ્રથમ ઓવરમાં જ ઇંગ્લેન્ડના ઝેક ક્રોલે અને જોની બેયરસ્ટોને ઉપરાઉપરી ચોથા અને પાંચમા બોલે આઉટ કર્યા હતા. ક્રોલે 5 રનના વ્યક્તિગત સ્કોરે સ્લીપમાં રહાણેના હાથે કેચ આઉટ થયો હતો.જ્યારે તે પછી બેયરસ્ટો શૂન્ય રને રોહિત ના હાથે કેચ આઉટ થયો હતો. જો રૂટે હેટ્રિક બોલ પર સ્કવેર લેગ પર સિંગલ લીધો હતો. ઇંગ્લિશ ટીમની ઓપનિંગ જોડીએ પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 23.5 ઓવરમાં 63 રનની ભાગીદારી કરી. એ પછીની સાત ઇનિંગ્સમાં કુલ 21.4 ઓવરમાં 39 રન કર્યા. જોની બેયરસ્ટો ભારત સામે છેલ્લી 5 ટેસ્ટમાં 6 વાર શૂન્ય પર આઉટ થયો છે. તેમજ છેલ્લી ચાર ઇનિંગ્સમાં ત્રણ વાર ઝીરો પર આઉટ થયો છે.
સુનિલ ગાવસ્કરનું કરવામાં આવ્યું સન્માન
20 રન પર ઈંગ્લેન્ડને ત્રીજો ઝટકો લાગ્યો હતો. સ્પિનર અક્ષર પટેલે ઓપનર ડોમ સિબલી (3રન)ને વિકેટ કીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ કર્યો હતો. અક્ષરે જ ઈંગ્લેન્ડને ચોથો ઝટકો આપ્યો હતો. તેના જ બોલ પર બેન સ્ટોક્સ (2 રન)નો કેચ વિરાટ કોહલીએ ઝડપ્યો હતો.
અશ્વિને કર્ટલી એમ્બ્રોસને પાછળ ધકેલ્યો
અશ્વિને બીજી ઇનિંગ્સમાં બીજી વિકેટ લેતા ટેસ્ટમાં પોતાની 406 વિકેટ પૂરી કરી છે. તેણે વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ કર્ટલી એમ્બ્રોસ (405 વિકેટ)ને પાછળ ઢકેલ્યો છે. અશ્વિન સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સમાં 15માં નંબર પર પહોંચી ગયો છે.
અશ્વિને કપિલ દેવ અને બિશન સિંહની બરાબરી કરી
અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચોથી સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર પણ બની શકે છે. તેણે અત્યાર સુધી ત્રણેય ફોર્મેટમાં (ટેસ્ટ, વનડે, ટી-20) મળીને 606 વિકેટ ઝડપી છે. અનિલ કુંબલે (956 વિકેટ), હરભજન સિંઘ (711 વિકેટ), કપિલ દેવ (687 વિકેટ) અને જહીર ખાન (610 વિકેટ) તેનાથી આગળ છે.
સુંદરે ટેસ્ટમાં તેનો શ્રેષ્ઠ સ્કોર બનાવ્યો
ભારતીય ટીમ માટે પ્રથમ ઇનિંગ્સમાં ઋષભ પંતે 101, વોશિંગ્ટન સુંદરે અણનમ 96, રોહિત શર્માએ 49 અને અક્ષર પટેલે 43 રન બનાવ્યા હતા. જ્યારે, ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 4 વિકેટ ઝડપી છે. આ સિવાય જેમ્સ એન્ડરસનને 3 અને જેક લીચે 2 વિકેટ લીધી હતી. સુંદરે ટેસ્ટમાં તેનો શ્રેષ્ઠ સ્કોર બનાવ્યો છે. આ પહેલા તેણે આ જ સિરીઝની ચેન્નઈ ટેસ્ટમાં અણનમ 85 રન બનાવ્યા હતા.
સિરાજને જમણા અંગુઠામાં બોલ વાગ્યો
લંચ પહેલાંના અંતિમ બોલમાં સિરાજના બોલને ઝેક ક્રોલેએ ડ્રાઈવ કર્યો હતો. સિરાજે પોતાના ફોલો-થ્રુમાં બોલને રોકવાનો પ્રયાસ કર્યો. તેણે ડાબી બાજુ મીની ડાઈવ જેવો એફર્ટ આપ્યો અને બોલને રોક્યો. પરંતુ તેને અંગુઠામાં બોલ વાગ્યો. ટીમ ફિઝિયો તરત બહાર આવ્યો હતો. હવે જોવાનું રહેશે કે સિરાજ લંચ બ્રેક પછી તરત જ મેદાન પર પરત ફરે છે કે નહિ.
ભારતે 365ના સ્કોર પર છેલ્લી 3 વિકેટ ગુમાવી
ટીમ ઈન્ડિયાએ ત્રીજા દિવસે 7 વિકેટે 294 રનથી આગળ રમતા ઝડપી શરૂઆત કરી હતી. પ્રથમ કલાકમાં તેણે લગભગ 3.5 ની રનરેટથી 50 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલે 8મી વિકેટ માટે 179 બોલમાં 106 રનની ભાગીદારી કરી હતી, પરંતુ 365 રન પર ટીમ ઇન્ડિયાએ છેલ્લી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અક્ષર 43 રન બનાવીને રનઆઉટ થયો હતો. સુંદરે 174 બોલમાં 10 ફોર અને 1 સિક્સની મદદથી 96* રન કર્યા.આ પછી, આગામી ઓવરમાં બેન સ્ટોકસે ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજને ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન મોકલી દીધો હતો.
