કાનપુર ટેસ્ટ માટે પ્લેયર્સે બદલ્યો અંદાજ:વિલિયમ્સને બેટનું વજન 50 ગ્રામ ઘટાડ્યું, હેડ કોચ દ્રવિડે 15 મિનિટ સુધી રહાણે-પુજારાને ટિપ્સ આપી

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ગુરુવારે ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ રમાશે. આ પિચ સ્પિન બોલર્સને વધારે મદદગાર રહેશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. તેવામાં બંને ટીમના ખેલાડીએ સ્પિન બોલિંગ સામે ટકી રહેવા માટે પ્રેક્ટિસ સેશનમાં અભ્યાસ કર્યો હતો. રસપ્રદ વાત એ રહી કે કીવી ટીમના કેપ્ટન કેન વિલિયમ્સને પોતાના બેટનું વજન 50 ગ્રામ ઘટાડી દીધું છે, તો વળી બીજી બાજુ ઈન્ડિયન ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે ટોપ ઓર્ડર બેટરને વિવિધ ટિપ્સ પણ આપી હતી. રાહુલ દ્રવિડે કાનપુર ટેસ્ટ મેચના કેપ્ટન રહાણેને 15 મિનિટ સુધી સ્પેશિયલ ક્લાસ દરમિયાન વિવિધ સૂચનો આપ્યા હતા. તો ચલો આપણે કાનપુરના પ્રેક્ટિસ સેશન પર નજર ફેરવીએ......

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને બેટના આકારમાં ફેરફાર કર્યો
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને બેટના આકારમાં ફેરફાર કર્યો

કીવી કેપ્ટને બેટના વજનની સાથે આકાર પણ બદલ્યો
ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સને પોતાના બેટનો બોટમ શેપ બદલાવ્યો છે. તેણે બેટને નીચેના ભાગથી સપાટ કરી દીધું છે. આ પ્રમાણેના આકારથી બેકફુટ પંચ મારવામાં સરળતા રહે છે. વાસ્તવમાં, ઓફ સાઈડ પર બેકફુટ પંચ અને કવર પર શોટ રમવામાં પારંગત વિલિયમ્સને કાનપુરના સ્પિન ટ્રેકને જોતા બેટમાં ફેરફાર કર્યો છે. તેણે પોતાના બેટનું વજન 50 ગ્રામ સુધી ઘટાડી દીધું છે. ફ્લેટ બોટમથી કીપર સાપે ઈનસાઈડ એડ્જ જવાની શક્યતા ઓછી હોય છે અને પાવરફુલ શોટ મારવામાં પણ સરળતા રહે છે.

દ્રવિડે પ્રેક્ટિસ સેશન દરમિયાન પુજારાને ટિપ્સ આપી
દ્રવિડે પ્રેક્ટિસ સેશન દરમિયાન પુજારાને ટિપ્સ આપી

સ્પિનર્સ માટે દ્રવિડે પુજારાને ટિપ્સ આપી
ગ્રીન પાર્ક પિચ સ્પિન ફ્રેન્ડલી હોવાથી તેમાં રમાયેલી કોઈપણ ટેસ્ટનું રિઝલ્ટ 3-4 દિવસની અંદર તો સામે આવી જાય છે. તેવામાં આ પ્રમાણેની પિચને જોતા રાહુલ દ્રવિડે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાને ખાસ ટિપ્સ આપી હતી. 15 મિનિટ સુધી હેડ કોચે ઈન્ડિયન ટીમના કેપ્ટન રહાણે અને વાઈસ કેપ્ટન ચેતેશ્વર પુજારે ટિપ્સ આપી હતી. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી આરામ કરી રહ્યો હોવાથી આ મેચમાં રહાણે કેપ્ટન અને પુજારા વાઈસ કેપ્ટન તરીકે ભૂમિકા ભજવશે.

ભારતની સ્પિન જોડી અશ્વિન-જાડેજા કમાલ કરશે
ઈન્ડિયન ટીમ આક્રમક સ્પિનર્સના કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરશે. રવીંદ્ર જાડેજા અને આર.અશ્વિન સિવાય ટીમમાં અક્ષર પટેલ અને જયંત યાદવને પણ સામેલ કરાયા છે. જોકે, ટેસ્ટમાં પ્રદર્શનને ધ્યાનમાં રાખતા અશ્વિન અને જાડેજાની જોડીને તક મળી શકે છે. વળી કીવી ટીમે મિશેલ સેન્ટનર, રચિન રવિંદ્ર, વિલ સોમરવિલે, એજાઝ પટેલ જેવા સ્પિનર્સને ટીમમાં પસંદ કર્યા છે.

ઈન્ડિયન ટીમનું પ્રેક્ટિસ સેશન તસવીરોમાં....

કાનપુર ટેસ્ટ પહેલા ઈન્ડિયન ટીમને સ્પિન જોડી અશ્વિન અને જાડેજાએ નેટ્સમાં પ્રેક્ટિસ કરી
કાનપુર ટેસ્ટ પહેલા ઈન્ડિયન ટીમને સ્પિન જોડી અશ્વિન અને જાડેજાએ નેટ્સમાં પ્રેક્ટિસ કરી
રિષભ પંતની ગેરહાજરીમાં વિકેટકીપિંગની તમામ જવાબદારી રિદ્ધિમાન સાહા પાસે રહેશે
રિષભ પંતની ગેરહાજરીમાં વિકેટકીપિંગની તમામ જવાબદારી રિદ્ધિમાન સાહા પાસે રહેશે
વિરાટની ગેરહાજરીમાં અજિંક્ય રાહણે કેપ્ટનશિપ સંભાળશે
વિરાટની ગેરહાજરીમાં અજિંક્ય રાહણે કેપ્ટનશિપ સંભાળશે
અક્ષર પટેલ પ્રેક્ટિસ સેશનમાં મસ્તી કરતો જોવા મળ્યો
અક્ષર પટેલ પ્રેક્ટિસ સેશનમાં મસ્તી કરતો જોવા મળ્યો
ઈશાન શર્મા અને મોહમ્મદ સિરાજ એક-બીજા સાથે ગેમ પ્લાનની ચર્ચા કરતા નજરે પડ્યા હતા
ઈશાન શર્મા અને મોહમ્મદ સિરાજ એક-બીજા સાથે ગેમ પ્લાનની ચર્ચા કરતા નજરે પડ્યા હતા
શ્રેયસ અય્યરે બેટિંગની પ્રેક્ટિસ કરી
શ્રેયસ અય્યરે બેટિંગની પ્રેક્ટિસ કરી
કે.એલ.રાહુલની ગેરહાજરીમાં મયંક અગ્રવાલ પાસે ઈન્ડિયન ટીમના બેટિંગ ઓર્ડરની મહત્ત્વપૂર્ણ જવાબદારી રહેશે
કે.એલ.રાહુલની ગેરહાજરીમાં મયંક અગ્રવાલ પાસે ઈન્ડિયન ટીમના બેટિંગ ઓર્ડરની મહત્ત્વપૂર્ણ જવાબદારી રહેશે
અન્ય સમાચારો પણ છે...