તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અયાઝ મેમણની કલમે...:ઇંગ્લેન્ડમાં જીત સહેલી નથી, પણ આ વખતે હારીશું તો તે મોટી નિષ્ફળતા હશે

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈંગ્લેન્ડના પ્રવાસ પર ભારતના મુખ્ય બેટ્સમેનું ખરાબ પ્રદર્શન ચાહકો માટે ગુસ્સો અને આશ્ચર્યનું કારણ બન્યું. ઇંગ્લેન્ડમાં રમનું ભારત માટે હંમેશા પડકાર રુપ રહ્યું છે. 1932 માં ભારતે પહેલીવાર ઇંગ્લેન્ડમાં જ ટેસ્ટ રમી હતી. ત્યારથી ટીમ માત્ર ત્રણવાર 1971, 1986 અને 2007 માં સીરિઝ જીત્યું છે. પહેલી જીત માટે ટીમને લગભગ 4 દશકની રાહ જોવી પડી હતી. તે જીતને આજે પણ મોટી જીતના રુપમાં યાદ કરવામાં આવે છે.

બીજી જીત બાદ ત્રીજી જીત માટે 21 વર્ષની રાહ જોવી પડી હતી. ભારતમાં એકથી એક ચડિયાતા નામ સામે આવ્યા. પણ ઇંગ્લેન્ડમાં સારા પરિણામ મળ્યા નહીં. 2011માં ભારત વર્લ્ડ ચેમ્પિયન અને નંબર એક ટેસ્ટ ટીમના રુપમાં ઇંગ્લેન્ડ પહોંચી હતી. યજમાન ટીમે ચાર મેચની સીરિઝ 4-0થી જીતી. ટીમમાં દ્રવિડ, સચિન, લક્ષ્મણ, યુવરાજ, ગંભીર, સહેવાગ, ધોની જેવા બેટ્સમેનો હતા. 2014માં ધોનીની કેપ્ટનશિપમાં ભારત 1-3થી હાર્યું. 2018 માં ટીમે પડકાર ફેક્યો છતાં યજમાન 4-1થી જીતવામાં સફળ રહ્યું. બોલરોએ 2018માં શાનદાર રમત દાખવી. પણ બેટ્સમેનો નિષ્ફળ રહ્યા.

ઇંગ્લેન્ડમાં બેટ્સમેનોને શું મુશ્કેલી પડી રહી છે? ફાસ્ટ બોલરોને મોડેથી સ્વિંગ અને સીમ મુવમેન્ટ, તેની સામે રમ બનાવવા માટે સારી ટેકનિકની જરૂરીયાત હોય છે. અસ્થિર વાતાવરણ પણ બેટ્સમેનોની મુશ્કેલી વધારી દે છે. થોડા સમયમાં તડકો, વાદળા, વરસાદ થવાના કારણે બેટ્સમેનો માટે સહેલું હોતું નથી. ઇંગ્લેન્ડના બોલરો આવી પરિસ્થિતિમાં સતત રમતા હોય છે.

તેમને ખ્યાલ છે કે ક્યા મેદાન પર કઇ લેન્થ હોવી જોઇએ. બ્રેડમેન, સોબર્સ, હનીફ મોહમ્મદ, ગાવસ્કર, રિચર્ડર્સ, વોર્ડર, સચિન, લારા, અઝરુદ્ધીન, પોન્ટિંગ, દ્રવિડ જેવા બેટ્સમેનો મજબુત ડિફેન્સ અને સારા ટેમ્પરામેન્ટના કારણે ઇંગ્લેન્ડમાં સફળ રહ્યા છે. ઓવલ ટેસ્ટમાં બીજા દિવસ સુધી ભારતના મધ્યમક્રમે સૌથી વધુ નિરાશ કર્યા.

કારણ કે તેજ સૌથી વધુ અનુભવી લોકો છે. કોહલી ચોથીવાર ઇંગ્લેન્ડના પ્રવાસે છે. રહાણે, પુજારા, જાડેજા અને શમી ત્રીજીવાર ઇંગ્લેન્ડમાં છે. એટલા માટે ટીમમાં અનુભવની કમી દેખાતી નથી. એ પણ યાદ રાખવું જોઇએ કે ઇંગ્લેન્ડની ટીમમાં સ્ટોક્સ, આર્ચર જેવા ખેલાડીઓ રમી નથી રહ્યા. બ્રોડે પણ એક જ મેચ રમી છે. પણ જો ભારતને હાર મળે છે તો તે ટીમની મોટી નિષ્ફળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...