સુંદરના નંબર-7 અથવા તેથી નીચે બેટિંગ કરતાં સૌથી વધુ રન
વોશિંગ્ટન સુંદર આ વર્ષે નંબર-7 અથવા તેથી નીચે બેટિંગ કરતાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે, તેણે હવે 1 જાન્યુઆરી, 2021થી નંબર 7 અથવા નીચે 4 ટેસ્ટ મેચોની 6 ઈનિંગ્સમાં અત્યાર સુધી 250+ બનાવ્યા છે. બીજા સ્થાને પાકિસ્તાનના ફહિમ અશરફ છે. અશરફે 247 રન બનાવ્યા છે. ભારતના રવિચંદ્રન અશ્વિન 238 રન સાથે ત્રીજા સ્થાન પર છે.
સુંદર ચોથો ભારતીય ખેલાડી બન્યો, જે 90+ રન પર અણનમ રહ્યો અને સદી ચૂક્યો
સુંદર ચોથો ભારતીય ખેલાડી બન્યો છે, જે 90+ રન બનાવ્યા બાદ અણનમ રહેલો અને પોતાની સદી પૂરી કરી શક્યો નહીં. તેમના પહેલાં, વેસ્ટ ઇન્ડીઝ સામે વિશ્વનાથ જી 1975માં અણનમ 97 રન બનાવ્યા હતા. દિલીપ વેંગસરકર શ્રીલંકા સામે 1985માં 98 અને રવિચંદ્રન અશ્વિન ઇંગ્લેન્ડ સામે 2013માં 91 રને અણનમ રહ્યા હતા.
પંત-સુંદરની સદીની ભાગીદારીથી ભારતને મળ્યો ફાયદો
ઋષભ પંતે 17 ઇનિંગ્સ બાદ સદી ફટકારી હતી
પંતે 118 બોલ પર 101 રનની ઈનિંગ્સ રમી. આ તેમની કારકિર્દીની ત્રીજી ટેસ્ટમાં સદી ફટકારી. એંડરશનના બોલ પર જો રુટે પંતનો કેચ ઝડપ્યો. વિકેટકીપર બેટ્સમેન પંતે 17 ઇનિંગ્સ બાદ સદી ફટકારી હતી. આ અગાઉ તેણે જાન્યુઆરી 2019માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે 159 રનની ઇનિંગ્સ રમી હતી. આ બે સદીઓની વચ્ચે તે 2 વખત નર્વસ 90. (97, 91)એ શિકાર બન્યો હતો. એકવાર તેણે અણનમ 89 રન બનાવ્યા હતા. તે જ સિરીઝની પહેલી મેચની પ્રથમ ઇનિંગ્સમાં તે 91 રને આઉટ થયો હતો.
બીજા દિવસે ઇંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયાને 89 રનની લીડ મળી હતી.
ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડ સામે 89 રનની લીડ લીધી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમે 7 વિકેટે 294 રનથી આગળ રમવાનું શરૂ કરશે. વોશિંગ્ટન સુંદર (60) અને અક્ષર પટેલ (11) અણનમ છે. વોશિંગ્ટને કારકિર્દીમાં તેની ત્રીજી ટેસ્ટ ફિફ્ટી બનાવી. જ્યારે, ઇંગ્લિશ ટીમે પ્રથમ દાવમાં 205 રન બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં 205 રન બનાવ્યા
કપિલ દેવ અને બિશન સિંહને પાછળ ધકેલી શકે છે
અશ્વિન ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયમાં કપિલ દેવ અને બિશનસિંહ બેદીને પાછળ ધકેલી શકે છે. અશ્વિને ઇંગ્લેન્ડ સામે અત્યાર સુધીમાં 83 વિકેટ ઝડપી છે. જ્યારે, બેદી અને કપિલે 85-85 વિકેટ લીધી છે.
એન્ડરસન તોડી શકે છે અનિલ કુંબલેનો રેકોર્ડ
છેલ્લી ટેસ્ટમાં સ્પિન ટ્રેક પર જેમ્સ એન્ડરસન 3 વિકેટ ઝડપી ચુક્યો છે. તેણે શુભમન ગિલ, અજિંક્ય રહાણે અને ઋષભ પંતને પેવેલિયન મોકલ્યા છે. તેની ટેસ્ટમાં હવે તેની પાસે 614 વિકેટ થઈ ગઈ છે. તેઓ અનિલ કુંબલેનો 619 વિકેટનો રેકોર્ડ તોડવાની નજીક છે. સાથે જ એન્ડરસનની ત્રણેય ફોર્મેટમાં (ટેસ્ટ, વનડે, ટી 20)માં 900+ વિકેટ થઈ ગઈ છે.
સિરીઝમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ
ઇંગ્લેન્ડ સામેની 4 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ છે. પ્રથમ ટેસ્ટ ઈંગ્લેન્ડે 227 રને જીતી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ 317 રને અને ત્રીજી મેચ 10 વિકેટે જીતીને મજબૂતાઈ મેળવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.